________________
૩૩૦
વતસ્થાપનાવસ્તક “યથા પાનિયિતવ્યનિ' દ્વાર/પેટા તાર: ‘ભાવના' Tગાથા ૮૮૦-૮૮૧
જીવને એવા કોઈ પદાર્થની પ્રાપ્તિ થતી નથી કે જેનાથી જીવ આત્માના સુખનો અનુભવ કરી શકે; ફક્ત વિષયોથી સંમોહિત થયેલ જીવ સ્વમતિકલ્પનાથી વિષયો દ્વારા પુલકિત થાય છે, અને જ્યારે તે વિષયોની સામગ્રી નાશ પામે છે ત્યારે શોકાતુર થાય છે. આમ, માયાજાળમાં કે ઇંદ્રજાળમાં પદાર્થની પ્રાપ્તિથી થયેલ સુખ જેમ અપારમાર્થિક હોય છે, તેમ વિષયોની પ્રાપ્તિથી થયેલ સુખ પણ અપારમાર્થિક છે, માટે તુચ્છ છે. આથી વિવેકસંપન્ન જીવ વિષયોથી નિરપેક્ષ થઈને પરમ સ્વસ્થતારૂપ પારમાર્થિક સુખને અનુભવે છે; અને પારમાર્થિક સુખનો અનુભવ નહીં કરી શકતા જીવો તુચ્છ સુખને આપનારા એવા વિષયસુખથી આનંદિત થાય છે.
વળી, કિંપાક ફળ જેમ દેખાવમાં સુંદર હોય છે અને ખાવામાં મધુર હોય છે, પરંતુ ખાનાર વ્યક્તિના પ્રાણનો શીધ્ર નાશ કરે છે; તેમ ઇન્દ્રિયને અનુકૂળ એવા શબ્દાદિ વિષયો જોવાથી રમ્ય લાગે છે, ભોગવવાથી મધુર લાગે છે, પરંતુ ભોગવવાથી થયેલ અશુભ ચિત્તને કારણે ભોગવનાર જીવના ભાવપ્રાણનો શીધ્ર નાશ કરે છે. આથી વિષયો કિંપાકફળની ઉપમાવાળા છે.
વળી, આ વિષયો પાપરૂપ છે. જેમ પાપનું ફળ ખરાબ હોય છે, તેમ વિષયોના સેવનનું દુર્ગતિઓની પરંપરારૂપ ફળ પણ ખરાબ છે. આથી વિષયો વિરસ અવસાનવાળા છે અર્થાત અશુભ અંતવાળા છે. ૮૮૦
ગાથા :
तत्तो अ माइगामस्स निआणं रुहिरमाइ भाविज्जा ।
कलमलगमंससोणिअपुरीसपुण्णं च कंकालं ॥८८१॥ અન્વયાર્થ :
તો =અને ત્યારપછી મારામ=માતૃગ્રામના=સ્ત્રીસમૂહના, નિમvi નિદાન=કારણભૂત, હિરૂ રૂધિરાદિને વર્તમામંfપુરીપુuvi વ્ર અને કલમલક=અપવિત્ર, એવા માંસ, શોણિત અને પુરીષથી પૂર્ણ એવા જાનં-કંકાલને હાડપિંજરને, ભાવિકભાવન કરે. ગાથાર્થ :
અને ત્યારપછી સ્ત્રીસમૂહના કારણભૂત રુધિરાદિને અને અપવિત્ર એવા માંસ, લોહી અને મળથી ભરેલા હાડપિંજરનું ભાવન કરે. ટીકા :
एवं भावनान्तरं, ततश्च मातृग्रामस्य-स्त्रीजनस्य निदानं-निमित्तं रुधिरादि, आदिशब्दाच्छुक्रादिपरिग्रहः, रक्तोत्कटा स्त्रीत्येवमुपन्यासः, भावयेदित्येतदभ्यस्येत्, तथा कलमलकमांसशोणितपुरीषपूर्णं च कंकालं भावयेदिति गाथार्थः ॥८८१॥ ટીકાર્ય :
આ રીતે પૂર્વમાં જીવલોકનું અસ્થિરપણું અને વિષયોનું દુઃખરૂપપણું બતાવ્યું એ રીતે, ભાવનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org