________________
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘વિચાર' | ગાથા ૮૦૩
ટીકા
ये प्रतिकारविरहिताः अतिचारेषु प्रमादिनो द्रव्यसाधवः, तेषां पुनस्तद्- धर्म्मचरणं यथोदितं चिन्त्यं = न भवतीत्यर्थः, एतदेव स्पष्टयति-दुर्गृहीतशरोदाहरणात्-शरो यथा दुर्गृहीतो हस्तमेवावकृन्तति श्रामण्यं दुष्परामृष्टं नरकानुपकर्षतीत्यस्मादनिष्टफल(? द्) मप्येतद् = धर्म्मचरणं द्रव्यरूपं भणितं मनीषिभिरिति ગાથાર્થ: ૫૮૭૩૫
નોંધઃ
ટીકામાં અનિષ્ટ નવિ છે તેને સ્થાને મૂળગાથા પ્રમાણે અનિષ્ટ પિ હોવું જોઈએ. અથવા ટીકામાં અનિષ્ટતમપિ જ હોય તો બહુવ્રીહિ સમાસ કરવાનો, કે દ્રવ્યરૂપ ધર્મચરણ મનીષીઓ વડે અનિષ્ટ ફળ છે જેનું એવું પણ કહેવાયું છે. * ‘‘અનિષ્ટત્તમપિ’’માં ‘પિ’થી એ જણાવવું છે કે અતિચારોનો પ્રતિકાર નહીં કરનારા પ્રમાદી સાધુઓનું ધર્મચરણ ચિંત્ય તો છે, પરંતુ અનિષ્ટ ફળ દેનારું પણ છે.
ટીકાર્ય
.........વ્યસાધવ: અતિચારોના પ્રતિકારથી વિરહિત એવા જે પ્રમાદી દ્રવ્યસાધુઓ છે, તેષાં પુનઃ તદ્-યથોવિત ધર્મચરળ ચિત્ત્વ તેઓનું વળી તેયથોદિત ધર્મનું આચરણ, ચિંત્ય છે, ન મવતીત્યર્થઃ અર્થાત્ થતું નથી=મોક્ષનું કારણ થતું નથી.
एतदेव स्पष्टयति આને જ=પ્રતિકારથી વિરહિત એવા પ્રમાદી સાધુઓનું ધર્મચરણ મોક્ષનું કારણ થતું નથી એને જ, સ્પષ્ટ કરે છે
-
૩૧૯
-
Jain Education International
यथा दुर्गृहीतो शरो हस्तमेव अवकृन्तति, दुष्परामृष्टं श्रामण्यं नरकान् उपकर्षति ४ रीते हुर्गृहीत खेवुं બાણ હાથને જ છેદે છે, તે રીતે દુષ્કરાકૃષ્ટ=અતિચારોથી સેવાયેલું, શ્રમણપણું નરકોને ખેંચી લાવે છે. કૃત્તિ अस्माद् दुर्गृहीतशरोदाहरणात् एतद्-द्रव्यरूपं धर्म्मचरणं अनिष्टफलदं अपि मनीषिभिः भणितं खे प्रहारे આ દુગૃહીત શરના=ખોટી રીતે ગ્રહણ કરેલ બાણના, ઉદાહરણથી આ=દ્રવ્યરૂપ ધર્મચરણ, અનિષ્ટ ફળને દેનારું પણ મનીષીઓ વડે–બુદ્ધિશાળીઓ વડે, કહેવાયું છે, રૂતિ ગાથાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
જે સાધુઓ સંયમજીવનમાં લાગતા અતિચારોને દૂર કરવામાં પ્રમાદી છે અને અતિચાર સેવ્યા પછી તે અતિચારનું પ્રતિપક્ષ અધ્યવસાન કરતા નથી, તેવા સાધુઓ ભાવસાધુ નથી, પરંતુ દ્રવ્યસાધુ છે, અને શાસ્ત્રમાં કહેવાયું છે તેવા પ્રકારનું ચારિત્રધર્મનું સેવન તેઓ કરતા નથી તેથી તેઓનું ચારિત્રનું સેવન મોક્ષનું કારણ થતું નથી, પરંતુ અનિષ્ટ ફળને આપનારું થાય છે.
કેમ અનિષ્ટ ફળને આપનારું થાય છે ? એ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
જેમ કોઈ બાણને ઊંધી રીતે પકડે તો તે બાણ પકડનાર વ્યક્તિનો જ હાથ છેદાઈ જાય છે, તેમ સંયમ ગ્રહણ કરીને જે સાધુ પોતાને લાગતા અતિચારો દૂર કરવા યત્ન કરતા ન હોય, અને થયેલ અતિચારને પ્રતિપક્ષ અધ્યવસાય દ્વારા શુદ્ધ કરવા પ્રયત્ન કરતા ન હોય, તે સાધુનું શ્રમણપણું તેને અનેક ભવો સુધી નરકમાં ખેંચીને લઈ જાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org