________________
૩૪૮
વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૯૪-૮૫
ભાવાર્થ :
સંયમ ગ્રહણ કર્યા પછી વિચારક સાધુને પ્રશ્ન થાય કે સંયમની વૃદ્ધિ માટે સંયમવૃદ્ધિના ઉપાયનું ચિંતવન કરવું જોઈએ, પરંતુ તેના બદલે સ્ત્રીવિષયક રાગાદિના નિવારણના ઉપાયનું ચિંતવન કરવાનું શું પ્રયોજન? તેથી ગ્રંથકાર કહે છે કે વ્રતનો અધિકાર ચાલતો હોવાથી પરમાર્થથી વ્રતોના પરિણામની વૃદ્ધિ થાય તેવું જ ચિંતવન આવશ્યક છે; અને વ્રતોના શત્રુ વિષયો છે, માટે શબ્દાદિ વિષયો ગમે ત્યારે જીવમાં આકર્ષણ પેદા કરાવીને જીવનો વ્રતોમાંથી પાત કરે છે. આથી વ્રતોની વૃદ્ધિના અર્થી જીવે જેમ વ્રતપાલનના ઉપાયોમાં યત્ન કરવો આવશ્યક છે, તેમ વ્રતનાશના કારણોથી આત્માનું રક્ષણ કરવું પણ આવશ્યક છે; અને પ્રાયઃ કરીને શબ્દાદિ વિષયો જ યોગીના પણ વ્રતોનો નાશ કરીને દુરંત સંસારનું કારણ બને છે, આથી વ્રતપાલનાના અર્થીએ રાગાદિનું પ્રતિપક્ષભાવન કરવું આવશ્યક છે.
વળી, શબ્દાદિ વિષયોમાં સ્ત્રીનું પ્રધાન સ્થાન છે; કેમ કે સંસારથી વિરક્ત પણ જીવને સ્ત્રીરાગ ઉદ્ભવ પામે તો વ્રતનાશની સંભાવના રહે છે. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી વ્રતવૃદ્ધિના અને વ્રતરક્ષણના અર્થી જીવે વિષયોથી વિમુખભાવ પેદા કરવા માટે રાગાદિનું પ્રતિપક્ષભાવન કરવું આવશ્યક છે, અને તેમાં પણ સ્ત્રીવિષયક રાગનું પ્રતિપક્ષભાવન કરવું વિશેષથી આવશ્યક હોવાથી પ્રસ્તુત ભાવના દ્વારમાં સ્ત્રીના વિષયમાં વિશેષથી ઉપદેશ છે. I૮૯૪ અવતરણિકા:
प्रतिपक्षभावनागुणमाह - અવતરણિકાર્ય :
પ્રતિપક્ષ ભાવનાના ગુણને કહે છે, અર્થાત્ પ્રસ્તુત ભાવનાત્કારનું નિગમન કરતાં ગ્રંથકાર રાગ, દ્વેષ અને મોહની પ્રતિપક્ષભાવના કરવાથી પ્રાપ્ત થતા લાભને બતાવે છે –
ગાથા :
जह चेव असुहपरिणामओ य दढं बंधओ हवइ जीवो ।
तह चेव विवक्खंमी खवओ कम्माण विन्नेओ ॥८९५॥ दारं ॥ અન્વયાર્થ:
નદ વેવ જે રીતે જ મહુપરિમો અશુભ પરિણામથી નીવો જીવ (કર્મોનો) હેં-દઢ વંથગો બંધક રેવડું થાય છે, તદ વેવ તે રીતે જ વિવવમāપી વિપક્ષ થયે છતે શુભ પરિણામ થયે છતે, (જીવ) માત્ર કર્મોનો ઉવ-લપક વિમો જાણવો. * “રા' પાદપૂરણ માટે છે. ગાથાર્થ :
જે રીતે જ અશુભ પરિણામથી જીવ કર્મોનો દઢ બંધક થાય છે, તે રીતે જ શુભ પરિણામ થયે છતે જીવ કર્મોનો ક્ષપક જાણવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org