________________
વ્રતસ્થાપનાવસ્તુક / ‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર ઃ ‘ઉપકરણ’ | ગાથા ૮૦૪
અન્વયાર્થ :
શિદ્દામુ તિન્નિ-ગ્રીષ્મમાં ત્રણ, હેમંત ઘો-હેમંતમાં ચાર, વાસાસુ પંત્ર પડના=વર્ષામાં પાંચ પડલાઓ હોય છે. રૂ ૩=વળી આ=ઋતુ પ્રમાણે ત્રણ-ચાર-પાંચ પડલાઓ બતાવ્યા એ, ક્ષેસ-ઉત્કૃષ્ટ છે. ત્તો પુણ=આનાથી પછી માિમે-મધ્યમ પડલાઓને વોખ્ખું=હું કહીશ.
૨૩૪
ગાથાર્થ :
ગ્રીષ્મકાળમાં ત્રણ પડલા, હેમંતૠતુમાં ચાર પડલા, અને વર્ષાકાળમાં પાંચ પડલા હોય છે. વળી ૠતુ પ્રમાણે ત્રણ-ચાર-પાંચ પડલા બતાવ્યા એ ઉત્કૃષ્ટ છે. હવે પછી મધ્યમ પડલાઓ કેટલા હોવા જોઈએ, તેને હું કહીશ.
ટીકા :
सामान्येन तादृशानि भवन्ति स्वरूपेण पटलानि तानि च त्रीणि वा ग्रीष्मेषु, सर्वेष्वेव त्रीणि पटलानि भवन्ति, कालस्यात्यन्तरूक्षत्वात् द्रुतं पृथिवीरजः प्रभृतिपरिणते:, तेन पटलभेदायोगादिति । पटलानि हेमन्ते, कालस्य स्निग्धत्वात् विमर्द्देन पृथ्वीरजः प्रभृतिपरिणते:, तेन पटलभेदसम्भवादिति । पञ्च वर्षासु सर्वास्वेव पटलानि भवन्ति, कालस्यात्यन्तस्निग्धत्वात् अतिचिरेण रजःप्रभृतिपरिणते:, तेन पटलभेदयोगादिति । उत्कृष्टान्येतानि तत्स्वरूपापेक्षया चेहोत्कृष्टत्वपरिग्रहः, अत्यन्तशोभनानि पटलान्येवं भवन्ति, अतः पुनः = अतः ऊर्ध्वं मध्यमानि वक्ष्ये = मध्यमानि स्वरूपेण पटलानि यावन्ति भवन्ति तावन्ति वक्ष्य इति गाथार्थः ॥ ८०४ ॥
ટીકાર્ય :
सामान्येन.. ...ોત્ સામાન્યથી સ્વરૂપથી તેવા પ્રકારના=પૂર્વગાથામાં બતાવ્યા તેવા પ્રકારના, પડલાઓ હોય છે, અને તેઓ=પડલાઓ, ગ્રીષ્મમાં ત્રણ હોય છે. તે જ સ્પષ્ટ કરે છે – સર્વ જ ગ્રીષ્મકાળમાં ત્રણ પડલાઓ હોય છે; કેમ કે કાળનું અત્યંત રૂક્ષપણું હોવાને કારણે જલદી પૃથ્વીની રજ વગેરેની પરિણતિ થાય છે=અચિત્ત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે રૂક્ષ કાળ હોવાથી પૃથ્વીની રજ વગેરે જંલદી પરિણત થાય છે, તે માટે ત્રણ પડલાઓ જ કેમ ? તેથી હેતુ આપે છે
-----
તેનાથી=પૃથ્વીની રજ વગેરે જલદી પરિણત થવાથી, પડલાના ભેદનો અયોગ છે=પૃથ્વીની રજ વગેરે ત્રણ પડલા ભેદીને અંદર પાત્રા સુધી જઈ શકતા નથી.
‘કૃતિ’ગ્રીષ્મઋતુમાં ત્રણ પડલા રાખવાના પ્રયોજનની સમાપ્તિ અર્થે છે.
ચારિ...... મેનસમવાત્ હેમન્તમાં ચાર પડલાઓ હોય છે; કેમ કે કાળનું સ્નિગ્ધપણું હોવાને કારણે વિમર્દ દ્વારા પૃથ્વીની રજ વગેરેની પરિણિત થાય છે.
સ્નિગ્ધ કાળ હોવાથી પૃથ્વીની રજ વગેરે વિમર્દ દ્વારા પરિણત થાય છે, એટલા માત્રથી ત્રણ પડલાઓને બદલે ચાર પડલાઓ કેમ ? તેથી હેતુ આપે છે -
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org