________________
૩૦૫
વ્રતસ્થાપનાવસ્તક “યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ’ | ગાથા ૮૬૩-૮૬૪ કારણ બને છે. આથી શુદ્ધ એવા પુણ્યનું ફળ જીવને પાપમાંથી નિવર્તન કરે છે, કેમ કે શુદ્ધ પુણ્ય શુદ્ધ ધર્મના સેવનથી પેદા થયેલ છે. માટે હેતુશુદ્ધ હોવાને કારણે ધર્મના સેવનથી બંધાયેલ પુણ્ય જીવને પાપથી નિવર્તન પમાડે છે, પરંતુ પાપની પ્રવૃત્તિ કરાવીને જીવને દુર્ગતિમાં નાખતું નથી. માટે આવા પ્રકારના પુણ્યના ફળરૂપે જ કુશલાનુબંધીકર્મ ઉત્તમ જીવોને સંયમપ્રાપ્તિ કરાવીને પરંપરાએ મોક્ષનું કારણ બને છે.
વળી, શુદ્ધ પુણ્યનું ફળ વિદ્યમાન હોય ત્યારે જીવને ઉત્તમ કોટિના ભોગોની પ્રાપ્તિ થાય છે, છતાં તે પુણ્યના ફળરૂપ ભોગના સંગકાળમાં પણ જીવને પાપબંધ નથી.
આશય એ છે કે જેણે ભૂતકાળમાં શુદ્ધ ધર્મ સેવ્યો છે અને તે શુદ્ધ ધર્મના ફળરૂપે જેને ઉત્તમ પ્રકારના ભોગો પણ મળ્યા છે, પરંતુ જેને હજી ચારિત્રનો પરિણામ થયો નથી, તેવા જીવને ભોગકાળમાં પણ પાપનો બંધ નથી; કેમ કે ભૂતકાળમાં બાંધેલ પુણ્ય કુશલ હોવાને કારણે પ્રકૃષ્ટ સુખનું સાધન છે. આથી જો પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ ભોગોના ભોગકાળમાં પાપ બંધાતું હોય, તો દુર્ગતિનું કારણ બનવાથી તે પુણ્યને કુશળ કહી શકાય નહિ. માટે કુશલકર્મના ઉદયથી મળેલ ભોગના સંગકાળમાં પણ જીવને ભોગો દ્વારા પાપ તો બંધાતું નથી, પરંતુ ભોગો ભોગવીને ચારિત્રની આરાધના માટે ઉચિત કાળ આવે ત્યારે તે જીવ કુશલકર્મના ઉદયથી ચારિત્રધર્મની આરાધનામાં સમર્થ બને છે. આથી કુશલાનુબંધી કર્મો કુશલની પરંપરા દ્વારા જીવના મોક્ષનું કારણ બને છે. ll૮૬all
અવતરણિકા :
उपसंहरन्नाह - અવતરણિતાર્થ :
ગાથા ૮૪૧ થી તપ દ્વાર શરૂ થયું. તેમાં સાધુએ સંયમની વૃદ્ધિ માટે તપ કરવો જોઈએ, એ કથનને યુક્તિથી બતાવીને ગાથા ૮૫૧માં સ્થાપન કર્યું કે દેહને ઈષદ્ પીડાજનક પણ અનશનાદિ તપ સાધુએ બ્રહ્મચર્યની જેમ સદા સેવવો જોઈએ. એ કથનમાં કોઈને શંકા થાય કે બ્રહ્મચર્ય તો સંયમની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે, પરંતુ દેહને કષ્ટ આપનાર એવો બાહ્ય તપ મોક્ષનું કારણ નથી. એ પ્રકારની પ્રાસંગિક શંકાનું ઉભાવ કરીને તેનું ગ્રંથકારશ્રીએ ગાથા ૮૬૩ સુધી સમાધાન કર્યું.
હવે તપ દ્વારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
अलमित्थ पसंगेणं बझं पि तवोवहाण मो एवं ।
कायव्वं बुद्धिमया कम्मक्खयमिच्छमाणेणं ॥८६४॥ અન્વયાર્થ :
સ્થ અહીં તપ દ્વારના પ્રક્રમમાં, પરંdi=પ્રસંગથી આનં-સર્યું. વ પ તવોવા=બાહ્ય પણ તપોપધાન આ રીતેગાથા ૮૫૪માં બતાવ્યું એ રીતે, મવમવયં કર્મના ક્ષયને છાપોf=ઈચ્છતા મિયાં બુદ્ધિમાને બંનકરવું જોઈએ. * “ો' પાદપૂરણ અર્થે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org