________________
૩૪૬
વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “ભાવના' | ગાથા ૮૩ પ્રતીતિના અનુસારથી, વસ્તુના સ્વભાવને ચેતન અને અચેતનના ધર્મને, સુપ્રણિધાન ચિત્તની દઢતાથી, ભાવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સંસારી જીવોને સર્વ ભાવો રાગ, દ્વેષ કે મોહથી જ થતા હોવાથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આથી સ્ત્રીવિષયક, અર્થવિષયક કે ઉપલક્ષણથી પુત્રાદિવિષયક થતા રાગનું સાધુએ પ્રતિપક્ષભાવન કરવું જોઈએ, આ પ્રમાણે પૂર્વમાં બતાવ્યું. હવે ચેતનાદિવિષયક વેષનું પ્રતિપક્ષભાવન બતાવે છે –
જેના ઉપર દ્વેષ થયો હોય તે વ્યક્તિની પ્રકૃતિ આદિ વિચારવાથી ઢષ વધે છે. આથી ઠેષ થાય ત્યારે વિચારવું જોઈએ કે “જગતના જીવો પ્રત્યે વર્તતો મૈત્રીભાવ જ એકાંતે કલ્યાણનું કારણ છે, અને તે મૈત્રીભાવ હિતકરણની બુદ્ધિરૂપ હોવાથી હું એવું કરું કે સામેની વ્યક્તિનું હિત થાય.” મૈત્રીભાવના હંમેશાં પરના હિતને અનુકૂળ ઉચિત ચિંતનરૂપ હોય છે, તેથી મૈત્રીભાવનાનું ભાવન કરવાથી ચેતનવિષયક થયેલ દ્વેષ શમી જાય છે. વળી, દ્વેષને વિશેષ શમાવવા વિચારે કે “જગતના તમામ જીવો સાથે મારા માતૃત્વ, પિતૃત્વ, ભ્રાતૃત્વાદિ સંબંધો અનેક વખત થયા છે, માટે પરમાર્થથી સર્વ જીવો મારા માતા, પિતા, ભાઈ વગેરે હોવાથી તેઓ મારા શત્રુ નથી.”
આ રીતે ચેતનવિષયક દ્વેષ શમાવવા બતાવેલ ભાવના અચેતનવિષયક થયેલ દ્વેષનું ઉપલક્ષણ છે. માટે ક્યારેક ઢેફાં વગેરે સાથે અથડાવાથી અજીવ પ્રત્યે પણ દ્વેષ થયો હોય તો તે વૈષના નિવર્તન માટે ભાવન કરવું જોઈએ કે “આ મારા કર્મનો વિપાક છે, પરંતુ અજીવથી થયેલ સ્પલનાને યાદ કરીને અજીવ એવાં ઢેફાં વગેરે પ્રત્યે દ્વેષ કરવો જોઈએ નહિ.
વળી, ક્વચિત્ “શરીરથી આત્મા જુદો હશે કે નહિ?, મેં કરેલા ધર્મનું ફળ મને મળશે કે નહિ ?” આવા પ્રકારનો મોહ ઉત્પન્ન થાય, ત્યારે પ્રતીતિ અનુસાર વસ્તુના સ્વભાવનું સુપ્રણિધાનપૂર્વક ભાવન કરવું જોઈએ.
આશય એ છે કે આત્મા શરીરથી પૃથગુ નથી, એવો મોહનો પરિણામ થાય તો, પરલોકના હિતાર્થે ધર્મ કરવાના ઉત્સાહવાળા જીવમાં શિથિલતા આવે. માટે મોહના આવા પરિણામવાળા જીવે વિચારવું જોઈએ કે “શરીરરૂપ જ આત્મા હોય તો મૃતદેહમાં પણ આત્માની પ્રતીતિ થવી જોઈએ; અને મને જ્ઞાનની, વીર્યની, સુખની જુદી જુદી પ્રતીતિ થાય છે. માટે જ્ઞાન-સુખાદિના આધારરૂપે શરીરથી જુદો “હું છું'.” આ રીતે પ્રતીતિ અનુસાર ચિંતન કરવાથી પરલોકમાં જનારો શરીરથી ભિન્ન આત્મા છે, વળી જ્ઞાન એ ચેતનનો ધર્મ છે અને જડતા એ અચેતનનો ધર્મ છે, એવી મતિ સ્થિર થાય છે.
વળી, ક્યારેક પોતે કરેલ ધર્મના ફળવિષયક સંશય થાય તો ચિંતવવું જોઈએ કે કારણથી જ કાર્ય ઉત્પન્ન થતું હોવાથી, શુભ ભાવ વડે કરાયેલા ધર્મની ક્રિયાઓથી શુભ કર્મ બંધાય છે અને અશુભ ભાવ વડે કરાયેલ સંસારની ક્રિયાઓથી અશુભ કર્મ બંધાય છે; કેમ કે શુભ કર્મનું ફળ શુભ અને અશુભ કર્મનું ફળ અશુભ હોય છે.
આ પ્રમાણે ચિત્તની દઢતાપૂર્વક ચિંતવન કરવાથી તત્ત્વના વિષયમાં મોહ નાશ પામે છે અને આત્મહિત સાધવાની પ્રવૃત્તિ સુદઢ બને છે. ૮૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org