________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ / ગાથા ૮૧૯
........ચૈત્રમ્ અને આ ધ્રુવલાભમાં અને અસંસક્ત દેશમાં આ રીતે છે અર્થાત્ વૈયાવૃત્ત્વકર સંઘાટકને આશ્રયીને બંને કાળમાં માત્રકનું ગ્રહણ છે એ, જ્યાં ગુર્વાદિ પ્રાયોગ્ય આહાર નક્કી પ્રાપ્ત થતો હોય અને આહાર જલદી જીવસંસક્ત ન થઈ જતો હોય, તેવા દેશમાં ઉપરમાં કહ્યું એ રીતે છે—બન્ને કાળમાં વૈયાવચ્ચ કરનાર સંઘાટક સાધુને આશ્રયીને માત્રકનું ગ્રહણ છે, એમ જે ઉપરમાં કહ્યું એ રીતે છે.
૨૫૧
અન્ય.......નાચવા વળી અન્યદા=ધ્રુવ લાભ ન હોય અને અસંસક્ત દેશ ન હોય તો, સર્વ સંઘાટકોને જ તેનું=માત્રકનું, ગ્રહણ છે; તેઓને પણ=સર્વ સંઘાટકોને પણ, અધ્રુવ લાભાદિમાં જ માત્રકનું ગ્રહણ છે, અન્યદા નહીં=ધ્રુવ લાભાદિમાં માત્રકનું ગ્રહણ નથી.
યત... ...થાર્થ: જે કારણથી કહે છે- વર્ષાવાસમાં=વર્ષાઋતુમાં, માત્રકનો અધિકાર છે; કેમ કે સંસક્તાદિનો સંભવ છે=આહાર જીવથી સંસક્ત વગેરે હોવાનો સંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
બે અસતી–એક પસતી, ઇત્યાદિ માપની પદ્ધતિથી બનેલું મગધદેશમાં પ્રસિદ્ધ એવું પ્રસ્થક છે. તે પ્રસ્થકથી કાંઈક મોટું માત્રકનું પ્રમાણ છે; અને તે પ્રસ્થકનું પ્રમાણ આ રીતે : બે અસતિ(હથેળી)=એક પતિ (પસલી), બે પસતિ=એક સેતિકા (ખોબો), ચાર સેતિકા=એક મગધદેશનો પ્રસ્થક.
:
આ રીતે ગાથાના પૂર્વાáથી માત્રકનું પ્રમાણ બતાવીને આવા પ્રમાણવાળા માત્રકનું ગ્રહણ ક્યારે કરવાનું છે ? તે ગાથાના ઉત્તરાર્ધ્વથી બતાવે છે- શેષકાળમાં અને ચોમાસામાં વૈયાવચ્ચકર સંઘાટકને માત્રકનું ગ્રહણ છે; કેમ કે તેઓને બંને ઋતુમાં આચાર્યાદિને પ્રાયોગ્ય આહારનું ગ્રહણ કરવાનું હોય છે.
હવે મૂળ ગાથાના ચોથા પાદની પૂર્વે જે અધ્યાહાર છે તેને કહે છે— ગુર્વાદિને પ્રાયોગ્ય આહારનો નક્કી લાભ થતો હોય તેવા દેશમાં વૈયાવચ્ચકર સંઘાટક જ માત્રક રાખે, અને ગુર્વાદિને પ્રાયોગ્ય આહારનો નક્કી લાભ થતો ન હોય ત્યાં અન્ય સંઘાટક સાધુઓ પણ માત્રક રાખે, જેથી પોતાની ભિક્ષા સાથે ક્યારેક ગુર્વાદિને પ્રાયોગ્ય ભિક્ષા મળે તો માત્રકમાં લઈ શકાય.
વળી, કેટલાક દેશોમાં ગુર્વાદિને પ્રાયોગ્ય આહાર નક્કી મળતો હોય, છતાં તે દેશનું વાતાવરણ તેવા પ્રકારનું હોવાના કારણે આહાર જીવસંસક્ત હોવાની સંભાવના હોય, તો ત્યાં પણ સર્વ સંઘાટકો અવશ્ય ભિક્ષા વહોરવા જતી વખતે માત્રક રાખે, જેથી ભિક્ષા માત્રકમાં વહોર્યા પછી ગંધથી કે સૂક્ષ્મ અવલોકનથી નક્કી કરી શકાય કે આ ભિક્ષા ચલિતરસવાળી નથી, માટે જીવસંસક્ત નથી; અને ત્યારપછી સાધુ માત્રકમાં વહોરેલ ભિક્ષા પાત્રકમાં નાખે, અને જો માત્રકમાં વહોરેલ આહાર જીવસંસક્ત હોય તો યોગ્ય સ્થાને પરઠવે; અને જો માત્રક ન રાખ્યું હોય તો સર્વ ભિક્ષા પાત્રકમાં વહોરવાથી જીવસંસક્ત ભિક્ષા સાથે અન્ય પણ સર્વ ભિક્ષા પરઠવવાનો પ્રસંગ આવે. માટે જીવસંસક્ત આહારવાળા દેશમાં ગુર્વાદિને પ્રાયોગ્ય આહાર લાવનાર વૈયાવચ્ચકર સંઘાટક તો માત્રક રાખે, પરંતુ સર્વ સંઘાટકો પણ માત્રક રાખે, જેથી ઉચિત જયણા થઈ શકે. વળી સર્વ સંઘાટકોને પણ, ગુર્વાદિને પ્રાયોગ્ય આહાર નક્કી મળતો ન હોય કે દેશ જીવસંસક્ત આહારવાળો હોય ત્યારે જ માત્રક રાખવાનું છે, નહીં તો તેઓને માત્રક રાખવાનો નિષેધ છે.
અહીં પ્રશ્ન થાય કે ગુર્વાદિને પ્રાયોગ્ય આહારના અવ લાભાદિમાં જ વૈયાવચ્ચકર સંઘાટકથી અન્ય સર્વ સંઘાટકોને માત્રકનું ગ્રહણ છે, નહીંતર નહીં, તેમાં યુક્તિ શું ? તેથી તે યુક્તિ જણાવવા અર્થે ગાથાના
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International