________________
૨૮૨
ટીકાર્થ:
પ્રાયઃ=બહુલપણાથી, અનશનાદિના વિરહથી=અનશનાદિના અભાવથી, હમણાં દુ:ષમામાં, વિશેષથી દેહ=કાય, ત્યજતો નથી. શું ત્યજતો નથી ? એથી કહે છે – ચિત માંસ-શોણિતત્વને—સંચિત એવા માંસ અને લોહીપણાને=ધાતુઓના ઉદ્રેકને, ત્યજતો નથી. જે કારણથી આમ છે તે કારણથી વ્રતના અર્થીએ આ પણ=અનશનાદિ પણ, કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
અનશનાદિ બાહ્ય તપ ન કરવામાં આવે તો પ્રાયઃ કરીને શરીર લોહી-માંસથી પુષ્ટ થવાને કારણે ધાતુના ઉદ્રેકથી ચિત્તમાં વિકારો પેદા થાય છે. તેથી જીવને ઇન્દ્રિયોની ઉત્સુકતાઓ વિશેષ રીતે રહે છે, જે કર્મબંધનું કારણ છે અને સંયમયોગનું વિરોધી છે. આથી વ્રતના અર્થી સાધુએ ધાતુઓના ઉદ્રેકના શમન માટે અનશનાદિ તપમાં યત્ન કરવો જોઈએ.
અહીં “પ્રાયઃ” શબ્દથી એ જણાવવું છે કે કોઈક જીવને વિશેષ તપ વગર પણ ધાતુઓનો ઉદ્રેક થતો નથી, છતાં મોટા ભાગના જીવોને વિશેષ તપ વગર ધાતુઓના ઉદ્રેકરૂપ વિકારો થતા હોય છે. આથી નિર્વિકારી માનસ પેદા કરવા માટે સાધુએ શક્તિ અનુસાર તપમાં યત્ન કરવો જોઈએ. તેમાં પણ દુ:ખમાકાળમાં તો વિશેષથી અનશનાદિ તપમાં યત્ન કરવો જોઈએ; કેમ કે વિકારો થવામાં જેમ લોહીમાંસની પુષ્ટિ કારણ છે, તેમ કાળ પણ સહાયક છે. માટે નિર્વિકારી માનસના અર્થી જીવે નિર્વિકારિતા પેદા કરવામાં સહાયક એવા તપમાં અવશ્ય યત્ન કરવો જોઈએ. ૧૮૪૮॥
અવતરણિકા :
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ઃ ‘તપ’ / ગાથા ૮૪૮-૮૪૯
चितमांसशोणितदोषमाह
અવતરણિકાર્થ:
સંચિત થયેલ માંસ-લોહીથી થતા દોષને કહે છે અર્થાત્ શરીરને અનુકૂળ આહાર કરવાથી શરીરમાં લોહી-માંસનો સંચય થાય છે, તેના કારણે સંયમજીવનમાં શું દોષો થાય છે ? તે બતાવે છે
ગાથા :
અન્વયાર્ચઃ
चिअमंससोणिअस्स उ असुहपवित्तीए कारणं परमं । संजायइ मोहुदओ सहकारिविसेसजोएणं ॥८४९॥
Jain Education International
-
વિગમંસસોળિઞસ્મ ૩-વળી ચિત માંસ-શોણિતવાળાને સહારિવિસેસનોĪ=સહકારી વિશેષના યોગથી અમુદ્દવિત્તી=અશુભ પ્રવૃત્તિના પરમ ારÍ=પરમ કારણરૂપ મોઢુદ્દો-મોહનો ઉદય સંખાયજ્ઞથાય છે.
ગાથાર્થ:
વળી સંચિત થયેલા માંસ-લોહીવાળા જીવને સહકારી વિશેષના યોગથી અશુભ પ્રવૃત્તિનું પ્રધાન
For Personal & Private Use Only
www.jainelibrary.org