________________
૨૦૪
વ્રતસ્થાપનાવસ્તુક ‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ‘તપ’ / ગાથા ૮૫૦
ભાવાર્થ:
સાધુને સંસારના સ્વરૂપનો બોધ હોવાને કારણે પોતે શરીરથી ભિન્ન છે એવો વિવેક હોય છે. તેથી સાધુ શરીરને સાચવે અને તેનાથી સાધુનું શરીર લોહી-માંસથી પુષ્ટ થાય, તોપણ શરીરમાં તે સંચિત થયેલ લોહીમાંસ સાધુમાં વિકારો પેદા કરતા નથી, પરંતુ પુષ્ટ થયેલ શરીરના બળથી સાધુ ધ્યાનાદિમાં સુદૃઢ યત્ન કરી શકે છે. માટે વિવેકસંપન્ન સાધુ ધ્યાનાદિની વૃદ્ધિ અર્થે શરીર સાચવે તોપણ દોષ નથી; જ્યારે અનશનાદિ તપ તો માત્ર પીડાદાયક છે, અને કોઈને પીડા કરવી જેમ હિંસારૂપ છે તેમ પોતાના આત્માને પીડા આપવી એ પણ હિંસારૂપ છે. આથી કલ્યાણના અર્થીએ પોતાના આત્માને દેહકૃત પીડા ન થાય તે માટે આહારાદિ કરીને લોહી-માંસથી પુષ્ટ થયેલ શરીર દ્વારા ધ્યાનાદિમાં યત્ન કરવો જોઈએ, જેથી આત્મકલ્યાણ થઈ શકે; આ પ્રકારે બૌદ્ધો કહે છે, તેનો ગ્રંથકારે ‘ચિત્' શબ્દથી ઉલ્લેખ કરેલ છે, અને બૌદ્ધોની આ માન્યતાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
ગાથા:
–
सइ तम्मि विवेगी वि हु साहेइ ण निअमओ निअं कज्जं । किं पुण तेण विहूणो अदीहदरिसी अतस्सेवी ? ॥८५०॥
અન્વયાર્થ:
મ્મિ સફ-તે=મોહોદય, થયે છતે વિવેી વિ-વિવેકી પણ નિગમો-નિયમથી નિયંi= નિજ કાર્યને ળ સાહે=સાધતો નથી, (તો) તે વિધૂળો-તેનાથી વિહીન=વિવેકથી રહિત, અરીહરિસી= અદીર્ઘદર્શી, સતસ્તેવી-અતત્લેવી િપુળ-વળી શું (સાધશે ?)
* ‘દુ' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ:
મોહોદય થયે છતે વિવેકી પણ નક્કી પોતાના કાર્યને સાધી શકતો નથી, તો વિવેકથી રહિત, અદીર્ઘદર્શી, અતત્સેવી વળી શું સાધી શકશે ? અર્થાત્ નહીં જ સાધી શકે.
ટીકા
सति तस्मिन् = मोहोदये विवेक्यपि सत्त्वः साधयति = निर्वर्त्तयति न नियमतः = अवश्यन्तया निजं ાર્યમ્-સશુમપ્રવૃત્તિનિરોધરૂપ, જિ પુન: તેન-વિવેવેન વિઠ્ઠીન: સાવિતિ ? ભૂિતઃ ?, અવીર્યવર્શી= अनालोचकः, कः ? इत्याह- अतत्सेवी - अनागतमेवानशनाद्यसेवी जड इति गाथार्थः ||८५०॥
ટીકાર્ય
તે=મોહનો ઉદય, થયે છતે, વિવેકવાળો પણ સત્ત્વ=પ્રાણી, અશુભ પ્રવૃત્તિના નિરોધરૂપ પોતાના કાર્યને નિયમથી=અવશ્યપણાથી, સાધતો નથી=કરતો નથી, તો વળી શું તેનાથી=વિવેકથી, વિહીન સાધશે ? વિવેકથી વિહીન એવો કેવા પ્રકારનો પ્રાણી ? તે બતાવે છે – અદીર્ઘદર્શા=અનાલોચક, કોણ ? એથી કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org