________________
વતસ્થાપનાવસ્તક/યથા પનિયતાનિ' દ્વાર/પેટા દ્વાર : “વિચાર” | ગાથા ૮-૮૬૦
૩૦૯ ઉપયોગી બને, પરંતુ અતિચારના અનર્થોના નિવારણની ભાવના જીવમાં પ્રબળ રીતે ન વર્તતી હોય, તો અતિચારના અનર્થોની વિચારણાથી જીવનું હિત થઈ શકે નહિ. આથી અર્થપદની વિચારણામાં ભાવનાની જ પ્રધાનતા છે.
વળી, અર્થપદની વિચારણા કરીને તેને અવિષયમાં કે વિપરીત વિષયમાં સ્થાપન ન કરતાં બહુશ્રુત એવા ગુરુ પાસેથી તે અર્થપદને તે રીતે આચરણાના વિષયમાં સ્થાપન કરવું જોઈએ કે જેથી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે. આશય એ છે કે “નાના અતિચારનું સેવન પણ મોટા અનર્થનું કારણ છે, તો અત્યારના પ્રમાદી સાધુઓ તો ઘણા અતિચારોનું સેવન કરે છે, માટે તેઓને મહાઅનર્થની પ્રાપ્તિ થાય, આથી સંયમમાં યત્ન કરવો ઉચિત નથી;” એ રૂપ અવિષયમાં અર્થપદની વિચારણા સ્થાપન કરવી ઉચિત નથી અથવા “તો આ કાળમાં ઘણા અતિચારો સેવવા દ્વારા જ સાધુપણું પાળવું શક્ય છે, પરંતુ અતિચારોથી રહિત સાધુજીવનનું પાલન શક્ય નથી;” આ પ્રકારે અર્થપદની વિચારણાને સ્વમતિ પ્રમાણે વિપરીત વિષયમાં સ્થાપન કરવી ઉચિત નથી. આવી વિચારણા તો અનર્થભૂત થાય. તેથી બહુશ્રુત એવા ગુરુ પાસે અતિચારોના અનર્થને બતાવનારાં શાસ્ત્રવચનોનું પારમાર્થિક તાત્પર્ય સમજવું જોઈએ અને અર્થપદને તે પ્રકારે આચરણાના વિષયમાં સ્થાપવું જોઈએ, જેના કારણે આ કાળમાં ઘણા અતિચારોનો સંભવ હોવા છતાં સાધુ અતિચારોના અનર્થોથી બચીને શુદ્ધ સંયમની પ્રાપ્તિ કરી શકે છે, અને શુદ્ધ સંયમ દ્વારા પોતાના સાધુપણાને મોક્ષાંગ બનાવી શકે છે, એ પ્રકારની ભાવના દઢતર બને. ૮૬૬ll
અવતરણિકા :
एतदेवाह - અવતરણિતાર્થ :
આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે ભાવનાપ્રધાન છતા સાધુએ સૂક્ષ્મ ન્યાયથી અર્થપદને વિચારવું જોઈએ, એને જ કહે છે – ગાથા :
जह सुहमइआराणं बंभीपमुहाइफलनिआणाणं ।
जं गरुअं फलमुत्तं एअं कह घडइ जुत्तीए ? ॥८६७॥ અન્વયાર્થ :
નહિં=જે પ્રમાણે –વંમીપમુફિનિમUTUાં બ્રાહ્મી પ્રમુખાદિના ફળના નિદાન એવા સુફઝારાdi= સૂક્ષ્મ અતિચારોનું સં સં જે ગુરુક રત્નમુiફળ કહેવાયું છે, જai એ ગુત્તી યુક્તિથી -કેવી રીતે વેડફુ ધટે ?
* પ્રસ્તુત ગાથામાં જે વાત કહી અને ૮૬૮માં ગાથામાં કહેવાશે એ બંને વાત જે પ્રકારે યુક્તિથી ઘટે, તે પ્રકારે ભાવનાપ્રધાન છતા સાધુએ સમ્યગ અર્થપદ વિચારવું જોઈએ, એ પ્રમાણે ગાથા ૮૬૬માં રહેલ અસ્થિપદં તમં વિવિં સાથે પ્રસ્તુત ગાથાના પ્રારંભમાં રહેલ નંદનો અન્વય છે. Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org