________________
વતસ્થાપનાવસ્તકI'યથા પાનિયતધ્યાન' દ્વાર/પેટા હાર: ‘ભાવના' | ગાથા ૮૮૦
૩૯
ગાથાર્થ :
અને વિષયો દુઃખરૂપ છે, ચિંતા અને આચાસરૂપ બહુ દુઃખને ઉત્પન્ન કરનારા છે, માયાજાળ અને ઇંદ્રજાળ સરખા છે, કિંપાક ફળની ઉપમાવાળા છે અને પાપરૂપ છે. ટીકા :
विषयाश्च-शब्दादयो दुःखरूपा:-सम्मोहनाः विषयवतां, तथा चिन्ताऽऽयासबहुदुःखसञ्जननाः तदन्वेव तथानुभवनात्, तथा मायेन्द्रजालसदृशाः तुच्छाः, किम्पाकफलोपमाः, पापा-विरसावसाना इति गाथार्थः ॥८८०॥ ટીકાર્ય :
અને શબ્દાદિ વિષયો દુઃખરૂપ છે=વિષયવાળાઓના સંમોહન છે–વિષયોમાં પ્રવૃત્તિ કરનારા જીવોને સંમોહ પેદા કરનારા છે, તથા ચિંતા અને આયાસરૂપ બહુ દુઃખના સંજનન છે=ચિંતા અને પ્રયત્નરૂપ ઘણા દુઃખને ઉત્પન્ન કરનારા છે, કેમ કે તેનાથી પછી જ તે પ્રકારનું અનુભવન છે વિષયોની પ્રાપ્તિ થયા પછી જ ચિંતા અને પ્રયત્નરૂપ ઘણા દુઃખનો જીવને અનુભવ થાય છે, અને માયા-ઇન્દ્રજાળસદેશ=માયાજાળ અને ઇન્દ્રજાળ સરખા, તુચ્છ છે, કિપાક ફળની ઉપમાવાળા છે, પાપરૂપ છે=વિરસ અવસાનવાળા છે અર્થાત્ વિષયોનો અંત ખરાબ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પાંચેય ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો જીવને સુખરૂપે પ્રતીત થતા હોવાથી મોક્ષમાર્ગની સાધના કરનાર પણ મુનિ ક્યારેક વિષયો તરફ આકર્ષાઈ જાય તેવી સંભાવના છે. માટે તે વિષયોનું વાસ્તવિક સ્વરૂપ સ્થિર કરવા માટે કહે છે કે શબ્દાદિ વિષયો દુઃખરૂપ છે. સામાન્ય રીતે વિષયોનું ઇન્દ્રિયોને અનુકૂળ વેદન થતું હોવાથી અનુકૂળ વિષયોને દુઃખરૂપ કહી શકાય નહિ; કેમ કે જેનું પ્રતિકૂળ વેદન થતું હોય તેને દુઃખ કહેવાય, અને જો વિષયો દુ:ખરૂપ જ હોય તો તેના પ્રત્યે જીવને આકર્ષણ થવાનો સંભવ રહે નહિ. આમ છતાં વિષયોમાં પ્રવૃત્તિ કરનારા જીવોને સંમોહન કરનારા વિષયો છે, એ અપેક્ષાએ દુઃખરૂપ છે અર્થાત્ વિષયો જીવને આત્મભાન ભુલાવીને, હિતની પ્રવૃત્તિ છોડાવીને જીવમાં સંમોહ પેદા કરે છે, અને તે વિષયોથી સંમોહિત થયેલ જીવ આત્મહિતની ઉપેક્ષા કરીને પોતાનું જ અહિત કરે છે. આથી સંમોહ કરવા દ્વારા આત્માનું અહિત કરનાર હોવાથી વિષયો દુઃખરૂપ છે.
વળી, વિષયોના અર્થી જીવો વિષયોને પ્રાપ્ત કરીને તેના રક્ષણની અને વૃદ્ધિની ચિંતારૂપ દુઃખનો અનુભવ કરે છે, અને સાથે સાથે તે સામગ્રીના રક્ષણ અને વૃદ્ધિ માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવા રૂપ દુ:ખનો અનુભવ કરે છે. આથી વિષયો ચિંતા અને આયાસરૂપ ઘણા દુઃખને પેદા કરનારા છે; કેમ કે વિષયોમાં સુખ છે, એવી શ્રદ્ધાવાળા જીવોને વિષયોની પ્રાપ્તિ પછી તરત જ ચિંતા અને આયાસરૂપ બહુ દુઃખનો અનુભવ થાય છે.
વળી, વિષયો માયાજાળ કે ઇંદ્રજાળ જેવા તુચ્છ છે. જેમ સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ મોટું રાજ્ય કેવલ માનસિક કલ્પનાત્મક જ છે, પરંતુ વાસ્તવિક નથી; અથવા ઇંદ્રજાલિક દ્વારા બનાવાયેલ કૌતુક ક્ષણભર પૂરતું જ હોય છે, પરંતુ વાસ્તવિક હોતું નથી; તેમ બાહ્ય વિષયો જીવથી તદ્દન જુદા છે, આથી વિષયોના ભોગવટાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org