________________
૨૮૬
ટીકા
यस्मादेवं तस्मादनशनाद्यपि सूत्रोक्तं पीडाजनकमपीषद्देहस्य, न चेतसः, किमिवेत्याह- ब्रह्मवत्= ब्रह्मचर्यवत्, सेवितव्यं तपउपधानं सदा यतिना = प्रव्रजितेनेति गाथार्थः ॥८५१ ॥
* ‘“પીડાગળાં પિ’ દેહને પીડાજનક ન હોય તો તો અનશનાદિ તપોપધાન કરવું જોઈએ; પરંતુ દેહને પીડાજનક પણ અનશનાદિ તપોપધાન સાધુએ કરવું જોઈએ, એમ ‘પિ'થી સમુચ્ચય કરવાનો છે.
વ્રતસ્થાપનાવસ્તુક / ‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૫૧-૮૫૨
* ‘અળસળાફ વિ" અત્યંતર એવું સ્વાધ્યાયાદિ તપોપધાન તો કરવું જોઈએ, પરંતુ બાહ્ય એવું અનશનાદિ પણ તપોપધાન કરવું જોઈએ, એમ ‘અવિ’થી સમુચ્ચય કરવાનો છે, અને ‘આવિ' પદથી ઊણોદરી આદિ અન્ય પાંચ પ્રકારના બાહ્ય તપનું ગ્રહણ કરવાનું છે.
ટીકાર્ય
જે કારણથી આ પ્રમાણે છે–મોહોદય થયે છતે વિવેકી પણ જીવ અશુભ પ્રવૃત્તિનો નિરોધ કરી શકતો નથી એ પ્રમાણે છે, તે કારણથી ચિત્તને નહિ પરંતુ દેહને ઇષ ્ પીડાજનક પણ=થોડી પીડા ઉત્પન્ન કરનાર પણ, સૂત્રમાં=શાસ્ત્રમાં, કહેવાયેલ અનશનાદિ પણ તપઉપધાનને યતિએ=પ્રવ્રુજિતે, સદા સેવવું જોઈએ. કોની જેમ ?=અનશનાદિ કોની જેમ ઇષદ્ પીડાજનક છે ? એથી કહે છે – બ્રહ્મની જેમ=બ્રહ્મચર્યની જેમ, ઇષદ્ પીડાજનક છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે મોહનો ઉદય થાય ત્યારે વિવેકી પણ પુરુષ અશુભ પ્રવૃત્તિનો નિરોધ કરી શકતો નથી, તો વળી વિવેક વગરનો પુરુષ તપ ન કરે તો કઈ રીતે અશુભ પ્રવૃત્તિનો નિરોધ કરી શકે ? તે કારણથી બ્રહ્મચર્યની જેમ શરીરને કંઈક પીડા કરનાર પણ અનશનાદિ તપ સાધુએ સદા સેવવું જોઈએ.
આશય એ છે કે બ્રહ્મચર્ય સુઅભ્યસ્ત થયા પછી બ્રહ્મચર્યના પાલનથી દેહષ્કૃત ઇષદ્ પીડા થતી નથી, પરંતુ બ્રહ્મચર્ય સુઅભ્યસ્ત થયું ન હોય એવો સાધક મનને સંયમમાં રાખીને બ્રહ્મચર્ય પાળતો હોય ત્યારે તેને દેહ ઉપર સંયમ રાખવો પડે છે; અને તે રૂપ દેહષ્કૃત ઇષદ્ પીડાજનક જેમ બ્રહ્મચર્ય છે, તેમ સાધુને તપ કરતી વખતે ક્ષુધાવેદના સહન કરવી પડે છે; અને તે રૂપ દેહષ્કૃત ઇષદ્ પીડાજનક તપ હોવા છતાં પણ, જેમ સાધુને વિકારના નિરોધ માટે બ્રહ્મચર્યનું સેવન અવશ્ય કર્તવ્ય છે, તેમ સાધુને અશુભ પ્રવૃત્તિના નિરોધ માટે બાહ્ય અનશનાદિ તપોનુષ્ઠાનનું સેવન પણ સદા કર્તવ્ય છે.
૮૫૧
અવતરણિકા :
पराभिप्रायमाह
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે બ્રહ્મચર્યની જેમ દેહને ઇષદ્ પીડાજનક પણ અનશનાદિ તપ સાધુએ સેવવું જોઈએ. તેમાં બ્રહ્મચર્યનું દૃષ્ટાંત પૂર્વપક્ષીને માન્ય નથી, એ રૂપ પરના અભિપ્રાયને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org