________________
વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: ‘ઉપકરણ’ | ગાથા ૮૩૨
૨૬૩ નિસUUપછીયો=અનિષણના પ્રચ્છાદન માટે=નહીં બેઠેલી સાધ્વીઓનું શરીર ઢાંકવા માટે, મોસર સમવસરણમાં રસ્થા ચાર હાથવાળી મસિT=મસૃણ=છિદ્ર વગરની, (સંઘાટી) હોય છે.
ગાથાર્થ :
બે સંઘાટી ત્રણ હાથ લાંબી હોય છે. તે બેમાંથી એક સંઘાટી ભિક્ષા માટે અને બીજી સંઘાટી મળત્યાગ કરવા માટે જતી વખતે વપરાય છે, અને ઊભી રહેલી સાધ્વીઓના શરીરને ઢાંકવા માટે સમવસરણમાં ચાર હાથવાળી છિદ્ર વગરની સંઘાટી હોય છે.
ટીકા :
द्वे त्रिहस्तायामे भवतः, तयोभिक्षार्थमेका एका उच्चारे भवति, भेदग्रहणं गोचरायुपलब्धतुल्यवेषादिपरिहारार्थं, तथा समवसरणे व्याख्याने स्नात्रादौ चतुर्हस्ता, सा ह्यनिषण्णप्रच्छादनायोपयुज्यते, यतो न तत्र संयतीभिरुपवेष्टव्यं, सा च मसृणा-अशुषिरा भवतीति गाथार्थः ॥८३२॥ ટીકાર્થ :
બે સંઘાટી ત્રણ હાથના આયામવાળી–ત્રણ હાથના વિસ્તારવાળી, હોય છે. તે બેમાં એક સંઘાટી ભિક્ષા અર્થે, એક સંઘાટી ઉચ્ચારમાં હોય છે. ભેદનું ગ્રહણ એક સરખી બે સંઘાટીને જુદા જુદા કાર્યમાં વાપરવારૂપ ભેદનું ગ્રહણ, ગોચર આદિમાં ઉપલબ્ધ થતા તુલ્ય વેષ વગેરેના પરિવાર અર્થે છે; અને સમવસરણમાંક વ્યાખ્યાનમાં, સ્નાત્રાદિમાં, ચાર હાથવાળી સંઘાટી હોય છે, ખરેખર તે અનિષણના પ્રચ્છાદન માટે ઉપયોજાય છેચાર હાથવાળી સંઘાટીનો નહીં બેઠેલી સાધ્વીઓના શરીરને ઢાંકવા માટે ઉપયોગ કરાય છે; જે કારણથી સંયતીઓ વડે ત્યાં=વ્યાખ્યાનાદિમાં, બેસવા યોગ્ય નથી, અને તે ચાર હાથવાળી સંઘાટી, મસૃણ અશુષિર=છિદ્ર વગરની, હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
બે સંઘાટી ત્રણ હાથ લાંબી હોય છે. તેમાંથી એક સંઘાટી ગોચરીએ જવા માટે અને એક સંઘાટી ઉચ્ચારની ભૂમિએ જવા માટે હોય છે. બે સરખી સંઘાટીમાંથી એક ગોચરી માટે અને એક ઉચ્ચાર માટે, એ રૂપ ભેદનું ગ્રહણ ગોચરી આદિમાં ઉપલબ્ધ થતા સરખા વેષાદિના પરિવાર માટે છે. “ોવરદિ'માં “માદ્રિ' પદથી ઉચ્ચારનું ગ્રહણ કરવાનું છે, અને “વેષાદ્રિ'માં ‘મદિ' પદથી પાત્રનું ગ્રહણ કરવાનું છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે ગોચરીએ અને ઉચ્ચારભૂમિએ જવા માટે ઉપલબ્ધ ત્રણ હાથની સંઘાટી અને પાત્રરૂપ સરખો વેશ અને સરખા પાત્રનો ત્યાગ કરવા અર્થે ભેદનું ગ્રહણ છે; કેમ કે ગોચરીની અને મળત્યાગ માટેની સંઘાટી જુદી દેખાવાથી, ગૃહસ્થોને સાધ્વીઓનો ભિક્ષાનો અને મળત્યાગનો વેષ વગેરે સરખો હોય છે એવું પ્રતીત ન થાય. આથી ભિક્ષાની અને ઉચ્ચારની સંઘાટી સાધ્વીઓને જુદી હોય છે.
વળી, વ્યાખ્યાનમાં અને સ્નાત્ર વગેરેમાં સાધ્વીઓને ચાર હાથવાળી સંઘાટી ઓઢવાની હોય છે, કેમ કે વ્યાખ્યાનમાં કે સ્નાત્રાદિમાં સાધ્વીઓને બેસવાનું હોતું નથી, તેથી ચાર હાથવાળી સંઘાટી ઊભેલી સાધ્વીઓના શરીરને ઢાંકવા માટે ઉપયોગી છે, અને તે ચાર હાથવાળી સંઘાટી છિદ્ર વગરની હોય છે. ll૮૩૩ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org