________________
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૪૦-૮૪૧
૨૦૩
આ રીતે ઔપગ્રહિક ઉપધિ પણ ધ્યાન-સ્વાધ્યાયાદિનું નિમિત્ત બનીને આર્તધ્યાનાદિરૂપ અધિકરણથી રક્ષાનું કારણ બને છે, જેથી ચારિત્રની સમ્યગૂ સાધના થાય છે; પરંતુ જે સાધુઓ શાસ્ત્રમાં કહેલ પ્રમાણોપેત ઉપધિ ગ્રહણ કરતા ન હોય અને યથાસ્થાને તે ઉપધિનો ઉપયોગ કરતા ન હોય, તે સાધુઓ તેવી ઉપાધિ ગ્રહણ કરે કે વાપરે તેમાં તેઓને આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય છે. ૮૪૦
અવતરણિકા :
उक्तमुपकरणद्वारं, तपोविधानद्वारमभिधित्सुराह - અવતરણિતાર્થ :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા, તેમાંથી છટ્ટા ઉપાયરૂપ ઉપકરણ દ્વાર ગાથા ૭૬૯થી માંડીને ગાથા ૮૪૦ સુધીમાં કહેવાયું. હવે વ્રતપાલનના સાતમા ઉપાયરૂપ તપોવિધાન દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર ગાથા ૮૪૧થી ૮૬૫ સુધીમાં તેને કહે છે –
ગાથા :
कायव्वं च मइमया सत्तऽणुरूवं तवोवहाणं ति ।
सुत्तभणिएण विहिणा सुपसत्थं जिणवराइण्णं ॥८४१॥ અન્વયાર્થ :
નિપાવરફvvi ચ=અને જિનવર વડે આચર્ણ, સુપર્યં સુપ્રશસ્ત, સત્તડપુરૂવં શક્તિને અનુરૂપ, તવોવાઈ તપોપધાન સુત્તમપિUવિદિUTTPસૂત્રભણિત વિધિથીમરૂમમતિમાને જયઘંકરવું જોઈએ. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ :
અને જિનવર વડે આશીર્ણ, સુપ્રશસ્ત, શક્તિને અનુરૂપ, તપોનુષ્ઠાન, સૂત્રમાં કહેવાયેલ વિધિથી બુદ્ધિમાને કરવું જોઈએ. ટીકા :
कर्तव्यं च मतिमता=बुद्धिमता शक्त्यनुरूपं यथाशक्तिः, किमित्याह-तपउपधानं तपोऽनुष्ठानमिति सूत्रभणितेन विधिना-प्रकारेण, सुप्रशस्तं मांगल्यं जिनवराचरितं च उपधानमिति गाथार्थः ॥८४१॥ ટીકાર્ય :
અને મતિમાને=બુદ્ધિમાને, શક્તિને અનુરૂપ યથાશક્તિ, કરવું જોઈએ. શું? એથી કહે છે – સૂત્રમાં કહેવાયેલ વિધિથી=પ્રકારથી, પરૂપ ઉપધાન=ાપરૂપ અનુષ્ઠાન, કરવું જોઈએ. અહીં પ્રશ્ન થાય કે તારૂપ ઉપધાન કેવું છે? એથી કહે છે – ઉપધાન સુપ્રશસ્ત છેઃમાંગલ્યરૂપ છે, અને જિનવર વડે આચરાયેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૪૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org