________________
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના’ | ગાથા ૮૮૭
અવતરણિકા :
તથા
અવતરણિકાર્થ:
અને સાધુએ સ્ત્રીવિષયક અન્ય શું ચિંતવન કરવાનું છે ? તે ‘તથા'થી સમુચ્ચય કરીને બતાવે છે
ગાથા :
तस्सेव य झाएज्जा भुज्जो पयईअ णीयगामित्तं ।
सइ सोक्खमोक्खपावगसज्झाणरिवुत्तणं तहय ॥८८७॥
336
અન્વયાર્થઃ
તસ્મેવ ય=અને તેના જ=માતૃગ્રામના જ, મુન્નો-વારંવાર પયજ્ઞપ્રકૃતિથી ળીયામિત્ત-નીચગામિત્વને, સફ સોવલમોવસ્તુપાવામજ્ઞાળવૃિત્તળું=સદા સૌખ્યરૂપ મોક્ષના પ્રાપક એવા સધ્યાનના રિપુત્વને તય= અને આને=આગળમાં કહેવાશે એને, જ્ઞાપન્ના=ધ્યાન કરે.
* ‘તય' તથા રૂવું અર્થક છે.
ગાથાર્થ
અને માતૃગ્રામના જ વારંવાર પ્રકૃતિથી નીચગામીપણાનું, સદા સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવનાર એવા સર્ધ્યાનના શત્રુપણાનું અને આગળમાં કહેવાશે એનું ધ્યાન કરે.
ટીકાઃ
तस्यैव च=मातृग्रामस्य भूयः पुनः २ प्रकृत्या नीचगामित्वमनुत्तमत्वात्, सदा सौख्यमोक्षप्रापकसद्ध्यानरिपुत्वं ध्यायेत् तथेदं = वक्ष्यमाणमिति गाथार्थः ||८८७॥
ટીકાર્ય
અને તેના જ=માતૃગ્રામના જ, વારંવાર પ્રકૃતિથી નીચગામીપણાને ધ્યાન કરે; કેમ કે અનુત્તમપણું છે અર્થાત્ માતૃગ્રામની પ્રકૃતિ ઉત્તમ હોતી નથી. સદા સૌખ્યરૂપ મોક્ષના પ્રાપક સધ્યાનના રિપુત્વને=હંમેશાં સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવનાર એવા સદ્યાનના શત્રુપણાને, અને આને=વક્ષ્યમાણને=આગળમાં કહેવાશે એને, ધ્યાન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
સ્ત્રીઓ તુચ્છ સ્વભાવવાળી હોવાથી હંમેશાં હલકાં કાર્યો કરવાની તેની પ્રકૃતિ હોય છે; કેમ કે પ્રાયઃ કરીને સ્ત્રીભવમાં ઉત્તમ પ્રકૃતિ મળતી નથી. આથી ગમે તેવું હલકું કાર્ય સ્ત્રીઓ દ્વારા થવાની સંભાવના રહે છે. વળી, પરમ સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવનાર એવું સાન કરનારા પણ મુનિને સાનમાંથી ચલાયમાન કરાવનાર સ્ત્રી છે. માટે સ્ત્રીઓને સદ્યાનના શત્રુ તરીકે ભાવન કરવાથી પ્રબળ નિમિત્તની પ્રાપ્તિમાં પણ સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ ન થાય, તેવા પ્રકારનું મુનિનું ચિત્ત તૈયાર થાય છે. II૮૮૭ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org