________________
૩૧૬
વ્રતસ્થાપનાવસ્તુક/રથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વારઃ “વિચાર” | ગાથા ૮૦૦-૮૦૧ પ્રત્યે તીવ્ર જુગુપ્સાભાવ થાય તે રીતે ઉપયુક્ત થઈને, અતિચારનું આલોચન કરે; જેનાથી સંવેગને કારણે પોતાનાથી લેવાયેલ અતિચારના સમાન ગુણવાળો શુદ્ધ ભાવ પ્રગટે તો પોતાને લાગેલ અતિચારથી બંધાયેલ પાપ નાશ પામે છે, અને આત્મામાં પડેલ તે અતિચારના સંસ્કારો પણ નાશ પામે છે; તથા આલોચનાકાળમાં સંવેગનો પ્રકર્ષ થાય તો પોતે સેવેલ અતિચારથી બંધાયેલ પાપ કરતાં પણ અધિક ગુણવાળો શુદ્ધ ભાવ પ્રગટે છે, જેથી લાગેલ અતિચારનું પાપ તો નાશ પામે છે, પરંતુ અન્ય પણ ઘણાં પાપો નાશ પામે છે; અને જો વીર્યનો પ્રકર્ષ થાય તો ક્ષપકશ્રેણિ પણ પ્રાપ્ત થઈ શકે છે. માટે સાધુએ અતિચાર ન થાય તે રીતે યત્ન કરવો જોઈએ, અને ક્યારેક અતિચાર થઈ જાય, તો તેની શુદ્ધિ માટે તેવા પ્રકારના ભાવપૂર્વક અતિચારના આલોચનમાં યત્ન કરવો જોઈએ.
અહીં “પ્રાયઃ' શબ્દ દ્વારા એ જણાવવું છે કે મોટાભાગે લાગેલ અતિચારોની શુદ્ધિ યત્નપૂર્વક કરાયેલા પ્રતિપક્ષ અધ્યવસાનથી જ થાય છે; તોપણ કોઈક વખત તેવા પ્રકારનો અતિચારના શોધન માટે યત્નપૂર્વક પરિણામ થયા વગર જ સહજ રીતે જીવમાં તેવા પ્રકારનો પરિણામ થાય છે જેથી જીવની શુદ્ધિ થાય છે. આથી ટીકામાં કહ્યું કે યદચ્છા પણ ક્યારેક પાપના નાશનો હેતુ છે, તોપણ પાપના નાશનો મુખ્ય ઉપાય તો ઉપયોગપૂર્વક આલોચનાદિ જ છે. I૮૭૦
ગાથા :
एव पमत्ताणं पि हु पइअइआरं विवक्खहेऊणं ।
आसेवणे ण दोसो त्ति धम्मचरणं जहाऽभिहिअं ॥८७१॥ અન્વયાર્થ:
પર્વ આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, પમત્તા ઉપ પ્રમત્તોને પણ પારં-પ્રતિઅતિચાર વિવાદે વિપક્ષ હેતુઓનું માસેવો આસેવન કરાવે છતે ટોસો દોષ નથી=ચારિત્રમાં દોષ નથી, ત્તિ એ રીતે થમરVi=ધર્મચરણ=ધર્મનું સેવન, નહીંfપરિમં યથા અભિહિત થાય છે જે પ્રકારે ગાથા ૮૬૮માં કહેવાયું તે રીતે મોક્ષનો હેતુ થાય છે. * “વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
આ રીતે પ્રમત્ત પણ સાધુઓને દરેક અતિચારને આશ્રયીને વિપક્ષ હેતુઓનું આસેવન કરાવે છતે ચાસ્ત્રિમાં દોષ નથી, એ રીતે ધર્મનું સેવન જે પ્રકારે ગાથા ૮૬૮માં કહેવાયું તે રીતે મોક્ષનો હેતુ થાય છે. ટીકા : ___ एवं प्रमत्तानामपि साधूनां प्रत्यतिचारम्-अतिचारं २ प्रति विपक्षहेतूनां-यथोक्ताध्यवसानानां आसेवने सति न दोषः, अतिचारक्षयात्, इति एवं धर्माचरणं यथाभिहितं-शुद्धत्वात् मोक्षस्य हेतुरिति થાર્થ ૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org