________________
વ્રતસ્થાપનાવસ્તુકા‘યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૯
૩૩૯
અન્વચાર્યઃ
સફર્મ અને સદા વિરવીનામો જેવતેના માતૃગ્રામના, વિરાગના બીજથી જપત્નોમ પરલોકમાં સારીરમાતા કુવરમોર્વ સુનો વરવું =શારીરિક-માનસિક અનેક દુઃખોના મોક્ષરૂપ સુમોક્ષને મહિws ભાવન કરે.
ગાથાર્થ :
અને સદા માતૃગ્રામના વિરાગના બીજથી જ પરલોકમાં શરીરસંબંધી અને મનસંબંધી અનેક પ્રકારનાં દુઃખોની મુક્તિરૂપ સુમોક્ષને ભાવન કરે. ટીકાઃ
परलोके च आगामिजन्मादिरूपे सदा-सर्वकालं तद्विरागबीजादेव-मातृग्रामविरागकारणादेव भावयेत्, किमित्याह-शारीरमानसानेकदुःखमोक्षं सकलदुःखक्षयरूपमित्यर्थः, किमित्याह-सुमोक्षं च अभावरूपादिव्युदासेन निरुपमसुखरूपमिति गाथार्थः ॥८८९॥ * “માનવ'માં “માર' પદથી આગામી અજન્મનું ગ્રહણ કરવાનું છે. * “મવરૂપવિત્રુતાન ''માં “વિ' પદથી સુખના અભાવરૂપના સુદાસનો પરિગ્રહ કરવાનો છે. ટીકાર્ય :
અને આગામી જન્માદિરૂપ પરલોકમાં સદા=સર્વકાળ, તેના વિરાગના બીજથી જ=માતૃગ્રામના વિરાગના કારણથી જ, ભાવન કરે, શું? એથી કહે છે – શરીરસંબંધી અને મનસંબંધી અનેક દુઃખોના મોક્ષને સકલ દુઃખોના ક્ષયરૂપને, ભાવન કરે. કયા કારણથી?=મોક્ષ કયા કારણથી સકલ દુઃખના ક્ષયરૂપ છે? એથી કહે છે – અને અભાવરૂપાદિના વ્યદાસ દ્વારા=“મોક્ષ આત્માના અભાવરૂપ છે' ઇત્યાદિ કથનના ખંડન દ્વારા, નિરુપમ સુખરૂપ સુમોક્ષ છે=મોક્ષ છે, એ પ્રમાણે ભાવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વમાં બતાવ્યું એ રીતે સ્ત્રીના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ઉપર સ્ત્રીવિષયક વિરાગના સંસ્કાર પડે છે, અને તે સંસ્કારને કારણે અન્ય ભવમાં શારીરિક-માનસિક દુઃખોનો ક્ષય થાય છે અને અંતે નિરુપમ સુખરૂપ શ્રેષ્ઠ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે.
અહીં કહ્યું કે વિરાગના બીજથી જ શારીરિક-માનસિક અનેક પ્રકારનાં દુઃખોનો નાશ થાય છે. એથી એ ફલિત થાય કે મોક્ષ સર્વ દુઃખોથી રહિત છે અને જીવના નિરુપમ સુખરૂપ પણ છે, એ જણાવવા માટે સુમોક્ષનું ભાવન કરવાનું કહ્યું. આ રીતે ભાવન કરવાથી સ્ત્રીનો વિરાગભાવ પરમ સુખનું કારણ છે એવી બુદ્ધિ સ્થિર થાય છે, અને તેવી બુદ્ધિ સ્થિર થવાથી સાધુ સંયમમાં દઢ યત્ન કરવા દ્વારા મોક્ષની સાધના કરવા માટે સમર્થ બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org