________________
વતસ્થાપનાવસ્તકI'યથા પયતવ્યાન' હાર/પેટા હાર: ‘ભાવના' | ગાથા ૮૫-૮૬
૩૪૯
ટીકાઃ
यथैव तावदशुभपरिणामतः सकाशात् तत्स्वाभाव्येन दृढम्-अत्यर्थं बन्धको भवति जीव: कर्मणामिति योगः, तथैव-तेनैव प्रकारेण विपक्षे-शुभपरिणामे सति क्षपकः कर्मणां विज्ञेयः, तत्स्वाभाव्यादेवेति गाथार्थः ॥८९५॥(द्वारं)॥ ટીકાર્ય :
જે રીતે જ તેના સ્વભાવપણાને કારણે=અશુભ પરિણામનો અશુભ કર્મબંધ કરાવવાનો સ્વભાવ હોવાને કારણે, અશુભ પરિણામથી જીવ કર્મોનો દઢ=અત્યર્થ અત્યંત, બંધક થાય છે; તે રીતે જ=તે જ પ્રકારે, વિપક્ષ શુભ પરિણામ, થયે છતે જીવ કર્મોનો ક્ષપક જાણવો; કેમ કે તત્સ્વભાવપણું જ છે=શુભપરિણામનું કર્મક્ષય કરાવવાનું સ્વભાવપણું જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અશુભ પરિણામનો સ્વભાવ જ છે કે જીવને અશુભ કર્મનો અત્યંત બંધ કરાવવો, અને શુભ પરિણામનો સ્વભાવ જ છે કે જીવને અશુભ કર્મનો ક્ષય કરાવવો. તેથી જો સાધુ શુભ પરિણામની વૃદ્ધિ માટે રાગાદિનું પ્રતિપક્ષભાવન કરે, તો તેના કર્મનો ક્ષય થાય છે, જેથી સંયમના યોગોની વૃદ્ધિ થાય છે.
અહીં વિશેષ એ છે કે આ પરિણામથી કર્મનો બંધ થાય અને આ પરિણામથી કર્મનો ક્ષય થાય, એ પ્રકારનો નિયમ અતીન્દ્રિય પદાર્થોને જોનારા સર્વશે બતાવેલ છે, અને તેઓએ કહ્યું છે કે બાહ્ય વિષયોથી થતા અશુભ ભાવો જીવને અત્યંત કર્મબંધની પ્રાપ્તિ કરાવે છે. આથી વિષયો દ્વારા થતા અશુભ ભાવોના નાશ માટે સાધુએ સર્વજ્ઞવચનાનુસાર પ્રતિપક્ષભાવના કરવી જોઈએ, અને તે પ્રતિપક્ષભાવનાથી થતા પરિણામને ભગવાને શુભ પરિણામ કહેલ છે, જે પરિણામ પૂર્વમાં બંધાયેલ કર્મોનો નાશ કરે છે. આથી પ્રતિપક્ષભાવનાથી જીવને કર્મની નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
અશુભ પરિણામથી જીવ કર્મનો બંધક થાય છે. એ કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી જીવ મનવચન-કાયાના યોગોવાળો છે, ત્યાં સુધી જીવને કર્મબંધ થાય છે; છતાં અશુભ પરિણામ રહિત તે તે યોગોની પ્રવૃત્તિ જીવને દઢ કર્મ બંધાવતી નથી. તેથી અશુભ પરિણામ વગર બંધાયેલ કર્મનો નાશ પણ જીવ સહેલાઈથી કરી શકે છે; પરંતુ અશુભ પરિણામપૂર્વક બંધાયેલ કર્મ દઢ હોવાથી તેનો નાશ કરવો દુષ્કર હોય છે, અને તે દઢ કર્મ દુર્ગતિઓની પરંપરા દ્વારા જીવને મહાઅનર્થનું કારણ બને છે; અને પ્રતિપક્ષભાવનથી થતા શુભ પરિણામને કારણે અશુભ પરિણામ થતા નથી, તેથી દઢ કર્મ બંધાતું નથી, અને પૂર્વે બંધાયેલ કર્મોનો નાશ થાય છે. માટે સાધુએ રાગાદિનું પ્રતિપક્ષભાવન કરવું જોઈએ. ll૮૯૫ll. અવતરણિકા:
व्याख्यातं भावनाद्वारम्, अधुना विहारद्वारव्याचिख्यासयाऽऽह - અવતરણિતાર્થ :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો દર્શાવ્યા હતા, તેમાંથી નવમા ઉપાયરૂપ ભાવનાદ્વારનું ગાથા ૮૭૬થી માંડીને ૮૯૫માં વ્યાખ્યાન કરાયું. હવે વ્રતપાલનના દશમા ઉપાયરૂપ વિહારદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી ગાથા ૮૯૬થી ૯૦૨ સુધી ગ્રંથકાર કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org