________________
૨૦૬
વતસ્થાપનાવસ્તુક યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૪૪
ગાથા :
वयरक्खणं परं खलु तवोवहाणमिह जिणवरा बिंति ।
एत्तो उ गुणविवड्डी सम्मं निअमेण मोक्खफला ॥८४४॥ અન્વયાર્થ :
રૂદ અહીં=આ લોકમાં કે આ કાળમાં, પરં વયવ પર એવું વ્રતરક્ષણ તવોવહાઈકતપોપધાન નિવર=જિનવરો વિંતિ કહે છે, પત્તો ૩ અને આનાથી તપઉપધાનથી, અખં-સમ્ય મુવિવઠ્ઠી-ગુણની વૃદ્ધિ નિગમે નિયમથી મોક્ષના મોક્ષરૂપ ફળવાળી થાય છે. * “વસુ' વાક્યાલંકારમાં છે. * “૬ વકાર અર્થક છે. ગાથાર્થ :
આ લોકમાં કે આ કાળમાં, પ્રધાન વ્રતનું રક્ષણ તપોપધાન જિનેશ્વરો કહે છે, અને તપઉપધાનથી સમ્યગ્ર ગુણની વૃદ્ધિ નિયમથી મોક્ષરૂપ ફળવાળી થાય છે.
ટીકા :
व्रतरक्षणं परं-प्रधानं खलु, किं तदित्याह-तपउपधानम् इह लोके काले वा जिनवरा बुवते, अतश्च तपउपधानाद् गुणवृद्धिः सम्यक्-प्रशस्ता नियमेन-अवश्यन्तया मोक्षफला, गुणवृद्धिरिति
થાર્થઃ II૮૪૪. ટીકાર્ય
આ લોકમાં કે કાળમાં, પર=પ્રધાન, એવું વ્રતરક્ષણ, તે શું છે? એથી કહે છે – તપઉપધાન જિનવરો કહે છે; અને આનાથી તપઉપધાનથી, સમ્યક–પ્રશસ્ત, એવી ગુણની વૃદ્ધિ નિયમથી=અવશ્યપણાથી, મોક્ષફળવાળી થાય છે. મોક્ષફળવાળું કોણ થાય છે ? તેથી કહે છે, ગુણવૃદ્ધિ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જિનેશ્વરો કહે છે કે આ લોકમાં વ્રતરક્ષણનું પ્રધાન કારણ તપોપધાન છે. એ કથન દ્વારા એ પ્રાપ્ત થાય કે આ સંસારમાં સર્વત્ર સંયમની રક્ષાનો ઉપાય તપોનુષ્ઠાન જ છે; અથવા તો આ કાળમાં વ્રતરક્ષણનું પ્રધાન કારણ તપોપધાન છે, એ કથન દ્વારા એ પ્રાપ્ત થાય કે તીર્થકર કે અતિશયજ્ઞાની આદિના સમયમાં કોઈ સાધુ તપોનુષ્ઠાન ઓછું કરતા હોય, તોપણ બીજાં અનેક શુભ આલંબનોને કારણે તેઓનું વ્રતરક્ષણ થતું હતું, પરંતુ આ કાળ વિષમ છે, જીવ અનાદિકાળથી મોહવાસિત મતિવાળો છે, સદ્ આલંબનો દુષ્કર છે, ઇન્દ્રિયો જીવને ઉત્પથમાં લઈ જાય તેવી છે, તેથી આ કાળમાં તપોનુષ્ઠાન કરવામાં ન આવે તો વ્રતનું રક્ષણ કરવું દુષ્કર બની જાય; અને આવા કાળમાં તપ કરવાથી ઇન્દ્રિયો શિથિલ થવાને કારણે ઉત્પથમાં જતી ઇન્દ્રિયોનો અવરોધ થઈ શકે છે અને ઇન્દ્રિયોનો સમ્ય નિરોધ કરનાર સાધક વ્રતોનું રક્ષણ કરી શકે છે. આથી જિનેશ્વરોએ તપોપધાનને વ્રતરક્ષણનું પ્રધાન કારણ કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org