________________
૩૩૨
વતસ્થાપનાવસ્તક “યથા પાનિયતાનિ' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૨
ગાથાર્થ :
અને સ્ત્રીજનના જ સમાન રાગના અભાવને, અને સમાન રાગનો ભાવ હોતે છતે, સંધ્યાના વાદળોની જેમ સદા સ્ત્રીના સ્વાભાવિક ચલાગપણાને જ ચિંતવવું જોઈએ. ટીકા :
तस्यैव च मातृग्रामस्य समरागाभावं, न हि प्रायेण समा प्रीतिर्भवतीति प्रतीतमेतत्, सति तस्मिन् समरागे तथा विचिन्तयेत् भावयेत्, किमित्याह-सन्ध्याभ्रकाणामिव सदा-सर्वकालं निसर्गचलरागतां
चैव-प्रकृत्याऽस्थिररागतामिति गाथार्थः ॥८८२॥ ટીકાર્થ :
અને તેના જ=માતૃગ્રામના જ, સમરાગના અભાવનું ચિંતવન કરે, જે કારણથી પ્રાયઃ કરીને સરખી પ્રીતિ હોતી નથી, એ પ્રકારે, આ=સમરાગનું અભાવપણું, પ્રતીત છે. તથા તે=સમરાગ, હોતે છતે ચિંતવન કરે=ભાવન કરે; શું? એથી કહે છે- સંધ્યાના અભ્રકોની જેમ=સંધ્યાના વાદળોની જેમ, સદા=સર્વકાળ, સ્ત્રીના નિસર્ગથી ચલાગપણાને જ પ્રકૃતિથી અસ્થિર રાપણાને જ, ચિંતવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સ્ત્રી પ્રત્યે થતા રાગના ઉદ્દભવને અટકાવવા માટે પૂર્વગાથામાં સ્ત્રી શરીરના સ્વરૂપની વિચારણા બતાવી; છતાં સંસારમાં અન્ય પદાર્થોના રાગ કરતાં સ્ત્રીનો રાગ થવાની ઉત્કટ સંભાવના હોવાને કારણે સ્ત્રીવિષયક અન્ય પણ વિચારણા બતાવે છે
સામાન્ય રીતે જીવ જે વ્યક્તિ ઉપર રાગ કરે છે તે વ્યક્તિ પણ પોતાને સમાન જ રાગ કરે તેવી અપેક્ષા રાખે છે, છતાં સ્ત્રી પ્રત્યે પોતાના રાગની સમાન જ સ્ત્રીનો પોતાના પ્રત્યે રાગ હોય તેવો નિયમ નથી; કેમ કે પ્રાયઃ કરીને સ્ત્રીઓને સમાન પ્રીતિ હોતી નથી, એ વાત લોકમાં પણ પ્રસિદ્ધ છે. છતાં કોઈ પુરુષને આશ્રયીને કોઈ સ્ત્રીને સમાન રાગ હોય, તોપણ સંધ્યા સમયે થતા વાદળોની જેમ સ્ત્રીભવને કારણે સ્ત્રીનો પ્રકૃતિથી જ અસ્થિર રાગ હોવાથી સમાન રાગ હોવા છતાં પણ સ્ત્રીનો તે રાગ ક્વચિત્ અન્યત્ર પણ ચાલ્યો જઈ શકે છે. માટે આવા અવિચારક રાગથી સર્યું.
આ પ્રકારનું ભાવન કરવાથી અનાદિભવથી અભ્યસ્ત એવો સ્ત્રી પ્રત્યેનો રાગ ઉદ્ભવ ન પામે તેવું સંયમી આત્માનું દઢ માનસ પેદા થાય છે. આથી સાધુએ નિમિત્તને પામીને સ્ત્રીવિષયક રાગ થયો હોય ત્યારે, અને રાગ ન થયો હોય ત્યારે પણ, સાધ્વાચારરૂપે આ પ્રકારની વિચારણા દ્વારા આત્માને ભાવનાઓથી વાસિત કરવો જોઈએ, જેથી સ્ત્રી પ્રત્યે રાગ ઉદ્ભવવાની સંભાવના રહે જ નહિ. l૮૮રા અવતરણિકા :
વળી, સ્ત્રી પ્રત્યે થયેલ રાગના નિવારણ અર્થે અથવા સ્ત્રી પ્રત્યે રાગ ન થાય તદર્થે, કેટલીક સ્ત્રીઓ વડે કરાતાં અકાર્યો બતાવવા દ્વારા પણ સ્ત્રી સ્વરૂપનું અન્ય ચિંતવન દર્શાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org