________________
વ્રતસ્થાપનાવસ્તુક, યથા પતિયિતાનિ' દ્વાર/ પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૨-૮૬૩
૩૦૩
અન્વયાર્થ:
ક્ષિતિમોયો ક્લિષ્ટ કર્મના ઉદયથી સંપૂમ-સંભૂત વિટાફ0=વિષ, કંટક આદિ તુલ્ય વૃદુલા સત્ત્વો યાડું ક્યારેય થH=ધર્મમાં ઢંઢ પત્તિ પ્રવર્તતા નથી. ગાથાર્થ:
ક્લિષ્ટ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા, વિષ-કંટક વગેરે જેવા શુદ્ર જીવો ક્યારેય ધર્મમાં દઢ રીતે પ્રવર્તતા નથી. ટીકા : ___ न कदाचित् क्षुद्रसत्त्वाः-द्रमकप्रायाः, किम्भूताः ? इत्याह-क्लिष्टकर्मोदयात् सम्भूताः पापकर्मोदयोत्पन्ना इत्यर्थः, त एव विशेष्यन्ते-विषकण्टकादितुल्याः प्रकृत्या परापकारपराः धर्मे-चारित्रे दृढम्= अत्यर्थं प्रवर्तन्ते न कदाचिदिति गाथार्थः ॥८६२॥
ટીકાર્ય :
દ્રમકપ્રાય શુદ્ર સત્ત્વો=દ્રમક જેવા તુચ્છ જીવો, ક્યારેય પ્રવર્તતા નથી, કેવા પ્રકારના શુદ્ર જીવો? એથી કહે છે – ક્લિષ્ટ કર્મના ઉદયથી સંભૂત-પાપ કર્મના ઉદયથી ઉત્પન્ન; તેઓ જ વિશેષાય છે=ભુદ્ર જીવો જ વિશેષિત કરાય છે, વિષ-કંટક વગેરે તુલ્ય પ્રકૃતિથી પરના અપકારમાં પર=સ્વભાવથી જ અન્ય જીવનો અપકાર કરવામાં તત્પર એવા શુદ્ર જીવો, ક્યારેય ચારિત્રધર્મમાં દઢ=અત્યર્થ=અત્યંત, પ્રવર્તતા નથી. ગાથાના પ્રારંભમાં રહેલ જ્યારૂનું ગાથાના અંતમાં રહેલ પથšતિ સાથે યોજન છે, એ જણાવવા માટે ટીકામાં અંતે ૧ ચિત્ શબ્દ ફરી મૂકેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જગતમાં ક્લિષ્ટ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા શુદ્ર જીવો પ્રકૃતિથી પરનો અપકાર કરવામાં પરાયણ હોય છે, અને આવા જીવો પ્રાયઃ કરીને ચારિત્ર ગ્રહણ કરતા નથી અને ચારિત્ર ગ્રહણ કરે તો પણ ક્યારેય ચારિત્રધર્મમાં અત્યંત પ્રવર્તતા નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે અકુશલાનુબંધી કર્મવિપાક જીવને ક્ષુદ્ર બનાવે છે, અને તે કર્મવિપાકથી બનેલ જીવો પરનું અહિત કરવામાં યત્નશીલ હોય છે. આથી તેઓ ચારિત્ર ગ્રહણ કરે તોપણ અયતનાપૂર્વક ચારિત્રનું પાલન કરીને લોકમાં ઉન્માર્ગને સન્માર્ગરૂપે દેખાડવાનું પાપ બાંધે છે. આથી પણ નક્કી થાય કે અશુભ કર્મોનો ઉદય ચારિત્રધર્મની પ્રવૃત્તિ કરવામાં બાધક છે, માટે સંસારનું કારણ છે; અને શુભ કર્મોનો ઉદય ચારિત્રધર્મની પ્રવૃત્તિ કરાવનાર છે, માટે મોક્ષનું કારણ છે. ૧૮૬૨ અવતરણિકા : ___ अतोऽन्ये तु प्रवर्त्तन्त इति भङ्गयाऽऽह -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org