________________
વ્રતસ્થાપનાવસ્તુક/‘રથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ' | ગાથા ૮૫૬
૨૯૩ ગાથાર્થ :
આજ્ઞાનું આરાધન શુભ ભાવનું કારણ છે એ, વિશુદ્ધભાવવાળા સાધુ આદિને અને ભાવથી રાજાની આજ્ઞા પાળનારા અન્ય લોકોને પણ અનુભવથી સિદ્ધ છે.
ટીકા :
एतद्-अनन्तरोदितमाज्ञाराधनस्य शुभभावहेतुत्वम् अनुभवसिद्धं-स्वसंवेदनप्रतिष्ठितं यत्यादीनां= साधुश्रावकाणां विशुद्धभावानां-लघुकर्मणाम्, आस्तां तावदेतदिति निदर्शनमाह-भावेन-अन्त:करणबहुमानेन अन्येषामपि च प्राणिनां राजादिनिर्देशकारिणाम् अनुभवसिद्धमेव निर्देशसम्पादनेषु, નિર્વેશ:=ાતિ પથાર્થ દવદા : ટીકાર્ય :
તત્પુ ખાન્ વિશુદ્ધભાવવાળા યતિ આદિને=લઘુકર્મવાળા સાધુ-શ્રાવકોને, આ પૂર્વે કહેવાયેલું આજ્ઞાના આરાધનનું શુભ ભાવનું હેતુપણું, અનુભવથી સિદ્ધ છે=સ્વસંવેદનથી પ્રતિષ્ઠિત છે.
માસ્તા......માદ– આ તો દૂર રહો, એથી નિદર્શનને કહે છે અર્થાત્ સાધુ-શ્રાવકોને આજ્ઞાના આરાધનનું શુભ ભાવનું હેતુપણું અનુભવથી સિદ્ધ છે એ વાત તો દૂર રહો, પરંતુ અન્ય લોકોને પણ આશાના આરાધનનું શુભ ભાવનું હેતુપણું અનુભવથી સિદ્ધ છે. એ જણાવવા માટે દષ્ટાંત બતાવે છે –
માન...થાર્થ અને ભાવથી=અંતઃકરણના બહુમાનથી, રાજા વગેરેના નિર્દેશન કરનારા=રાજા વગેરેની આજ્ઞાને પાળનારા, અન્ય પણ પ્રાણીઓને નિર્દેશના સંપાદનમાં શુભ ભાવનું હેતુપણું અનુભવથી સિદ્ધ જ છે. નિર્દેશ એટલે આજ્ઞા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ભગવાનના વચન પ્રત્યે અંતઃકરણના બહુમાનવાળા જીવોને જિનાજ્ઞાનું આરાધન શુભ ભાવનું કારણ બને છે એ અનુભવથી સિદ્ધ છે. આથી લઘુકર્મી સાધુઓ અને શ્રાવકો જિનાજ્ઞાનો વિચાર કરીને ભગવાનની આજ્ઞાનુસાર ઉચિત અનુષ્ઠાન કરે છે ત્યારે, તેઓને “આજે મારો પ્રયત્ન સફળ થયો” એ પ્રકારનો શુભ ભાવ થાય છે, અને પ્રમાદને વશ થઈને જિનવચનનું પાલન કરતા ન હોય ત્યારે તેઓને ખેદ થાય છે. આમ, સતત જિનાજ્ઞાના પાલનમાં ઉદ્યમવાળા ઉત્તમ જીવો જ્યારે જિનાજ્ઞાનુસારી તપાદિ અનુષ્ઠાન કરે છે, ત્યારે તેઓને આહારસંજ્ઞાની મંદતાપૂર્વક સ્વાધ્યાયાદિમાં સુદઢ પ્રયત્ન કરવા સ્વરૂપ શુભ ભાવનો અનુભવ થાય છે, તેથી તેઓને આજ્ઞાના આરાધનનું શુભ ભાવનું હેતુત્વ સ્વસંવેદનથી પ્રતિષ્ઠિત છે.
વળી, આજ્ઞાની આરાધના શુભ ભાવનું કારણ છે, એ ફક્ત યતિ આદિને જ અનુભવસિદ્ધ છે, એમ નહિ; પરંતુ સંસારના ક્ષેત્રમાં પણ જેને જેના પ્રત્યે અંત:કરણથી બહુમાન હોય છે, તેને તે બહુમાનવાળી વ્યક્તિની આજ્ઞાના પાલનમાં આનંદનો અનુભવ થાય છે. આથી રાજા પ્રત્યે અંતઃકરણથી બહુમાનવાળા સેવકને રાજાની આજ્ઞાના પાલનમાં આનંદ થવારૂપ શુભ ભાવ થાય છે, એમ લોકોને અનુભવસિદ્ધ છે.
આથી નક્કી થાય કે જે સાધુઓને કે શ્રાવકોને જિનાજ્ઞા એકાંતે કલ્યાણકારી દેખાય છે, તેઓને જિનાજ્ઞા પ્રમાણે અનશનાદિ તપ કરવાથી અંત:કરણના બહુમાનરૂપ અવશ્ય આનંદ થાય છે. ૮પ૬ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org