________________
વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: ‘તપ’ | ગાથા ૮૫૩-૮૫૪
૨૮૯
ભાવાર્થ :
ગાથા ૮૫રમાં પરે કહેલ કે જ્ઞાતપરમાર્થવાળા મુનિને બ્રહ્મચર્યમાં પીડા થતી નથી, આથી બ્રહ્મચર્યની જેમ દેહને ઇષદ્ પીડાજનક પણ તપ કરવું જોઈએ, એ કથન ઉચિત નથી. તેને ગ્રંથકાર ઉત્તર આપે છે કે અનશનાદિમાં બ્રહ્મચર્યની જેમ શુભાશયાદિ સમાન છે. આથી જો શુભાશયાદિને કારણે બ્રહ્મચર્ય કર્તવ્ય હોય તો શુભાશયાદિને કારણે તપ પણ કર્તવ્ય છે.
અહીં શંકા થાય કે અબ્રહ્મ સંસારવર્ધક પ્રવૃત્તિ હોવાથી અબ્રહ્મનો ત્યાગ કરીને બ્રહ્મચર્ય પાળવું એ સંયમવૃદ્ધિનું કારણ છે, જ્યારે આહાર તો સંયમને સહાયક એવા દેહને આવશ્યક હોવાથી આહારનો ત્યાગ કરીને તપ કરવું એ સંયમહાનિનું કારણ છે, આથી તપ કરવું ઉચિત નથી. વળી અનશનાદિ તપ સંયમસાધક એવા દેહને શિથિલ કરનાર હોવાથી તપ કરવાથી શિથિલ થયેલ શરીર શુભધ્યાનમાં સુદઢ યત્ન કરી શકતું નથી. તેથી કહે છે –
શુભધ્યાનનું બાધક એવું તપ પણ કરવાની જિનાજ્ઞા નથી, પરંતુ સ્વશક્તિથી તપમાં યત્ન કરવાની જિનાજ્ઞા છે. એથી એ પ્રાપ્ત થાય કે શુભ ધ્યાનમાં સુદઢ યત્ન કરવામાં સહાયક થાય તેટલો જ તપ કરવાનો છે, પરંતુ શુભ ધ્યાનમાં બાધક બને તેવો તપ કરવાનો નથી; અને દેહ પ્રત્યેનું મમત્વ અને આહાર કરવાની અનાદિની કુટેવને દૂર કરવા અર્થે શક્તિ અનુસાર તપ કરવાની ભગવાનની આજ્ઞા છે. ૮૫૩ ગાથા :
ता जह न देहपीडा ण यावि चिअमंससोणिअत्तं तु ।
जह धम्मझाणवुड्डी तहा इमं होइ कायव्वं ॥८५४॥ અન્વયાર્થ:
તાકતે કારણથી જે કારણથી સ્વશક્તિ પ્રમાણે તપ કરવાની જિનાજ્ઞા છે તે કારણથી, નહિં જે પ્રકારે રેપીડા ન દેહની પીડા ન થાય, યાવિ અને વળી રિ૩મંત્તેિ સુચિત માંસ-શોણિતત્વ પણ પf=ન થાય, (અને) નઈંજે પ્રકારે થમાવઠ્ઠ ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, તહાં તે પ્રકારે રૂમં આ=અનશનાદિ તપ, વાયવ્ર દોડું કર્તવ્ય થાય છે. * “તુ' મા અર્થમાં છે. ગાથાર્થ :
જે કારણથી સ્વશક્તિ પ્રમાણે તપ કરવાની જિનાજ્ઞા છે, તે કારણથી જે પ્રકારે દેહની પીડા ના થાય, અને વળી માંસ-લોહી સંચિત પણ ન થાય, અને જે પ્રકારે ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, તે પ્રકારે અનશનાદિ તપ કર્તવ્ય થાય છે. ટીકા :
यस्मादेवं तस्माद् यथा न देहपीडा संयमोपघातिनी, न चापि चितमांसशोणितत्वं संयमोपघातकमेव, तथा यथा धर्मध्यानवृद्धिदेहस्वास्थ्येन, तथेदम्-अनशनादि भवति कर्त्तव्यं, यथोक्तम्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org