________________
૩૪૦
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “ભાવના' | ગાથા ૮૯૪ અવતરણિકા :
उक्ताधिकाराभिधाने प्रयोजनमाह - અવતરણિયાર્થ:
ગાથા ૮૭૬થી ભાવનાકારનું વર્ણન શરૂ કર્યું, તેમાં પ્રશ્ન થાય કે રાગાદિની પ્રતિપક્ષ ભાવનાઓનું પ્રયોજન શું છે? કે જેથી વ્રતપાલનના ૧૧ ઉપાયો અંતર્ગત ભાવનાનો અધિકાર કહેવાયો છે? એ શંકાના નિવારણ અર્થે=ઉક્ત અધિકારના અભિધાનમાં=ગાથા ૮૭૬થી અત્યાર સુધી કહેવાયેલા ભાવનાકારરૂપ અધિકારના કથનમાં, પ્રયોજનને કહે છે –
ગાથા :
एत्थ उ वयाहिगारा पायं तेसि पडिवक्ख मो विसया ।
थाणं च इत्थिआओ तेसिं ति विसेस उवएसो ॥८९४॥ અન્વયાર્થ :
=વળી અહીં=પ્રકૃતિમાં, વહિપIR=વ્રતનો અધિકાર હોવાથી પાયં પ્રાયઃ તેસિકતેઓના=વ્રતોના, દિવ-પ્રતિપક્ષ વિથ વિષયો છે, તેf ઘ=અને તેઓમાં=વિષયોમાં, રૂ0િ33મો સ્ત્રીઓ થાdi=(પ્રધાન) સ્થાન છે. તિ એથી (સ્ત્રીવિષયક) વિલેસ=વિશેષથી ૩4ોકઉપદેશ છે. * “મો' પાદપૂર્તિ અર્થે છે.
ગાથાર્થ :
વળી પ્રકૃતમાં વ્રતનો અધિકાર હોવાથી, અને પ્રાયઃ કરીને વ્રતોના પ્રતિપક્ષ વિષયો છે, અને વિષયોમાં સ્ત્રીઓ પ્રધાન સ્થાન છે, એથી સ્ત્રીવિષયક વિશેષથી ઉપદેશ છે.
ટીકાઃ
अत्र तु-प्रकृते व्रताधिकारात् कारणात् प्रायस्तेषां-व्रतानां प्रतिपक्षः प्रत्यनीका विषया एव शब्दादयः, स्थानं च प्रधानं स्त्रियस्तेषां विषयाणामिति-अनेन हेतुना विशेषतो-विशेषेण उपदेशः स्त्रीविषय इति गाथार्थः ॥८९४॥ ટીકાર્ય
વળી અહીં=પ્રકૃતમાં, વ્રતનો અધિકાર હોવાને કારણે પ્રાયઃ તેઓના=વ્રતોના, પ્રતિપક્ષ પ્રત્યેનીક=શત્રુ, શબ્દાદિ વિષયો જ છે, અને તેઓમાં=વિષયોમાં, સ્ત્રીઓ પ્રધાન સ્થાન છે, એથી=આ હેતુ વડે વ્રતોના શત્રુ વિષયો છે અને તે વિષયોમાં સ્ત્રીઓનું પ્રધાન સ્થાન છે એ હેતુ વડે, સ્ત્રીના વિષયમાં વિશેષથી ઉપદેશ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org