________________
૨૪૬
વતસ્થાપનાવસ્તકા યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૧૪-૮૧૫
ભાવાર્થ :
તેવા પ્રકારના નબળા સંઘયણવાળા સાધુઓ પાસે કપડા ન હોય તો ઠંડીથી રક્ષણ માટે શિયાળામાં ઘાસની ગંજીઓમાં ઘૂસી જવાનો પ્રસંગ આવે, જેથી ઘાસમાં રહેલ ત્રસ જીવોની હિંસા થવાનો સંભવ રહે; અને ઘાસની ગંજીઓ ન મળે તો તાપણારૂપ અગ્નિના સેવનનો પ્રસંગ પ્રાપ્ત થાય, જેથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય. માટે ભગવાને નબળા સંઘયણવાળા સાધુઓને વસ્ત્ર ગ્રહણ કરવાનું કહેલ છે.
વળી, કોઈ મનોબળવાળા સાધુ ઘણી ઠંડીમાં પણ તૃણનું ગ્રહણ કે અગ્નિનું સેવન ન કરે, તોપણ તે સાધુ અતિ ઠંડીને કારણે ધ્યાનમાં યત્ન ન કરી શકે, અને વસ્ત્રના ગ્રહણથી ઠંડીનું નિવારણ કરીને સમાધિનું આપાદન કરવા દ્વારા સાધુ ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં યત્ન કરી શકે, તદર્થે ભગવાને કલ્પ ગ્રહણ કરવાનું કહેલ છે.
વળી, કોઈ સાધુ બિમાર પડે ત્યારે અન્ય સાધુઓ પાસે કપડા હોય તો ઓઢાડવા દ્વારા તે સાધુની ઠંડી વગેરેનું નિવારણ કરવા માટે વસ્ત્ર ઉપયોગી થઈ શકે અથવા કોઈ સાધુ કાળધર્મ પામ્યા હોય તો તેમના મૃતકને ઢાંકવા માટે વસ્ત્ર ઉપયોગી થાય; કેમ કે પૂર્વમાં સાધુઓ જ મૃતકને ઢાંકીને યોગ્ય વિધિથી પરઠવતા હતા. માટે ભગવાને ત્રણ કપડા રાખવાની સાધુને અનુજ્ઞા આપી છે. ૧૮૧૪ો. અવતરણિકા :
अवसरप्राप्तं रजोहरणमानमाह - અવતરણિકાર્ય :
અવસરને પ્રાપ્ત એવા રજોહરણના માનને કહે છે – ભાવાર્થ :
ગાથા ૭૯૩થી ૮૧૨ સુધી પાત્રનિર્યોગનું પ્રમાણમાન અને પ્રયોજન બતાવ્યું, ત્યારબાદ ગાથા ૮૧૩૮૧૪માં ત્રણ કપડાનું પ્રમાણમાન અને પ્રયોજન બતાવ્યું; આથી દશ પ્રકારની ઔધિક ઉપધિના પ્રમાણમાનનું અને પ્રયોજનનું વર્ણન પૂરું થયું. હવે બાકી રહેલ રજોહરણ અને મુહપત્તિરૂપ ઔધિક ઉપધિના પ્રમાણમાન અને પ્રયોજનના વર્ણનનો અવસર પ્રાપ્ત થયો હોવાથી પ્રથમ રજોહરણનું માપ બતાવે છે –
ગાથા :
बत्तीसंगुलदीहं चउवीसं अंगुलाई दंडो से ।
सेस दसा पडिपुण्णं रयहरणं होइ माणेणं ॥८१५॥ અન્વયાર્થ :
છે તેનોકરજોહરણનો, સંતો દાંડો ચડવી મંત્રાપું ચોવીશ અંગુલ (અને) ર=દશીઓ શેષ= આઠ અંગુલ હોય છે. વસંપુત્રીજું યદા =બત્રીશ અંગુલ દીર્ઘ એવું રજોહરણ માપv=માનથી વિપુv=પ્રતિપૂર્ણ રડું થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org