________________
૨૩૦
વ્રતસ્થાપનાવસ્તક “યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ ઉપકરણ' | ગાથા ૦૯૯-૮૦૦ કેવું વિશિષ્ટ છે? અર્થાત્ પાત્રબંધનું પ્રમાણ ભાજનના પ્રમાણથી કેટલું મોટું છે? એથી કહે છે – વાવ બે ગાંઠ કરાયે છતે બે કોણ ચાર અંગુલવાળા થાય.
સૂત્રનું ત્રિકાલવિષયપણું હોવાથી આ=ઉપરમાં બતાવેલ પાત્રબંધનું પ્રમાણ, અપવાદિક છે, કેમ કે સદા ગ્રંથિનો અભાવ છે અર્થાત્ દરેક કાળમાં ઝોળીની ગાંઠ કરવાની હોતી નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પાત્રબંધનું પ્રમાણ સાધનભૂત એવા ભાજનના પ્રમાણથી કરવું જોઈએ, અને પાત્રબંધનું પ્રમાણ ભાજનથી કંઈક વિશેષ છે, તેથી કહે છે કે ઝોળીની અંદર પાત્રને મૂકીને ઝોળીની ગાંઠ કરતાં ઝોળીના બે ખૂણા પાત્રની ઊંચાઈથી ચાર આંગળ પ્રમાણ ઉપર રહે, તેટલા પ્રમાણવાળી ઝોળી હોવી જોઈએ. આ રીતે ઝોળીનું પ્રમાણ સૂત્રથી કહ્યું, અને ઝોળીના પ્રમાણને બતાવનાર સૂત્ર ત્રણેય કાળના વિષયવાળું છે; કેમ કે દરેક તીર્થકર ઝોળીનું પ્રમાણ સરખું જ બતાવે છે.
વળી ઝોળીને ગાંઠ બાંધવાનો વ્યવહાર પાછળથી થયેલો હોવાને કારણે ઝોળીનું આ પ્રમાણ અપવાદિક છે; કેમ કે સદા ગ્રંથિનો અભાવ છે અર્થાત્ ઝોળીને ગાંઠ બાંધવાનો વ્યવહાર હંમેશાં હોતો નથી. આથી ગાંઠ બાંધ્યા વિના ઝોળીના બે ખૂણા પાત્ર કરતાં ચાર આંગળ ઉપર રહે, એ પ્રકારના ઝોળીના માપને દર્શાવનાર સૂત્ર ઉત્સર્ગથી છે; જયારે ગાંઠ બાંધ્યા પછી પાત્રથી બે ખૂણા ચાર આંગળ ઉપર રહે, એ પ્રકારના ઝોળીના માપને દર્શાવનાર સૂત્ર અપવાદથી છે. આમ, દરેક તીર્થકરના કાળમાં અપવાદિક ઝોળીનું પ્રમાણ આ જ હોય છે, અને અપવાદનું કારણ ન હોય ત્યારે ઉત્સર્ગથી ઉપર બતાવેલ પાત્રબંધનું માપ હોય છે. ૭૯૯લા
ગાથા :
पत्तट्ठवणं तह गोच्छओ अ पायपडिलेहणी चेव ।
तिण्हं पि उ प्पमाणं विहत्थि चउरंगुलं चेव ॥८००॥ અન્વયાર્થ :
ત્તિકૂવાં તતથા પાત્રસ્થાપન=નીચેનો ગુચ્છો, તોછો અને ગોચ્છક=ઉપરનો ગુચ્છો, પાપડિક્લેરો વેવ અને પાત્રપ્રતિલેખની=ચરવળી, તિË fપ ૩=વળી ત્રણેયનું પણ પ્રભાઈ પ્રમાણ વિસ્થિ વડ શુનું ચેવ વિતસ્તિ=એક વેત, અને ચાર અંગુલ છે. ગાથાર્થ :
તથા પાત્રસ્થાપન અને ગુચ્છા અને ચરવળી, વળી ત્રણેયનું પણ પ્રમાણ એક વેંત અને ચાર આંગળ છે.
ટીકા :
पात्रस्थापनमूर्णामयं तथा गोच्छकश्च पात्रप्रतिलेखनी चैव मुहपोत्ती, एतेषां त्रयाणामपि प्रमाणं प्रस्तुतं वितस्तिश्चतुरङ्गुलं चैव=षोडशाङ्गुलानीति गाथार्थः ॥८००॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org