________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૦૬-૮૦
ગાથા :
गिम्हासु पंच पडला छप्पुण हेमंति सत्त वासासु । तिविहम्मि कालछेए पायावरणा भवे पडला ॥८०६ ॥
અન્વયાર્થ :
fશમ્હાસુ પંચ=ગ્રીષ્મમાં પાંચ, હેમંતિ છવ્વુળ-વળી હેમંતમાં છ, વાસાસુ સત્ત=વર્ષામાં સાત પડતા= પડલાઓ (જઘન્ય) છે. તિવિદ્યુમ્મિ ાનછેU= T=ત્રણ પ્રકારના કાળના છેદમાં પા=પડલાઓ પાયાવર=પાત્રના આવરણ મવે-થાય છે.
૨૩૦
ગાથાર્થ :
ગ્રીષ્મકાળમાં પાંચ, વળી હેમંતકાળમાં છ, વર્ષાકાળમાં સાત પડલાઓ જઘન્ય છે. ત્રણ પ્રકારના કાળના ભેદમાં પડલાઓ પાત્રના આવરણરૂપ થાય છે.
ટીકા :
ग्रीष्मेषु पञ्च पटलानि षट् पुनर्हेमन्ते सप्त वर्षासु, त्रयाणामपि प्रयोजनं पूर्ववत्, एवं त्रिविधे कालच्छेदे पात्रावरणानि भवन्ति पटलानि, समासप्रयोजनमेतदेतेषामिति गाथार्थः ॥८०६ ॥
ટીકાર્ય :
ગ્રીષ્મમાં પાંચ, વળી હેમંતમાં છ, વર્ષામાં સાત પડલાઓ હોય છે. ત્રણેયનું પણ પ્રયોજન પૂર્વની જેમ છે=ગાથા ૮૦૪માં બતાવ્યું તેમ જાણવું. આ રીતે ત્રણ પ્રકારવાળા કાળના છેદમાં=ભેદમાં, પડલાઓ પાત્રનું આવરણ થાય છે. આ આમનું સમાસથી પ્રયોજન છે=પૃથ્વીની ૨જ વગેરે પાત્રને ન સ્પર્શે એ પડલાઓનું સંક્ષેપથી કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦૬॥
અવતરણિકા :
उद्दिष्टसङ्ख्याभेदभावात् सङ्ख्यामानमभिधायैतेषामेव प्रमाणमानमाह
-
અવતરણિકાર્ય :
ઉદ્દિષ્ટ એવા પડલાની સંખ્યાના ભેદના ભાવથી=કથનથી, સંખ્યામાનને કહીને, આમના જ=પડલાઓના જ, પ્રમાણમાનને કહે છે –
ભાવાર્થ :
પ્રસ્તુતમાં પડલાનો પ્રસ્તાવ ચાલે છે. તેથી પડલાને ઉદ્દેશીને ગાથા ૮૦૩માં પડલાનું સ્વરૂપ દર્શાવ્યું. તેથી ઉદ્દિષ્ટ એવા પડલાના સંખ્યાના પ્રકાર કહેવા દ્વારા ગાથા ૮૦૪થી ૮૦૬માં કેવા પ્રકારના પડલા કઈ ઋતુમાં કેટલા વાપરવા જોઈએ ? એ પ્રકારે પડલાનું ગણનાપ્રમાણ બતાવ્યું. હવે પડલા કેટલા લાંબા-પહોળા હોવા જોઈએ ? એ પ્રકારે પડલાનું માનપ્રમાણ બતાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org