________________
33
વતસ્થાપનાવક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૬
ગાથા :
चिंतेइ कज्जमन्नं अण्णं संठवइ भासए अन्नं ।
पाढवइ कुणइमन्नं मायग्गामो निअडिसारो ॥८८६॥ અન્વયાર્થ :
એ વન્ન વિતેડું અન્ય કાર્યને ચિંતવે છે, પvi સંતવડું અન્યને સંસ્થાપે છે=અન્ય કાર્ય કરે છે, # માસઅન્યને બોલે છે, પઢવ ૩પ બન્ને પ્રારંભ કરે છે (અને) કરે છે અન્ય; માયમોમાતૃગામસ્ત્રીજન, વિડિયો નિકૃતિસાર છે. ગાથાર્થ :
અન્ય કાર્યને ચિંતવે છે, ક્રિયા દ્વારા અન્ય કાર્યને સ્થાપન કરે છે, અન્ય કાર્યને બોલે છે, એક કાર્યનો પ્રારંભ કરે છે અને કરે છે અન્ય કાર્ય; માતૃગ્રામ માયાપ્રધાન છે. ટીકાઃ
चिन्तयति कार्यमन्यत् चेतसा, अन्यत्संस्थापयते क्रियया, भाषतेऽन्यद्वाचा, प्रारभते करोत्यन्यत् मुहुः प्रारब्धत्यागेन, सर्वथा मातृग्रामो निकृतिसार: मायाप्रधान इति गाथार्थः ॥८८६॥ ટીકાર્ય - સ્ત્રીજન ચિત્તથી અન્ય કાર્યને ચિંતવે છે, ક્રિયાથી અન્યને અન્ય કાર્યને, સંસ્થાપે છે=આચરણાથી બીજું કાર્ય કરે છે, વચનથી અન્યને બોલે છે, પ્રારંભે છે, વારંવાર પ્રારબ્ધના ત્યાગ દ્વારા કરે છે અન્ય કોઈ કાર્ય શરૂ કરે છે, અને તે શરૂ કરેલ કાર્યનો વારંવાર ત્યાગ કરવા દ્વારા કરે છે કોઈ બીજું જ કાર્ય; આથી માતૃગ્રામ= સ્ત્રીજન, સર્વથા નિકૃતિસાર છે=માયાપ્રધાન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સ્ત્રીઓ માયાની પ્રધાનતાવાળી હોવાથી કાયાથી પતિની સેવા કરતી હોય તોપણ ચિત્તથી પોતાના પ્રિય સાથે મળવારૂપ કંઈક બીજું જ કાર્ય ચિંતવે છે; વળી, જે કાર્ય કરવાનું ચિંતવન કરે તેના કરતાં ચંચળ સ્વભાવને કારણે આચરણાથી અન્ય કાર્ય જ કરે છે. વળી આચરણાથી પોતે કરેલ કોઈ અનુચિત પ્રવૃત્તિને માયા દ્વારા છુપાવીને વાણીથી પતિ આગળ કાંઈક બીજું જ કહે છે; વળી ચંચળ સ્વભાવને કારણે કોઈ કાર્યનો પ્રારંભ કરે છે, અને વારંવાર પ્રારંભિત કાર્યના ત્યાગ દ્વારા કાયાથી કંઈક બીજું કાર્ય આચરે છે. માટે સ્ત્રીઓ સર્વ રીતે માયાની પ્રધાનતાવાળી હોય છે.
આ પ્રકારે ચિંતવવાથી સ્ત્રી પ્રત્યે રાગ થવાનો સંભવ રહે નહિ, અને ક્વચિત્ કોઈક સ્ત્રી પ્રત્યે રાગ થયો હોય તો પણ નાશ પામે. આંથી સાધુ આવી ભાવનાથી પોતાના આત્માને વાસિત કરે. ૮૮૬ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org