________________
૩૬૦
વતસ્થાપનાવસ્તક/યથા પાનવતાવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘વિહાર' ગાથા ૯૦૨
ભાવાર્થ :
સંયમ ગ્રહણ કરે ત્યારથી માંડીને સાધુને પોતે રહેલ છે તે ક્ષેત્ર અને પોતાના પરિચિત એવા સ્વજનાદિ સર્વ પ્રત્યેના પ્રતિબંધનો ત્યાગ કરવાનો હોય છે. આ પ્રતિબંધના વર્જન માટે ભગવાને જે વિધિ દર્શાવેલ છે, તે વિધિના બોધ માટે ગ્રંથકારે વ્રતપાલનના ઉપાયમાં ગુરુકુલવાસ દ્વારથી સ્વતંત્ર વિહારદ્વારનું ગ્રહણ કરેલ છે.
અહીં પ્રશ્ન થાય કે મુમુક્ષુ સંસારથી વિરક્ત થઈને જ સંયમ ગ્રહણ કરતા હોય છે, આથી સાધુ “પ્રતિબંધના વર્જન માટે જ સંયમ છે,” એમ જાણતા હોય છે. માટે પ્રતિબંધના વર્જન માટે વિહારની વિધિ છે, એ પ્રકારનો શૈક્ષને બોધ કરાવવાની આવશ્યકતા રહેતી નથી, તો પછી વિહારદ્વારનું સ્વતંત્ર ગ્રહણ શા માટે છે ? એ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે કે અથવા આ પ્રયોજનાંતર છે અર્થાત્ પૂર્વમાં બતાવ્યું તે પ્રતિબંધનું વર્જન પ્રથમ પ્રયોજન છે, અને હવે બતાવે છે એ બીજું પ્રયોજન છે.
શૈક્ષવિશેષાદિ વિષયક જ વિહારદ્વારનું પૃથગ્રહણ છે. આશય એ છે કે કેટલાક શૈક્ષો અપરિણામી હોય છે, અને અપરિણામી જીવો માત્ર ધર્મભાવથી જ સંયમ ગ્રહણ કરે છે. તેઓને સંયમ ગ્રહણ કરવાના ખરા પ્રયોજનનો બોધ હોતો નથી. આથી તેવા અપરિણામી શૈક્ષોને વિહારદ્વારના પૃથ– ગ્રહણ દ્વારા બોધ કરાવવો છે કે સ્વક્ષેત્રાદિમાં પ્રતિબંધના વર્જન માટે ભગવાને સંયમ ગ્રહણ ઉપરાંત વિહારની વિધિ પણ બતાવી છે.
વળી, કેટલાક નવદીક્ષિત સાધુઓ અતિપરિણામી હોય છે, અને અતિપરિણામી જીવો એવું માનતા હોય છે કે “ભગવાને માસકલ્પ કરવાનો કહ્યો છે, તેથી માસથી અધિક એક સ્થાનમાં કારણવિશેષે પણ રહેવાય જ નહિ.” આથી તેઓને પણ વિહારદ્વારના પૃથર્ ગ્રહણ દ્વારા બોધ કરાવવો છે કે ભગવાને પ્રતિબંધના વર્જન માટે વિહારની વિધિ બતાવી છે, તેથી જ્ઞાનાદિની વૃદ્ધિરૂપ કારણવિશેષથી એક સ્થાનમાં રહીને પ્રતિબંધનું વર્જન થઈ શકતું હોય તો દ્રવ્યથી નિયતવાસ અને ભાવથી માસકલ્પ કરીને પણ સંયમની સાધનામાં યત્ન કરવો જોઈએ; પરંતુ કારણવિશેષ હોવા છતાં દ્રવ્યથી પણ વિહાર કરવામાં આવે તો પ્રતિબંધના વર્જનનું પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી.
અથવા તો કેટલાક શિષ્યો વિહરણશીલ હોય છે, અને ર્વિહાર કરવાના સ્વભાવવાળા હોવાથી તેઓ એવું માનતા હોય છે કે “સંયમ ગ્રહણ કર્યા પછી નવાં નવાં સ્થાનોમાં ફરવા મળે છે, નવું નવું જોવા મળે છે. તેથી સતત ઉદ્યત વિહાર કરવો જોઈએ.” આથી આવા પ્રકારના શિષ્યોને વિહારદ્વારના પૃથર્ ગ્રહણ દ્વારા એ બતાવવું છે કે ભગવાને પ્રતિબંધના ત્યાગ માટે વિહારની વિધિ બતાવી છે, પરંતુ વિચરવાના સ્વભાવની પુષ્ટિ માટે વિહારની વિધિ બતાવેલ નથી.
આમ, શૈક્ષવિશેષ એવા અપરિણામી, અતિપરિણામી કે વિહરણશીલ સાધુઓને વિહારની વિધિનું જ્ઞાન કરાવવા અર્થે ગ્રંથકારે વિહારધારનું ગુરુકુલવાસદ્ધારથી પૃથર્ રૂપે ગ્રહણ કરેલ છે.
વળી ઉપલક્ષણથી આ પણ જણાય છે : કેટલાક સાધુઓ નવકલ્પી વિહાર કરવામાં પ્રમાદી હોય છે, અને વિહારધારને સ્વતંત્ર બતાવવામાં ન આવ્યું હોય તો તે પ્રમાદી સાધુઓને થાય કે “જિનાજ્ઞા પ્રમાણે ગુરુકુલવાસમાં છું.’ આથી તે પ્રમાદી સાધુઓ ગુરુકુલવાસમાં રહીને પણ ક્ષેત્રાદિમાં પ્રતિબંધ કરતા હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org