________________
વ્રતસ્થાપનાવસ્તુક, યથા પતિયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “વિચાર” | ગાથા ૮૦૦
૩૧૫
* “ક્ષપાતરપિ''માં ‘મપિ'થી એ બતાવવું છે કે પ્રતિપક્ષ અધ્યવસાન ન થાય તો અતિચારના ક્ષપણનો હેતુ નથી, પરંતુ પ્રતિપક્ષ અધ્યવસાન થાય તો અતિચારના ક્ષપણનો હેતુ પણ છે. * “પછાડfu'માં ‘મા'થી એ જણાવવું છે કે પ્રતિપક્ષ અધ્યવસાન તો અતિચારના ક્ષપણનું કારણ છે; પરંતુ ચદચ્છા પણ તેવા પ્રકારનો સ્વભાવથી થતો પરિણામ પણ, અતિચારના ક્ષપણનું કારણ છે. * “નાડડનોરનામિત્ર'માં ‘વિ' શબ્દથી સેવેલ અતિચારથી વિરુદ્ધ અધ્યવસાય જે પ્રકારે ઉત્પન્ન થાય તે પ્રકારના ઉપયોગથી શૂન્ય એવા અન્ય પ્રાયશ્ચિત્તાદિનું ગ્રહણ કરવાનું છે.
ટીકાર્ય :
ક્લિષ્ટથી=સંક્લિષ્ટ અધ્યવસાયથી, શુદ્ધ એવું તુલ્યગુણવાળું કે અધિકગુણવાળું પ્રતિપક્ષઅધ્યવસાન પ્રાયઃ કરીને તેના=અતિચારના, ક્ષપણનો હેતુ પણ છે. ક્યારેક યદચ્છા પણ છે તેવા પ્રકારનો સ્વભાવથી થતો પરિણામ પણ અતિચારના ક્ષપણનો હેતુ છે. એથી પ્રાય: શબ્દનું ગ્રહણ છે. પરંતુ તેવા પ્રકારના ભાવથી શૂન્ય એવું આલોચનાદિમાત્ર નહિ;
કયા કારણથી ?=ભાવશૂન્ય એવું આલોચનાદિમાત્ર કયા કારણથી અતિચારના ક્ષપણનો હેતુ નથી? એથી કહે છે – કેમ કે તેઓને પણ=બ્રાહ્મી આદિ પ્રાણીઓને પણ, ઓઘથી સામાન્યથી, તેનો ભાવ હતો= આલોચનાદિમાત્રનો ભાવ હતો, આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કુષ્ઠાદિની ચિકિત્સાના દષ્ટાંતથી કહ્યું કે ચારિત્રમાં લાગેલ સૂક્ષ્મ પણ અતિચાર વિપાકમાં અતિરૌદ્ર થાય છે. તેથી પ્રશ્ન થાય કે મોક્ષના અર્થી એવા વર્તમાનના સાધુઓ શું કરે તો તેઓનું ચારિત્ર મોક્ષનું કારણ બની શકે ? અને સંયમજીવનમાં લાગતા અતિચારોના અનર્થોથી બચી શકે ? તેથી કહે છે
જે અતિચાર લાગ્યો હોય તે અતિચારના તુલ્યગુણવાળો અથવા તે અતિચારથી અધિક ગુણવાળો પ્રતિપક્ષ અધ્યવસાય થાય તો પ્રાયઃ કરીને તે અતિચાર નાશ પામે; પરંતુ તુલ્ય કે અધિક ગુણવાળા પ્રતિપક્ષ અધ્યવસાયનું કારણ બને તેવા પ્રકારના ભાવથી શૂન્ય એવી આલોચના આદિ માત્રથી અતિચારનો નાશ થઈ શકતો નથી; કેમ કે તેવા પ્રકારના ભાવથી શૂન્ય એવી સામાન્ય આલોચના આદિ માત્ર બ્રાહ્મી-સુંદરી વગેરે જીવોએ પણ કરી હતી, છતાં તેઓને સૂક્ષ્મ પણ અતિચારોનું મોટું ફળ પ્રાપ્ત થયું. તેથી અતિચારના તુલ્ય કે અધિક ગુણવાળા પ્રતિપક્ષ ભાવો પ્રગટ થાય તેવા યત્નપૂર્વકની આલોચના કરવામાં ન આવે, તો વર્તમાનના પ્રમાદી સાધુઓને લાગતા અનેક અતિચારના સમૂહનો વિપાક અતિરૌદ્ર પરિણામવાળો થાય. માટે મોક્ષના અર્થી સાધુએ અતિચાર ન લાગે તે રીતે જ સંયમધર્મની સર્વ ક્રિયાઓમાં દઢ યત્ન કરવો જોઈએ; વળી, અનાભોગ-સહસાત્કારથી ક્વચિત્ અતિચારનું સેવન થઈ જાય તો અત્યંત ઉપયોગપૂર્વક તે અતિચારના તુલ્યગુણવાળું કે તે અતિચારથી અધિકગુણવાળું પ્રતિપક્ષ અધ્યવસાન કરવું જોઈએ, જેથી અતિચારથી શુદ્ધ થયેલ ચારિત્ર મોક્ષનું કારણ બની શકે. વિશેષાર્થ :
ચારિત્રમાં અતિચાર ન લાગે તે માટે સુદઢ યત્ન કરતા પણ સાધુથી અનાદિના સંસ્કારને કારણે ક્વચિત્ અતિચારનું સેવન થઈ જાય, તો સાધુ તે સૂક્ષ્મ કે સ્થૂલ અતિચારનું સમ્યગું સમાલોચન કરીને, તે અતિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org