________________
૨૦૨
વ્રતસ્થાપનાવક/યથા પાનિયતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૪૦
અન્વચાઈ :
મુછારા , મૂચ્છથી રહિતોને પોઆ (ઉપધિ) નુત્તી યુક્તિથી યતનાથી, વરVIીં ચરણની સમં=સમ્યગુ સદનો સાધક મામો કહેવાઈ છે. દર પુકવળી ઈતરથા રૂથં પિઅહીં પણ મા II આજ્ઞાદિ તોલા દોષો છે. ગાથાર્થ :
મૂચ્છથી રહિત સાધુઓને આ ઉપધિ ચતનાથી ચારિત્રની સાધક કહેવાઈ છે. વળી અન્યથા અહીં પણ આજ્ઞાભંગાદિ દોષો છે. ટીકા : __मूर्छारहितानाम्-अभिष्वङ्गवर्जितानां यतीनामेष द्विविधोऽपि पात्रपीठकादिरूप उपधिः सम्यग् अधिकरणरक्षाहेतुत्वेन चरणस्य साधको भणितः तीर्थकरगणधरैः युक्त्येति मानभोगयतनया, इतरथा पुनः अयुक्त्या यथोक्तमानभोगाभावे दोषा अत्रापि-उपधौ गृह्यमाणे भुज्यमाने वा आज्ञादय इति
થાઈ ૮૪૦ના () ટીકાર્ય : - મૂર્છાથી રહિતોને=અભિવૃંગથી વર્જિત એવા યતિઓને, આ બંને પ્રકારવાળી પણ પાત્ર અને પીઠનાદિરૂપ ઉપધિ, યુક્તિથી=માન અને ભોગની યાતનાથી શાસ્ત્રમાં કહ્યા મુજબ ઉપધિનું પ્રમાણ રાખવાથી અને શાસ્ત્રમાં કહ્યા મુજબ ઉપધિનો પરિભોગ કરવાથી, અધિકરણથી રક્ષાનું હેતુપણું હોવાથી તીર્થંકરગણધરો વડે ચરણની=ચારિત્રની, સમ્યગુ સાધક કહેવાઈ છે.
વળી ઈતરથા=અયુક્તિથી યથોક્ત માન અને ભોગના અભાવમાં અર્થાતુ શાસ્ત્રમાં કહ્યા મુજબ ઉપધિનું પ્રમાણ રાખવામાં ન આવે અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ઉપધિનો ઉપભોગ કરવામાં ન આવે, તો અહીં પણ= ગ્રહણ કરાતી કે ભોગવાતી ઉપધિમાં પણ, આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જગતના બાહ્ય પદાર્થો પ્રત્યે રાગ વગરના સાધુઓ પૂર્વમાં કહેલા ગણનાપ્રમાણ અને પ્રમાણમાનથી યુક્ત એવી ઔધિક અને ઔપગ્રહિક ઉપધિ ગ્રહણ કરે છે, અને ઉપધિના કારણે જ ઉપયોગ કરે છે. આથી તે ઉપધિ દ્વારા અધિકરણથી રક્ષા થાય છે; કેમ કે સાધુ પાસે વસ્ત્રરૂપ ઉપધિ ન હોય તો અસહ્ય ઠંડીમાં ઠંડીથી રક્ષણ માટે સાધુ ઘાસની ગંજીમાં ઘૂસી જાય અને ઘાસની ગંજી ન હોય તો તાપણું કરવા બેસી જાય, જેથી પર્કાયની વિરાધના થાય અર્થાતુ ઘાસની ગંજીમાં રહેલા જીવોની વિરાધના થાય તેમ જ જયાં અગ્નિકાય હોય ત્યાં છયે કાયની વિરાધના થાય. આમ વિરાધના થવાના કારણરૂપ ઘાસના ગ્રહણરૂપ કે અગ્નિના સેવનરૂપ અધિકરણથી રક્ષાનું કારણ વસ્ત્રરૂપ ઉપધિ બને છે.
વળી, સાધુ પાસે પાત્રરૂપ ઉપધિ ન હોય તેથી આહાર-પાણી હાથમાં ગ્રહણ કરીને વાપરે, અને કરપાત્ર લબ્ધિ ન હોય તો આહાર હાથમાંથી નીચે ઢોળાવાથી ત્રસ જીવોની વિરાધના થાય. આમ ત્રસ જીવોની વિરાધના થવાના કારણરૂપ હાથમાં આહાર ગ્રહણરૂપ અધિકરણથી રક્ષણનો હેતુ પાત્રરૂપ ઉપધિ બને છે.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only