________________
વસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૯૦-૮૯૧
૩૪૧
ટીકા?
भावयत इदम् अनन्तरोदितं तत्त्वं, गाढं संवेगशुद्धयोगस्य-अत्यन्तं संवेगेन शुद्धव्यापारस्य, किमित्याह-क्षीयते क्लिष्टकर्म=अशुभमित्यर्थः, चरणविशुद्धिस्ततः क्लिष्टकर्मक्षयानन्तरं नियमात्= नियमेनेति गाथार्थः ॥८९०॥ ટીકાર્થ :
આને પૂર્વમાં કહેવાયેલ તત્ત્વને, ભાવન કરતા એવા, ગાઢ સંવેગથી શુદ્ધ યોગવાળાના=અત્યંત સંવેગથી શુદ્ધ વ્યાપારવાળાનાં, શું? એથી કહે છે – ક્લિષ્ટ કર્મ અર્થાત્ અશુભ કર્મ, ક્ષય પામે છે. તેનાથી ક્લિષ્ટ કર્મના ક્ષયની અનંતર અશુભ કર્મોનો ક્ષય થયા પછી તરત, નિયમથી ચરણની વિશુદ્ધિ થાય છે, આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વે કહેવાયેલ તત્ત્વનું ભાન કરનાર સાધુને સંસારની અસ્થિરતા, વિષયોની દુઃખરૂપતા અને સ્ત્રીસ્વરૂપની અસારતાનો બોધ થાય છે, અને તે બોધ દ્વારા સાધુમાં અત્યંત સંવેગથી સંયમના યોગોને અનુકૂળ એવો શુદ્ધ વ્યાપાર પ્રગટે છે; જે શુદ્ધ વ્યાપાર દ્વારા સાધુનાં ક્લિષ્ટ કર્મો દૂર થાય છે અર્થાત્ ભાવનાઓથી વાસિત થયેલો જીવ મોક્ષ પ્રત્યે બદ્ધમાનસવાળો બનવાથી મોક્ષને અનુકૂળ એવી ઉચિત ક્રિયાઓ અત્યંત સંવેગપૂર્વક શુદ્ધ કરી શકે છે, જેનાથી મોક્ષમાર્ગનાં પ્રતિબંધક એવાં અશુભ કર્મો નાશ પામે છે અને જીવની પરિણતિરૂપ ચારિત્રની નિયમથી વિશુદ્ધિ થાય છે. ll૮૯ot અવતરણિકા:
इहैव व्यापकं विधिमाह - અવતરણિયાર્થ:
અહીં જ=ભાવનાના વિષયમાં જ, વ્યાપક વિધિને કહે છે –
ભાવાર્થ :
પૂર્વમાં સામાન્ય રીતે જીવલોકનું અસ્થિરત્વ, વિષયોની અસારતા અને સ્ત્રીવિષયક અશુચિત્વાદિની ભાવનાઓ બતાવી, પરંતુ ભાવનાના વિષયમાં વ્યાપક વિધિ તો એ જ છે કે જેને જે દોષ વિશેષ રીતે સતાવતો હોય, તેને તે દોષને અનુરૂપ ભાવના કરવી જોઈએ, જેથી પોતાને સતાવતો દોષ દૂર થઈ શકે અને યોગમાર્ગમાં સુદેઢ પ્રવૃત્તિ થઈ શકે. તદર્થે વ્યાપક વિધિ બતાવે છે –
ગાથા :
जो जेणं बाहिज्जइ दोसेणं चेयणाइविसएणं । सो खलु तस्स विवक्खं तव्विसयं चेव भाविज्जा ॥८९१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org