________________
૩૧૦
વ્રતસ્થાપનાવસ્તુક |‘ાથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વારઃ “વિચાર' | ગાથા ૮૬૦ ગાથાર્થ :
બ્રાહી પ્રમુખાદિના ફળના કારણભૂત સૂક્ષ્મ અતિચારોનું જે મોટું ફળ કહેવાયું છે, એ યુક્તિથી કેવી રીતે ઘટે? ટીકા :
यथा सूक्ष्मातिचाराणां-लघुचारित्रापराधानां, किंभूतानामित्याह-ब्राह्मीप्रमुखादिफलनिदानानांकारणानां, प्रमुखशब्दात् सुन्दरीपरिग्रहः, आदिशब्दात्तपस्तपनप्रभृतीनां, यद् गुरु फलमुक्तं सूत्रे स्त्रीत्वकिल्बिषिकत्वादि एतत् कथं घटते युक्त्या कोऽस्य विषयः? इति गाथार्थः ॥८६७॥
ટીકાર્ય :
સૂક્ષ્મ અતિચારોનું લઘુ એવા ચારિત્રના અપરાધોનું ચારિત્રમાં થયેલ નાના દોષોનું, કેવા પ્રકારના સૂક્ષ્મ અતિચારોનું? એથી કહે છે – બ્રાહ્મી પ્રમુખાદિના ફળનું નિદાન=કારણ, એવા સૂક્ષ્મ અતિચારોનું, સૂત્રમાં=શાસ્ત્રમાં, જે સ્ત્રીપણું, કિલ્બિષિકપણું વગેરે રૂપ ગુરુ ફળ કહેવાયું છે એ, યુક્તિથી કેવી રીતે ઘટે? અર્થાતુ આનો=થોડા પણ અતિચારનું મોટું ફળ મળ્યું એનો, કોણ વિષય છે? “બ્રાહ્મીપ્રમુar"માં ‘પ્રમુg' શબ્દથી સુંદરીનો પરિગ્રહ છે, અને ‘માર' શબ્દથી તપસ્તપન વગેરેનું ગ્રહણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
બ્રાહ્મી-સુંદરીના જીવે પીઠ-મહાપીઠના ભવમાં દીર્ઘકાળ સુધી સંયમનું પાલન કર્યું હતું, અને સંયમજીવનમાં ઈર્ષાના પરિણામથી તેઓને સૂક્ષ્મ અતિચાર થયો, જેથી સંયમ પાળીને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થવા છતાં ત્યાંથી અવીને બ્રાહ્મી-સુંદરીના ભવમાં સ્ત્રીપણાને પામ્યા. આથી અર્થપદની સમ્યગુ વિચારણા કરનાર સાધુએ સૂક્ષ્મ યુક્તિથી ચિંતવવું જોઈએ કે “પરિપૂર્ણ શુદ્ધ સંયમ પાળવા છતાં પણ સૂક્ષ્મ અતિચારોનું ફળ બ્રાહ્મી-સુંદરીને આટલું મોટું મળ્યું, તો મારા સંયમજીવનમાં તો ઘણા અતિચારો લાગતા હોવાથી મને કેટલું મોટું ફળ મળે?” આ પ્રકારની વિચારણા સાધુએ કરવાની છે, જેથી અતિચારોના અનર્થોના પરિહારમાં સમ્યમ્ યત્ન થઈ શકે.
વળી, આવું ચિંતવન માત્ર યુક્તિથી જ કરવાનું નથી, પરંતુ ભાવનાપ્રધાન થઈને યુક્તિથી કરવાનું છે અર્થાત્ હું કઈ રીતે યત્ન કરું તો મારું ચારિત્ર મોક્ષનું કારણ બની શકે? એ પ્રકારની ભાવનાપૂર્વક યુક્તિથી વિચારવાનું છે કે “નાના અતિચારોનું બ્રાહ્મી-સુંદરીને પ્રાપ્ત થયેલ મોટા ફળનું કારણ શું છે? જેથી મને પણ લાગતા અતિચારોનું ફળ મોટું ન મળે તેવો યત્ન થઈ શકે ?”
વળી, ગાથા ૮૭૦માં ગ્રંથકારે સ્વયં બતાવવાના છે કે તે પ્રકારની ભાવશૂન્ય આલોચના કરી હોવાને કારણે જ બ્રાહ્મી-સુંદરીના નાના અતિચારોનું ફળ આટલું મોટું થયું. આથી સાધુએ પોતાના સંયમમાં લાગતા અતિચારોની ઉપેક્ષા કરવી જોઈએ નહીં, અને તેવા પ્રકારની ભાવશૂન્ય આલોચના દ્વારા પોતે સંતોષ માની લેવો જોઈએ નહીં, પરંતુ અનાદિભવઅભ્યસ્ત પ્રમાદ હોવાથી કોઈક અતિચાર લાગી જાય તો પણ ભાવપૂર્વક આલોચના કરવી જોઈએ, જેથી પોતાને બ્રાહ્મી-સુંદરીની જેમ અતિચારનું મોટું ફળ પ્રાપ્ત થાય નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org