________________
૩૫૨
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “વિહાર' | ગાથા ૮૯૦-૮૯૮ કાર્યહોતે છતે ન્યૂનાદિના ભાવથી=જૂન અને અધિકના ભાવરૂપ કારણથી, તેમાં=માસાદિમાં, વિનું ગ્રહણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
શાસ્ત્રમાં માસકલ્પ પ્રસિદ્ધ છે, માસકલ્પ સિવાય અન્ય કોઈ વિહાર શાસ્ત્રમાં સંભળાતો નથી. આથી પૂર્વગાથામાં માસવિહારથી વિચરવું જોઈએ એમ ન કહેતાં માસાદિ વિહારથી વિચરવું જોઈએ એમ કેમ કહ્યું? એ પ્રકારની પરની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે
સંયમની વૃદ્ધિ થાય તેવું કોઈ કાર્ય હોય તો સાધુ ન્યૂન કે અધિક વિહાર કરે, એ જણાવવા માટે માસાદિમાં મારિ શબ્દનું ગ્રહણ છે. તેથી એ ફલિત થયું છે તેવા કોઈક કારણે સાધુ માસવિહારથી ન્યૂન કે અધિક વિહાર પણ કરે અર્થાત્ એક મહિનો પૂરો થાય તે પહેલાં એ સ્થાનથી અન્ય સ્થાને વિહાર કરે, અને તેવા કોઈ કારણે એક મહિનાથી અધિક સમય પણ એક સ્થાને રહે, અને પછી અન્ય સ્થાને વિહાર કરે. આમ કહીને ગ્રંથકાર ભગવાને દર્શાવેલ સ્યાદ્વાદનું જ્ઞાન કરાવે છે.
આશય એ છે કે જૈનશાસનમાં બાહ્ય આચરણા એકાંતે એક જ પ્રકારે કરવાની વિધિ નથી, પરંતુ જે રીતે ભાવની વૃદ્ધિ થાય તે રીતે બાહ્ય આચરણા કરવાની વિધિ છે. આથી સામાન્ય રીતે સાધુને નવકલ્પી વિહાર કરવાની વિધિ હોવા છતાં વિશેષ લાભ દેખાય તો સાધુ એક સ્થાનમાં મહિનાથી ન્યૂન પણ રહે કે મહિનાથી અધિક પણ રહે અને સંયમવૃદ્ધિમાં યત્ન કરે, એ જણાવવા અર્થે “માસવિહાર' ન કહેતાં “માસાદિવિહાર'થી સાધુએ વિચરવું જોઈએ, એમ કહેલ છે. ૫૮૯૭
અવતરણિકા :
સાધુએ સંઘયણાદિના ઔચિત્યથી માસાદિવિહાર કરવો જોઈએ, એમ કહેવા દ્વારા વ્રતપાલનના ઉપાયરૂપ ૧૧ દ્વારોમાં દશમું વિહાર નામનું સ્વતંત્ર દ્વાર બતાવ્યું. ત્યાં શંકા થાય કે વ્રતોમાં ઉપસ્થાપિત સાધુ ગુરુ સાથે જ વિચરતા હોવાથી ગુરુના વિહારથી જ તે ઉપસ્થાપિત સાધુને માસાદિવિહારની પ્રાપ્તિ થઈ જાય છે. આથી સંયમવૃદ્ધિ અર્થે માસાદિવિહારમાં સાધુએ યત્ન કરવો જોઈએ, એમ કહેવાનું શું પ્રયોજન છે? એ પ્રકારની શંકા કરીને ગ્રંથકાર કહે છે –
ગાથા :
एअं पि गुरुविहाराओ विहारो सिद्ध एव एअस्स ।
भेएण कीस भणिओ? मोहजयट्ठा धुवो जेणं ॥८९८॥ અન્વયાર્થ :
પિ આ રીતે પણ=પૂર્વમાં કહ્યું કે સાધુએ માસાદિ વિહાર કરવો જોઈએ એ રીતે પણ, શુવિહારોગુરુના વિહારથી પસઆનો ઉપસ્થાપિત સાધુનો, વિહાર-વિહાર સિદ્ધ પર્વ સિદ્ધ જ છે, (તો) બે ભેદ વડે=વિહારદ્વાર ગુરુકુલવાસ દ્વારથી પૃથરૂપે, વીસ-કયા કારણથી જો ? કહેવાયો? (તેના સમાધાનરૂપે કહે છે–) નેvi-જે કારણથી મોનિયમોહના જય અર્થે થવો ધ્રુવ છે=ઉપસ્થાપિત સાધુનો વિહાર નક્કી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org