________________
૩૦૦
વ્રતસ્થાપનાવસ્તુકાચથ પત્નિયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૬૦
ટીકાઃ
न च कर्मविपाकोऽपि सामान्येन सर्व एव सर्वथा पारम्पर्यादिभेदेनापि न मोक्षाकं, किन्तु मोक्षाङ्गमपि, कथमित्याह-शुभसम्बन्धी कुशलानुबन्धिनिरनुबन्धकर्मसम्बन्धी यस्मादिष्यते एषःकर्मविपाकः समये-सिद्धान्ते मोक्षाङ्गमिति गाथार्थः ॥८६०॥ * “વિપાપ”માં “પિ'થી એ જણાવવું છે કે રત્નત્રયી તો મોક્ષાંગ છે, પરંતુ કર્મનો વિપાક પણ મોક્ષાંગ છે. * “મોક્ષ ''માં “જિ'થી એ જણાવવું છે કે કર્મનો વિપાક સંસારાંગ તો છે=સંસારનું કારણ તો છે, પરંતુ કેટલોક કર્મનો વિપાક મોક્ષાંગ પણ છે મોક્ષનું કારણ પણ છે. * “પારંપરિપિ 'માં ‘પિ'થી એ જણાવવું છે કે કર્મવિપાક સાક્ષાત તો મોક્ષાંગ નથી જ, પરંતુ પારંપર્યાદિ ભેદથી પણ મોક્ષાંગ નથી એમ નહિ, અર્થાત કેટલાક કર્મના વિપાક પરંપરા આદિ ભેદથી મોક્ષનું કારણ પણ છે.
ટીકાર્ય :
અને સામાન્યથી સર્વ જ કર્મવિપાક પણ સર્વથા પારસ્પર્ય આદિ ભેદથી પણ, મોક્ષાંગ નથી એમ નહિ; પરંતુ મોક્ષાંગ પણ છે. કઈ રીતે? એથી કહે છે. જે કારણથી શુભનો સંબંધી-કુશલાનુબંધી અને નિરનુબંધ કર્મનો સંબંધી, એવો આ=કર્મવિપાક, સમયમાં સિદ્ધાંતમાં, મોક્ષાંગ=મોક્ષનું કારણ, ઇચ્છાય છે=સ્વીકારાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૮૫૭માં પૂર્વપક્ષીએ કહેલ કે તપ કર્મના વિપાકરૂપ હોવાથી મોક્ષનું કારણ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે કર્મના વિપાકરૂપ તપ મોક્ષનું કારણ નથી, તેવો એકાંતે નિયમ નથી, કેમ કે કેટલાક કર્મનો વિપાક પરંપરાએ મોક્ષાંગ પણ છે. સામાન્ય રીતે જીવ અકુશલાનુબંધી કર્મો બાંધે છે, જે સંસારનું કારણ છે; પરંતુ વિવેકી જીવો ધર્મ કરીને કુશલાનુબંધી કર્મો બાંધે છે અને અતિનિર્લેપ મુનિઓ તો નિરનુબંધ કર્મો બાંધે છે, જે કર્મો પોતાનો વિપાક બતાવીને મોક્ષનું કારણ પણ બને છે. જેમ કે સરાગસંયમની આરાધના કરતા સાધુ જિનવચન પ્રત્યેના રાગને કારણે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, જે પુણ્ય સુદેવત્વ-સુમાનુષત્વની પ્રાપ્તિ કરાવવા દ્વારા જીવમાં વિશેષ વિવેક પેદા કરાવે છે, અને ઉત્તરોત્તર સાધના કરાવીને જીવના મોક્ષનું કારણ બને છે. આથી કુશલાનુબંધી કર્મોનો વિપાક મોક્ષાંગ છે.
વળી, ભૂતકાળમાં સંયમની સાધના કરીને તીર્થકરનો જીવ જગતનો ઉપકાર કરે તેવું તીર્થકર નામકર્મ બાંધે છે, જેના ફળરૂપે ચરમ ભવમાં તીર્થકર જગતને ઉપકારક એવું વર્ષીદાન આપવારૂપ કૃત્ય કરે છે, જે કૃત્ય શુભનો પણ પ્રવાહ ચલાવતું નથી, અને કેવલજ્ઞાન પામવા દ્વારા ભાવતીર્થંકર થયા પછી, દેશના આપવારૂપ જગત પર ઉપકાર કરે છે, તે કૃત્ય પણ શુભનો પ્રવાહ ચલાવતું નથી. આથી તીર્થકરોનું કર્મ નિરનુબંધ છે, જે કર્મનો વિપાક પણ વર્ષીદાન અને દેશનાદાનરૂપ પ્રવૃત્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે.
વળી, કેટલાક જીવોને નિરનુબંધ ક્લિષ્ટ કર્મો પણ હોય છે. દા.ત. ભગવાન મહાવીરને ઉપસર્ગોની પ્રાપ્તિ કરાવે તેવું ક્લિષ્ટ કર્મ હતું, છતાં તેવું કર્મ નિરનુબંધ હોવાથી વિપાકમાં આવીને મોક્ષનું કારણ બને છે. આથી ભગવાન મહાવીરને ઉપસર્ગો દ્વારા વિપાકમાં આવેલ કર્મો મોક્ષાંગ બન્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org