________________
૩૧૧
વ્રતસ્થાપનાવસ્તુક |‘વથા પાયિતવ્યાન' દ્વાર/પેટા દ્વારઃ “વિચાર” | ગાથા ૮૬૦-૮૬૮
વળી, નાના અતિચારનું મોટું ફળ બ્રાહ્મી વગેરેને કેમ પ્રાપ્ત થયું? એ યુક્તિથી વિચારવું આવશ્યક છે, અર્થાત્ નાના અતિચારનું મોટું ફળ મળ્યું એનો વિષય શું છે? તે વિચારવું જોઈએ. જેમાં બ્રાહ્મી આદિએ પૂર્વભવમાં અતિચારનું આલોચન ઉપયોગશૂન્યપણે કર્યું હતું, તે ઉપયોગશૂન્ય આલોચનરૂપ વિષયને કારણે તેઓને અનર્થકારી ફળ મળ્યું, જો તેઓએ ઉપયોગપૂર્વક આલોચન કર્યું હોત, તો તેઓને અનર્થકારી ફળ મળત નહીં, એ પ્રકારે વિષયનું ચિંતવન કરવું જોઈએ, જેથી પોતાને સંયમજીવનમાં લાગેલા અતિચારોનું અનર્થકારી ફળ પ્રાપ્ત થાય નહીં. ૮૬૭ી
અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
ગાથા ૮૬૬માં કહેલ અર્થપદની વિચારણા જ ગાથા ૮૬૭માં બતાવી કે બ્રાહ્મી આદિના નાના અતિચારોનું આટલું મોટું ફળ કઈ રીતે ઘટે? તે યુક્તિથી વિચારવું જોઈએ. હવે તેના વિષયમાં જ અન્ય શું વિચારવું જોઈએ? તેનો “તથા'થી સમુચ્ચય કરીને ગ્રંથકાર કહે છે –
ગાથા :
सइ एअम्मि अ एवं कहं पमत्ताण धम्मचरणं तु ? ।
अइआरासयभूआण हंदि मोक्खस्स हेउ त्ति ॥८६८॥ અન્વયાર્થ :
નિ મ ર પર્વ અને આ હોતે છતે જ સૂક્ષ્મ અતિચારોનું પણ મોટું ફળ હોતે છતે જ, સારાસમૂગા=અતિચારોના આશ્રયભૂત પમરાઈ=પ્રમત્ત સાધુઓનું મિરર તુ ધર્મચરણ જ મોવવર્સ દેશ મોક્ષનો હેતુ દં કેવી રીતે થાય ? * “પર્વ'માં અલાક્ષણિક છે, તેથી “પવ'કાર અર્થ ગ્રહણ કરવો. * “રિ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે. * “ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
અને નાના અતિચારોનું પણ મોટું ફળ હોતે છતે જ અતિચારોના આશ્રયભૂત પ્રમાદી સાધુઓનું ધર્મનું આચરણ જ મોક્ષનો હેતુ કેવી રીતે થાય? અર્થાત્ ન જ થાય. ટીકા? ____सत्येतस्मिंश्चैव यथार्थ एव कथं प्रमत्तानामद्यतनसाधूनां धर्मचरणमेव हन्दि मोक्षस्य हेतुरिति योग: ? नैवेत्यभिप्रायः, किंभूतानामित्याह-अतिचाराश्रयभूतानां-प्रभूतातिचारवतामिति गाथार्थः ।।८६८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org