________________
૩૩૧
વ્રતસ્થાપનાવતુકા‘ાથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૧-૮૮૨ અનંતર=ભાવન કર્યા પછી, શું કરવાનું છે? તે બતાવે છે – અને ત્યારપછી માતૃગ્રામનું=સ્ત્રીજનનું, નિદાન=નિમિત્ત, રુધિરાદિ છે. “મરિ’ શબ્દથી શુક્રાદિનો પરિગ્રહ છે.
અહીં શંકા થાય કે સ્ત્રીજનનું કારણ રુધિરાદિ જ કેમ કહ્યું? શુક્રાદિ કેમ ન કહ્યું? એથી કહે છે– રક્ત છે ઉત્કટ જેમાં એવી સ્ત્રી છે, એથી આ પ્રકારે=સ્ત્રીજનનું નિમિત્ત રુધિરાદિ છે એ પ્રકારે, ઉપન્યાસ છે. ભાવન કરે એટલે આનો સ્ત્રીજનનું કારણ રુધિરાદિ છે એનો, અભ્યાસ કરે; અને કલમલક-અશુચિમય, એવાં માંસ, શોણિત અને પુરીષથી પૂર્ણ એવા કંકાલને હાડપિંજરને, ભાવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં પાંચેય ઇન્દ્રિયોના વિષયોનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું, તદન્તર્ગત જ સ્ત્રીરૂપ સ્પર્શનેન્દ્રિયના વિષયનું ચિંતવન આવી જાય છે; છતાં અનાદિ ભવના અભ્યાસને કારણે જીવને સ્ત્રીરૂપ વિષય પ્રત્યે વિશેષ રાગ થવાની સંભાવના હોય છે. માટે સંયમ ગ્રહણ કર્યા પછી પણ સ્ત્રીવિષયક રાગનું બીજ ઉદ્ભવ પામી ન શકે તદર્થે સાધુએ પોતાના આત્માને ભાવનાઓથી ભાવિત કરવાનો છે. આથી વિષયોના વાસ્તવિક સ્વરૂપમાં સ્ત્રીરૂપ વિષયની પ્રાપ્તિ થઈ જતી હોવા છતાં તેમાં વિશેષ રાગની સંભાવનાથી સ્ત્રીનું સ્વરૂપ વિશેષથી પ્રસ્તુતમાં જણાવે છે –
સ્ત્રી શરીરની ઉત્પત્તિનું કારણ રુધિર, શુક્ર વગેરે છે, એમ વિચારવાથી અશુચિવાળા પદાર્થોમાંથી સ્ત્રીશરીર બનેલ છે, તેવી બુદ્ધિ સ્થિર થાય છે; જેના કારણે ચક્ષુથી દેખાતા બાહ્ય સુંદર રૂપ તરફ જીવનો ઉપયોગ ન જતાં સ્ત્રી શરીરની ઉત્પત્તિરૂપ અશુચિમય ભાવો તરફ જ જીવનો ઉપયોગ જાય, જેથી બાહ્ય નિમિત્તની પ્રાપ્તિમાં પણ બાહ્ય રૂપાદિ પ્રત્યે ઉપયોગ નહીં જવાથી સ્ત્રીશરીર ઉપર રાગનો ઉદ્ભવ થઈ શકે નહિ.
વળી, સ્ત્રીશરીરનો ઉદ્દભવ રુધિરાદિમય છે એ દૃષ્ટિએ તો સ્ત્રીશરીર અશુચિમય છે, પરંતુ વર્તમાનમાં દેખાતું સ્ત્રીઓનું સુંદર શરીર પણ ગંદા એવા લોહી, માંસ, મળથી ભરેલા હાડકાંના સમૂહરૂપ છે, આ પ્રકારની ભાવનાથી વાસિત થયેલ મતિ માત્ર બાહ્ય રૂપ જોવા માટે ઉત્સુક બનતી નથી, પરંતુ સ્ત્રીશરીરના વાસ્તવિક ગંદા સ્વરૂપ પ્રત્યે જ ઉપયોગ જવાથી અનાયાસે પણ ક્યારેક સ્ત્રી શરીર પર દષ્ટિ પડે તોપણ મુનિની મતિ રાગાકુળ બનતી નથી. l૮૮૧||
ગાથા :
तस्सेव य समरागाभावं सइ तम्मि तह विचिंतिज्जा ।
संझब्भगाण व सया निसग्गचलरागयं चेव ॥८८२॥ અન્વયાર્થ:
તરસેવ અને તેના જ=સ્ત્રીજનના જ, સમરી-માર્વસમરાગના અભાવને વિિિતજ્ઞ ચિંતવવું જોઈએ, તદ અને તમિ સફેંકતે હોતે છતે સમરાગનો ભાવ હોતે છતે, સંભIT વસંધ્યાના અભ્રકોની જેમ સાંસદા (સ્ત્રીની) નિલીવરીયં વ=નિસર્ગથી ચલાગતાને જ (ચિંતવવી જોઈએ.) * ‘વેa' gવકાર અર્થમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org