________________
૩૧૮
વ્રતસ્થાપનાવસ્તુકકથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “વિચાર” | ગાથા ૮૦૨-૮૦૩
ટીકાર્ય
જે પ્રકારે અગદ=ઔષધ, મંત્રાદિ વડે સમ્યગુ કરાયેલ છે પ્રતિકાર જેનો એવું, ભક્ષિત છતું ખવાયેલ છતું, બહુ પણ વિષ મારતું નથી, અને વિપરીત=નથી કરાયેલ પ્રતિકાર જેનો એવું, સ્ટોક પણ થોડું પણ ખવાયેલ વિષ, મારે છે. આ ઉપમા અહીં છે=અતિચારના વિચારમાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
અર્થપદની સમ્યગુ વિચારણાનું તાત્પર્ય બતાવતાં કહે છે કે જેમ ઔષધ, મંત્રાદિ વડે વિષનો સમ્યગુ રીતે પ્રતિકાર કરવામાં આવે તો ઘણું પણ વિષ ખાવા છતાં મારતું નથી, તેમ પૂર્વ ઋષિઓ જેવા અતિઅપ્રમત્ત નહીં હોવાથી વર્તમાનના સાધુઓ ઘણા અતિચારવાળા છે, તોપણ પ્રતિપક્ષ અધ્યવસાન દ્વારા લાગેલ અતિચારોનો સમ્યગૂ પ્રતિકાર કરે તો તેઓના અતિચારો સંસારપરિભ્રમણનું કારણ બનતા નથી, પરંતુ જે રીતે પ્રતિકાર નહીં કરાયેલ થોડું પણ વિષ ખાનાર વ્યક્તિનો વિનાશ કરે છે, તેમ પ્રતિકાર નહીં કરાયેલ અતિચારો અતિચાર સેવનાર જીવનો દુર્ગતિઓમાં લઈ જવારૂપ વિનાશ કરે છે. I૮૭૨ા. અવતરણિકા: | વિપક્ષમા – અવતરણિયાર્થ: - પૂર્વગાથામાં ઐદંપર્ય બતાવતાં કહ્યું કે સમ્યગુ પ્રતિકાર કરાયેલું વિષ જેમ વિનાશનું કારણ બનતું નથી, તેમ સમ્યગૂ પ્રતિકાર કરાયેલા અતિચારો વિનાશનું કારણ બનતા નથી. તેના વિપક્ષને કહે છે અર્થાત્ પ્રતિકાર નહીં કરાયેલા અતિચારો વિનાશનું કારણ બને છે, એ રૂપ વિપરીત પક્ષ બતાવે છે –
ગાથા :
जे पडिआरविरहिआ पमाइणो तेसि पुण तयं चित्तं ।
दुग्गहिअसराहरणा अणिट्ठफलयं पिमं भणिअं ॥८७३।। અન્વયાર્થ:
ને હિમારવિદિ પટ્ટિો જેઓ પ્રતિકારથી વિરહિત એવા પ્રમાદી છે, તે પુક્તિઓનું વળી તર્થ ચિત્તે તે=ધર્મચરણ, ચિંત્ય છે. ટુરિસરફર=દુગૃહીત બાણના ઉદાહરણથી રૂાં આ પ્રતિકારથી વિરહિત એવા સાધુઓનું ધર્મચરણ, મળgયનાથે પિકઅનિષ્ટ ફળને દેનારું પણ મforગં કહેવાયું છે. ગાથાર્થ :
જેઓ પ્રતિકારથી વિરહિત એવા પ્રમાદી છે, તે પ્રમાદી સાધુઓનું વળી ધર્મનું આચરણ ચિંત્ય છે. દુગૃહીત બાણના ઉદાહરણથી પ્રતિકારથી વિરહિત એવા સાધુઓનું ધર્મનું આચરણ અનિષ્ટ ફળને દેનારું પણ કહેવાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org