________________
૨૦૮
વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાનવતાવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૪૫-૮૪૬
ભાવાર્થ :
અવતરણિકામાં કહેલ કે તપઉપધાનનું સ્વરૂપ કહે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે કેવા પ્રકારનું કરાયેલું તપ તપોનુષ્ઠાન છે? અને કેવા પ્રકારનું કરાયેલું તપ તપોનુષ્ઠાન નથી બનતું? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે
જે તપ કરવાથી શુભ ભાવોનો અનુબંધ=પ્રવાહ ચાલે, તે તપ શુભ યોગની વૃદ્ધિનું જનક છે, અને તેને ભગવાને તપોનુષ્ઠાન કહેલ છે. આશય એ છે કે “સમ્ય પ્રકારે સેવેલું અનશનાદિ તપ પ્રકર્ષને પામીને વિતરાગતાનું કારણ છે” એવો જે સાધુને બોધ હોય, અને એવા બોધને કારણે જે સાધુ હંમેશાં “અનશન=નહીં ખાવાનો, મારો સ્વભાવ છે' એ પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત રાખતા હોય, તે સાધુ જાણતા હોય કે અનશનની ભાવનાને જીવંત રાખવા માટે આહાર વાપર્યા વગર જ્યાં સુધી હું અપ્રમાદભાવની વૃદ્ધિ કરી શકું, ત્યાં સુધી મારે આહાર વાપરવો જોઈએ નહિ. આથી જયારે આહારના અભાવને કારણે દેહના શૈથિલ્યથી શુભ ધ્યાનમાં સભ્ય યત્ન ન થઈ શકતો હોય, ત્યારે સાધુ શુભ ધ્યાનમાં દઢ યત્ન કરવા માટે અત્યંત યતનાપૂર્વક આહાર ગ્રહણ કરે છે. માટે સાધુ આહાર ગ્રહણ કરતી વખતે પણ યતનામાં વીર્ય ગોપવતા નથી, અને આહારના અભાવમાં પણ શુભ યોગની વૃદ્ધિ થઈ શકતી હોય ત્યારે અનશનાદિ તપના આસેવન દ્વારા ચિત્તમાં ભાવન કરેલ અણાહારી ભાવના દઢ કરે છે. તેમ કરવાથી તે સાધુની અણાહારી ભાવનાની વૃદ્ધિરૂપ શુભયોગની વૃદ્ધિ થાય છે, અને તપ કરવાથી ઇન્દ્રિયો શાંત થયેલ હોવાથી પોતે સંયમમાં સમ્યગુ યત્ન કરી શકે છે, એ રૂપ શુભ યોગની પણ વૃદ્ધિ થાય છે. આથી અનશનાદિ તપોપધાનને શુભાનુબંધી કહેલ છે.
વળી, સાધુ શુભ ધ્યાનની હાનિ ન થાય, પરંતુ પોતે જે સ્વાધ્યાયાદિ દ્વારા શુભ ધ્યાનમાં યત્ન કરે છે તેમાં પૂરક બને, તે રીતે અનશનાદિ તપમાં પ્રયત્ન કરતા હોય છે; કેમ કે બાહ્ય એવા અનશનાદિ તપથી યુક્ત એવું સ્વાધ્યાયાદિ શુભ ધ્યાન નિર્લેપતાનું પ્રબળ કારણ છે, અને સાધુ સ્વાધ્યાયાદિ દ્વારા નિર્લેપ ચિત્ત પ્રગટ કરવા યત્ન કરતા હોય છે.
વળી, સાધુ તપોપધાન દ્વારા આ લોક કે પરલોક સંબંધી કોઈ આશંસા રાખતા નથી, કેવલ સંયમના શુભ યોગોમાં અને શુભ ધ્યાનમાં સહાયક થાય તદર્થે તપોપધાનમાં ઉદ્યમ કરતા હોય છે, અને આવો તપ કરવાનું શાસ્ત્રમાં કહેલ છે. આમ છતાં જેઓ માત્ર સ્વાગ્રહથી બાહ્ય આચરણાત્મક તપોનુષ્ઠાનમાં અત્યંત ઉદ્યમ કરે છે, પરંતુ જેઓનું તપ શુભ યોગની વૃદ્ધિનું જનક નથી કે શુભ ધ્યાનથી સમન્વિત નથી, તેઓનું તપ વાસ્તવિક રીતે તપોનુષ્ઠાન જ નથી. ૮૪પ
અવતરણિકા :
ओघत बाह्याभ्यन्तररूपं तप आह -
અવતરણિકાર્ય :
ઓઘથી સામાન્યથી, બાહ્ય-અત્યંતર રૂપવાળા તપને કહે છે, તેમાં પ્રથમ બાહ્ય તપનું સ્વરૂપ બતાવે
* અહીં ‘મોતઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે વિશેષથી તો તપ ઘણા ભેદોવાળો છે, પણ તે સર્વનું કથન અહીં કરતા નથી, પરંતુ સામાન્યથી છ બાહ્ય અને છ અત્યંતરરૂપ ભેદો પાડીને પ્રથમ બાહ્ય તપનું સ્વરૂપ બતાવે છે– Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org