________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૫૫
અવતરણિકા
उपचयमाह -
અવતરણિકાર્ય :
ગાથા ૮૫૧માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સાધુએ બ્રહ્મચર્યની જેમ સદા અનશનાદિ તપ સેવવું જોઈએ. ત્યાર પછી ગાથા ૮૫૨માં પૂર્વપક્ષીએ કહ્યું કે તપમાં બ્રહ્મચર્યનું દૃષ્ટાંત અસંગત છે, જેનું સમાધાન ગ્રંથકારે ગાથા ૮૫૩-૮૫૪માં કર્યું. આથી ફલિત થયું કે સાધુએ બ્રહ્મચર્યની જેમ તપમાં યત્ન કરવો જોઈએ. હવે સાધુએ કેવા પ્રકારનો તપ કરવો જોઈએ ? જેથી તે તપ બ્રહ્મચર્યની જેમ શુભ ભાવના કારણપણાને પ્રાપ્ત કરે ? એ રૂપ ઉપચયને કહે છે
ગાથા:
અન્વયાર્થ:
-
पडिवज्जइ अ इमं खलु आणाआराहणेण भव्वस्स । सुहभावहेउभावं कम्मखयउवसमभावेण ॥८५५ ॥
Jain Education International
૨૯૧
જમ્મવડવસમભાવેળ ત્ર=અને કર્મના ક્ષયોપશમભાવથી મળ્વસ્મ=ભવ્યનું રૂમઆ=અનશનાદિ તપ, ગળાઞાફોળ-આજ્ઞાના આરાધનથી મુદ્દમાવહેમાયં-શુભ ભાવના હેતુભાવને પવિજ્ઞરૂ હતુ=પ્રાપ્ત કરે જ છે.
* મૂળગાથામાં ‘ૐ' નો પ્રયોગ ગાથા ૮૫૧ના કથન સાથે સમુચ્ચય કરવા અર્થે છે.
ગાથાર્થ:
અને કર્મના ક્ષચોપશમભાવથી ભવ્ય જીવનું અનશનાદિ તપ આજ્ઞાની આરાધનાથી શુભ ભાવના કારણપણાને પ્રાપ્ત કરે જ છે.
ટીકાઃ
प्रतिपद्यते चेदम्=अनशनादि खल्वित्यवधारणे प्रतिपद्यत एव आज्ञाराधनेन तीर्थकृतां भव्यस्य प्राणिनः, कं प्रतिपद्यत इत्याह- शुभभावहेतुभावं कल्याणाशयनिमित्तत्वं कर्म्मक्षयोपशमभावेन आज्ञाराधनफलेन हेतुनेति गाथार्थः ॥ ८५५ ॥
ટીકાર્ય
તીર્થંકરોની આજ્ઞાના આરાધનથી ભવ્ય પ્રાણીનું આ=અનશનાદિ, પ્રાપ્ત કરે જ છે. હજુ એ પ્રકારનો અવ્યય અવધારણમાં છે, અને તેનું યોજન પ્રતિપદ્યતે પછી છે. કોને પ્રાપ્ત કરે છે ? એથી કહે છે – આજ્ઞાના આરાધનના ફળ એવા કર્મના ક્ષયોપશમભાવરૂપ હેતુથી અનશનાદિ તપ શુભ ભાવના હેતુભાવને=કલ્યાણ આશયના નિમિત્તપણાને, પ્રાપ્ત કરે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org