________________
૩૦૮
વ્રતસ્થાપનાવસ્તુકા‘ાથ પત્નિયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “વિચાર” | ગાથા ૮૬૬
ગાથા :
सम्मं विआरिअव्वं अत्थपदं भावणापहाणेणं ।
विसए अ ठाविअव्वं बहुस्सुअगुरुसयासाओ ॥८६६॥ અન્વયાર્થ :
ભાવUTUપાછor=ભાવનાપ્રધાન છતા સાધુએ સ્થપર્વઅર્થપદને સનં સમ્યફ વિમથિં વિચારવું જોઈએ, વહુફુગપુરુસવાસામો =અને બહુશ્રુત એવા ગુરુની પાસેથી વિસા વિષયમાં વિધ્વંસ્થાપવું જોઈએ.
ગાથાર્થ :
ભાવનાપ્રધાન છતા સાધુએ અર્થપદને સમ્યગ્ર વિચારવું જોઈએ અને બહુશ્રુત એવા ગુર પાસેથી વિષયમાં સ્થાપિત કરવું જોઈએ. ટીકાઃ
सम्यक्-सूक्ष्मेण न्यायेन विचारयितव्यमर्थपदं भावनाप्रधानेन सता, तस्या एवेह प्रधानत्वात्, तथा विषये च स्थापयितव्यं तदर्थपदं, कुतः? इत्याह-बहुश्रुतगुरुसकाशात्, न स्वमनीषिकयेति गाथार्थः ૮દ્દદ્દા
ટીકાર્ય :
ભાવનાપ્રધાન છતા સાધુએ અર્થપદને સમ્યક-સૂક્ષ્મ ન્યાયથી, વિચારવું જોઈએ, કેમ કે તેનું જ=ભાવનાનું જ, અહીં–અર્થપદની વિચારણામાં, પ્રધાનપણું છે અને તે અર્થપદને તે પ્રકારે વિષયમાં સ્થાપવું જોઈએ, કોનાથી ?=કોની પાસેથી સ્થાપન કરવું જોઈએ ? એથી કહે છે – બહુશ્રુત એવા ગુરુ પાસેથી; પરંતુ સ્વમનીષિકાથી નહીં પોતાની મતિથી અર્થપદને વિષયમાં સ્થાપન કરવું જોઈએ નહિ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
અર્થપદ એટલે સંયમજીવનમાં લાગતા અતિચારોના અનર્થને બતાવીને તેના નિવારણના ઉપાયને બતાવે તેવા અર્થને કહેનાર એવું પદ; અને તે અર્થપદને સૂક્ષ્મ ન્યાયથી વિચારવું જોઈએ અર્થાત્ “જે રીતે અતિચારથી અનર્થ થાય છે અને જે રીતે તે અતિચારના અનર્થનો પરિહાર થઈ શકે છે,” તે રીતે સૂક્ષ્મ યુક્તિથી વિચારણા કરવી જોઈએ.
વળી, આ અર્થપદની વિચારણા માત્ર શબ્દથી જ કરવાની નથી, પરંતુ ભાવનાપ્રધાન થઈને કરવાની છે. આશય એ છે કે મારે અતિચારના અનર્થથી બચવું છે અને મારે મોક્ષને અનુકૂળ યત્ન કરવો છે, એવા પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત કરીને અતિચારના અનર્થોને બતાવનારા અર્થપદનો સૂક્ષ્મ યુક્તિથી વિચાર કરવો જોઈએ; કેમ કે અર્થપદની વિચારણામાં ભાવના જ મુખ્ય છે, અર્થાત અતિચારથી થતા અનર્થો નિવારવાનો અધ્યવસાય હૈયામાં વર્તતો હોય, તો જ અતિચારના અનર્થોની સૂક્ષ્મ વિચારણા જીવ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org