________________
૩૪૪
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાનયિતાનિ' દ્વાર/પેટા દ્વાર: “ભાવના' | ગાથા ૮૯૨
ભાવાર્થ:
અર્થવિષયક રાગના નાશ માટે ચિંતવન બતાવતાં કહે છે કે અર્થ પ્રાપ્ત કરવા માટે જીવને શ્રમ કરવો પડે છે, અર્થ પ્રાપ્ત થયા પછી તે અર્થના રક્ષણ માટે પણ જીવને શ્રમ કરવો પડે છે, અને તે પ્રાપ્ત થયેલ અર્થ કોઈક નિમિત્તથી નાશ પામે તોપણ જીવને સંતાપ થાય છે; આમ, અર્થના ઉપાર્જન, રક્ષણ અને ક્ષય વખતે જીવના ચિત્તમાં કાલુષ્ય પેદા થાય છે, જે સંક્લેશરૂપ છે. આ રીતે અર્થને ક્લેશના કારણરૂપે ચિંતવવાથી અર્થ પ્રત્યેનો જીવનો રાગ નાશ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે નિષ્પત્તિ આદિમાં ક્લેશ હોવાથી ભોગાદિ માટે અર્થ ભલે હેય છે; છતાં ધર્મ માટે આવશ્યક હોવાથી ધન ઉપાદેય છે. એ પ્રશ્નના નિવારણ અર્થે કહે છે કે ખરેખર અર્થનો અભાવ જ ધર્મનું કારણ છે અર્થાત્ જેના ચિત્તમાં ભોગાદિનું આકર્ષણ નથી અને જે જીવ ભોગાદિ માટે અર્થ મેળવવા યત્ન પણ કરતો નથી, તેવા જીવે તો અર્થનો ત્યાગ કરીને પરમ નિઃસ્પૃહ ચિત્ત પેદા કરવા માટે યત્ન કરવો જોઈએ, જેથી શ્રેષ્ઠ કોટિનો ધર્મ પેદા થાય. આ પ્રકારનું ચિંતવન કરવાથી ધર્મના અર્થે પણ ધન મેળવવાની જીવને ઇચ્છા થતી નથી. - અહીં વિશેષ એ છે કે ભોગાદિની સ્પૃહા હોવાથી જે જીવો ભોગાદિ અર્થે ધનપ્રાપ્તિમાં યત્ન કરે છે, તે જીવો ધર્મસ્થાનકમાં પણ ધનવ્યય દ્વારા જ વિશિષ્ટ ભાવો કરી શકે છે. આથી આવા જીવો ક્વચિત્ ધર્મક્ષેત્રમાં ધનવ્યય દ્વારા આત્મહિત સાધવા માટે ધનની ઇચ્છા કરે, તો તે ઇચ્છા આવા પ્રકારની ભૂમિકાવાળા જીવો માટે દોષરૂપ નથી; પરંતુ જે જીવો ભોગાદિથી વિરક્ત હોવા છતાં કેવલ ધર્મના આશયથી જ ધન મેળવવાની ઇચ્છા કરે છે, તેવા જીવો માટે તો ધર્મમાં ધનવ્યય કરવા દ્વારા થતા ધર્મ કરતાં ધનનો ત્યાગ કરીને પરમ નિઃસ્પૃહ ચિત્ત બનાવવું એ જ ઉત્તમ ધર્મ છે.
વળી, આ જ વાતને સામે રાખીને અન્ય દર્શનીઓ પણ કહે છે કે જે વિરક્ત વ્યક્તિને ધર્માર્થે ધનની ઇચ્છા છે, તે વ્યક્તિએ ધર્માર્થે પણ ધનની ઇચ્છા ન જ કરવી, એ શ્રેષ્ઠ છે; જેમ કે કાદવમાં હાથ નાખીને હાથ ધોવાની ક્રિયા કરવા કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો એ શ્રેષ્ઠ છે.
આથી એ ફલિત થયું કે ધનની ઇચ્છા જ ચિત્તને મલિન કરે છે. આથી ધન મેળવવા દ્વારા ચિત્તને મલિન કરીને તે ધનનો સદ્વ્યય કરવા દ્વારા મલિન થયેલ ચિત્તને સ્વચ્છ કરવું, તે કાદવમાં હાથ નાખીને હાથ ધોવા જેવી પ્રવૃત્તિ છે. તેથી પ્રથમ ધનની સ્પૃહાવાળું ચિત્ત કરીને, ત્યારપછી ધર્મમાં ધનના સદ્વ્યય દ્વારા ચિત્તનું શોધન કરવા કરતાં સર્વત્ર નિઃસ્પૃહ ચિત્ત પેદા કરવું એ જ શ્રેયકારી છે.
અહીં શંકા થાય કે જેમણે સંસારનો ત્યાગ કર્યો નથી એવા ગૃહસ્થોને અર્થનો રાગ સંભવે, પરંતુ જેમણે સંસારનો ત્યાગ કર્યો છે એવા સાધુઓને અર્થનો રાગ કઈ રીતે સંભવે ? અને જો સાધુઓને અર્થનો રાગ ન સંભવે, તો આ ભાવનાદ્વારમાં અર્થના રાગ વિષયક ભાવના કેમ બતાવી ?
તેનો આશય એ છે કે જેમ ગૃહસ્થોને ભોગાદિની પ્રાપ્તિનું સાધન ધન હોવાથી ધન પ્રત્યે રાગ થાય છે, તેમ સાધુઓને પણ અનુકૂળતાનો રાગ હોય તો અનુકૂળતાના સાધનભૂત એવા ભક્તવર્ગ વગેરે પ્રત્યે રાગ થાય અને અનુકૂળતાના રાગવાળા સાધુઓ અનેક ક્લેશો દ્વારા ભક્તવર્ગાદિની પ્રાપ્તિ કરે, પોતાના ભક્તવર્ગાદિ અન્ય કોઈના ન થઈ જાય તે માટે ભક્તવર્ગાદિના રક્ષણમાં યત્ન પણ કરે, અને પોતાના ભક્તવર્ગાદિ અન્ય કોઈ સાધુના થઈ જાય તો સંક્લેશ પણ કરે. આ રીતે પરમાર્થથી વિચારીએ તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org