Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 318
________________ ૨૯૫ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “તપ' | ગાથા ૮૫૦-૮૫૮ વળી બૌદ્ધો કહે છે કે તમારે અનશનાદિ તપને મોક્ષનું કારણ સ્વીકારવું જ હોય તો આ પ્રમાણે સ્વીકારોકર્મના ક્ષયથી જ જીવનો મોક્ષ થાય છે, આથી કર્મરૂપ કારણની પણ મોક્ષ પ્રત્યે આવશ્યકતા છે; કેમ કે કર્મ જ ન હોય તો જીવ કર્મનો નાશ કરી શકે નહિ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે નહિ, એ દષ્ટિથી મોક્ષ પ્રત્યે કર્મ પણ કારણ છે. જેમ ઘટનાશ પ્રત્યે પ્રતિયોગીવિધયા ઘટ કારણ છે, તેમ કર્મનાશરૂપ મોક્ષ પ્રત્યે પ્રતિયોગીવિધયા કર્મ કારણ છે. વળી કર્મનાશ પ્રત્યે જેમ કર્મ કારણ છે, તેમ કર્મનાશ પ્રત્યે કર્મનો વિપાક પણ કારણ છે; કેમ કે કર્મ પોતાનો વિપાક બતાવીને નાશ પામે છે; અને કર્મના ઉદયનું કાર્ય તપ છે, આથી અશાતાવેદનીયના ઉદયરૂપ તપના દુઃખને અનુભવનાર જીવનું અશાતાવેદનીયકર્મ વિપાક દ્વારા નાશ પામે છે. એ અપેક્ષાએ વિચારીએ તો તપ કરવારૂપ દુઃખને કર્મના નાશરૂપ મોક્ષ પ્રત્યે કારણ સ્વીકારી શકાય. આમ છતાં, કાર્યનો અર્થી કારણમાં પ્રયત્ન કરે તેવું મોક્ષ પ્રત્યે કારણ તો શુભ ધ્યાન જ છે, પરંતુ અનશનાદિ નહીં. આમ કહીને પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે ભૂતકાળમાં અશાતાવેદનીય કર્મ બાંધ્યું હોય તેવા જીવો તપ કરવારૂપ દુઃખ વેઠે તો જ તેઓના કર્મોનો નાશ થઈ શકે, પરંતુ જેઓએ અશાતા વેદનીય કર્મ બાંધ્યું નથી તેઓને અનશનાદિ તપ કરવાની જરૂર નથી. દા.ત. ભગવાન મહાવીરે ઘણા ઉપસર્ગો પ્રાપ્ત કરાવે તેવાં અશુભ કર્મો બાંધ્યાં હતાં, તેથી તેઓને ઉપસર્ગોની પ્રાપ્તિ થઈ અને તે ઉપસર્ગો વેઠવા દ્વારા અશુભ કર્મોનો નાશ કરીને ભગવાને મોક્ષ પ્રાપ્ત કર્યો; જયારે મલ્લિનાથ ભગવાને ઉપસર્ગો વેક્યા વગર શુભ ધ્યાનના બળથી મોક્ષ પ્રાપ્ત કર્યો. આથી એ ફલિત થાય કે ભૂતકાળમાં અશાતાવેદનીયકર્મ બાંધ્યું હોય તેવા જીવોને જ કર્મનું ફળ ભોગવવા માટે તપ કરવાની આવશ્યકતા છે, માટે તપને મોક્ષના ઉપાય રૂપે સ્વીકારવાની જરૂર નથી. આ પ્રકારે જે કેટલાક કહે છે તે પૂર્વના કથનથી નિરાકરણ પામેલ જ જાણવું, અને તે આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું કે અનશનાદિ તપ શુભ ભાવનું નિમિત્ત છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જેમ શુભ ધ્યાન શુભ ભાવનો હેતુ હોવાથી મોક્ષનું કારણ છે, તેમ અનશનાદિ તપ પણ ગાથા ૮૫૫માં બતાવ્યું એ રીતે શુભ ભાવનો હેતુ હોવાથી મોક્ષનું કારણ છે. માટે તપ મોક્ષનું કારણ નથી એ પ્રકારે કહેતા કેટલાકનું કથન પ્રતિષિદ્ધ થાય છે. l૮૫૭થી અવતરણિકા: एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ : કેટલાક બાલો તપને મોક્ષના કારણ તરીકે સ્વીકારતા નથી, તેનું ગ્રંથકારે પૂર્વગાથામાં નિરાકરણ કર્યું. એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : जं इय इमं न दुक्खं कम्मविवागो वि सव्वहा णेवं । खाओवसमिअभावे एअं ति जिणागमे भणिअं ॥८५८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426