________________
વતસ્થાપનાવસ્તકા વથા પાયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૪૨-૮૪૩, ૮૪૪
૨૦૫
ગાથાર્થ :
સપ્રત્યપાય મનુષ્યપણું હોતે છતે, તપ દુઃખક્ષયનું કારણ હોવાથી અવશેષ એવા સુવિહિતોએ શું વળી તપમાં ઉધમ કરવો જોઈએ નહીં? અર્થાત કરવો જ જોઈએ.
ટીકા :
यत्र तीर्थकरोऽप्येवं, तत्र किं पुनरवशेषैः अतीर्थकरांदिभिः दुःखक्षयकारणात् सुविहितैः साधुभिर्भवति नोद्यन्तव्यम् ? उद्यन्तव्यमेव सप्रत्यपाये-चापलादिधर्मके मानुष्य इति गाथार्थः ॥८४३॥ ટીકાર્ય :
જ્યાં=જે તપના વિષયમાં, તીર્થકર પણ આ પ્રમાણે છે= પોપધાનમાં યત્ન કરે છે, ત્યાં તે તપના વિષયમાં, સપ્રત્યપાયવાળું ચાપલ્ય આદિ ધર્મવાળું, મનુષ્યપણું હોતે છતે, દુઃખલયનું કારણ હોવાથી અવશેષ એવા=અતીર્થંકરાદિ એવા, સુવિહિત સાધુઓએ શું વળી તપ ઉદ્યમ કરવા યોગ્ય નથી થતો? અર્થાત્ ઉદ્યમ કરવા યોગ્ય જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
તીર્થકરો પ્રવજ્યા ગ્રહણ કરે ત્યારથી ચાર જ્ઞાનવાળા હોય છે અને ગુણસંપન્ન હોવાથી દેવો વડે પૂજાય છે. વળી તે જ ભવમાં તેમનો નિશ્ચિત મોક્ષ થવાનો હોય છે અને તેઓ સંયમના યોગોમાં પણ અપ્રમત્ત હોય છે. માટે તેઓ તપ ન કરે તો પણ અવશ્ય કેવળજ્ઞાન પામવાના છે, છતાં તીર્થકરો જાણતા હોય છે કે જેમ સંયમના યોગોમાં અપ્રમાદભાવ આવશ્યક છે, તેમ શક્તિ ગોપવ્યા વગર અનશનાદિ તપમાં પણ યત્ન આવશ્યક છે. આથી તેઓ અનશનાદિ તપમાં પણ યત્ન કરે છે.
આમ, ચરમશરીરી એવા ભગવાન પણ અનશનાદિ તપોપધાનમાં ઉદ્યમ કરે છે, તેથી નક્કી થાય કે સંસારના જન્મ-મરણાદિરૂપ દુઃખોના ક્ષયનું કારણ આ તપ જ છે. વળી સુવિહિત સાધુઓ જાણતા હોય કે આ મનુષ્યભવ વીજળીના ચમકારા જેવો અસ્થિર હોવાથી ગમે ત્યારે પૂર્ણ થઈ શકે છે. માટે સાધના કરી નહીં તો તુરંત સંસારમાં પરિભ્રમણ કરવું પડશે. આથી સંસારનો ક્ષય કરવો હોય તો મારે અવશ્ય તપોપધાનમાં ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે આપણને ચરમભવ પણ પ્રાપ્ત થયો નથી, અને આ ભવ પ્રમાદમાં ચાલ્યો જશે તો ધર્મસામગ્રીથી યુક્ત મનુષ્ય જન્મ ફરી ક્યારે મળશે, તેની કોઈ ખાતરી નથી. માટે એક ક્ષણ પણ પ્રમાદ કર્યા વગર અનશનાદિ તપોપધાનમાં ઉદ્યમ કરવો જોઈએ. I૮૪૨૮૪૩
અવતરણિકા :
अस्यैव प्रकृतोपयोगितामाह -
અવતરણિતાર્થ :
પૂર્વની બે ગાથામાં આત્મકલ્યાણાર્થે તપોપધાનની કર્તવ્યતા દર્શાવી, જેનાથી તપ કર્તવ્ય છે', એમ સિદ્ધ થયું. છતાં ગાથા ૬૭૮માં બતાવેલ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાંથી તમને પણ વ્રતપાલનના ઉપાયરૂપે સિદ્ધ કરવા માટે આની જ–તપોપધાનની જ, પ્રકૃત એવા વ્રતપાલનના ઉપાયમાં ઉપયોગિતાને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org