________________
૨૨૮
વતસ્થાપનાવસ્તકા યથા પાયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૯૦-૯૮
અન્વયાર્થ :
રોમા=રોધકાદિમાં ોફ રિદ્ધિv=કોઈક ઋદ્ધિમાન માપૂર તુકભાજનપૂરને જ=પાત્ર ભરેલા ભોજનને જ, વિષ્ણાદિ આપે, દિયં ત્યાં-તેવા રોધકાદિમાં, તરસ તેનો નાંદીભાજનનો, યુવોનો ઉપયોગ છે; તે નં-શેષ કાલને વિષે (નાંદીભાજનનો ઉપયોગ) પડવું પ્રતિકુષ્ટ છે, * “તુ' વકાર અર્થક છે, અને તે પ્રકારથી એ પ્રાપ્ત થાય કે આખું પાત્ર ભરીને જ આપે, અધૂરું નહીં.
ગાથાર્થ :
રોધકાદિમાં કોઈક બદ્ધિમાન પાત્ર ભરેલું ભોજન જ આપે, તેવા રોધકાદિમાં નાંદીભાજનનો ઉપયોગ છે; શેષ કાલમાં નાંદીભાજનનો ઉપયોગ નિષિદ્ધ છે.
ટીકા :
दद्याद् यस्माद्भाजनपूरमेव ऋद्धिमान् कश्चित् नौवित्तकादिः रोधकादिष्वापद्विशेषेषु, तत्र-रोधकादौ तस्य नान्दीभाजनस्योपयोगः, शेषकालं प्रतिक्रुष्टः तस्योपयोग इति गाथार्थः ॥७९८॥ * “ોઘવિપુ'માં “મરિ' પદથી દુષ્કાળાદિ અન્ય આપત્તિઓનું ગ્રહણ કરવું છે. ટીકાર્ય :
જે કારણથી રોધકાદિ આપત્તિવિશેષોમાં નૌવિત્તકાદિ કોઈ ઋદ્ધિવાળો ભાજનપૂરને જ=આખું ભાજન ભરેલા ભોજનને જ, આપે, ત્યાં-તેવા રોધકાદિમાં, તેનો નાંદીભાજનનો, ઉપયોગ છે; શેષકાલને વિષે તેનો-નાંદીભાજનનો, ઉપયોગ પ્રતિષેધાયેલો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૭૯૬માં કહ્યું કે સાધુઓ રોધકાદિ આપત્તિઓમાં અપવાદથી ઉદરના પ્રમાણ કરતાં મોટા પ્રમાણવાળું પાત્ર રાખે. તેથી એ પ્રાપ્ત થાય કે મોટું પાત્ર ઉપલબ્ધ હોય તો નાંદીભાજન રાખવાની જરૂર રહેતી નથી; કેમ કે તે મોટા પાત્રમાં જ ગોચરી લાવે અથવા નિર્જરાના અર્થી વૈયાવચ્ચ કરનાર સાધુ મોટા પાત્રને બદલે ઔપગ્રહિક ઉપધિરૂપ નાંદીભાજનને રાખે, એ જણાવવા માટે ગાથા ૭૯૭માં “વા' કારથી કહ્યું કે વિપુલ નિર્જરાને માટે વૈયાવચ્ચ કરનાર સાધુ મહાપ્રમાણવાળું ઔપગ્રહિક એવું નાંદીભાજન ધારણ કરે, અને શેષ સાધુઓ પ્રમાણવાળું નાંદીભાજન ધારણ કરે.
વળી, ગાથા ૭૯૮માં કહ્યું કે નાંદીભાજનનો ઉપયોગ રોધકાદિ આપત્તિવિશેષમાં જ કરવાનો છે, તે સિવાય તેનો ઉપયોગ કરવાનો નિષેધ છે. તેથી શંકા થાય કે રોધકાદિ આપત્તિમાં શેષ સાધુઓને પ્રમાણયુક્ત નાંદીભાજનનો ઉપયોગ કેમ કરવાનો છે? મહાપ્રમાણવાળા નાંદીભાજનનો કેમ નહીં ? તેનો આશય એ છે કે વૈયાવચ્ચ કરનાર સાધુ કે શેષ સાધુઓ નાંદીભાજનનો ઉપયોગ રોધકાદિ આપત્તિકાળમાં જ કરે, છતાં વૈયાવચ્ચ કરનાર સાધુ મહાપ્રમાણવાળું નાંદીભાજન રાખે, જેથી ઘણા સાધુઓની ગોચરી લાવીને પોતે વિપુલ નિર્જરા પ્રાપ્ત કરી શકે; અને શેષ સાધુઓ પ્રમાણયુક્ત નાંદીભાજન રાખે, જેથી આપત્તિ હોવાને કારણે નિર્દોષ આહાર પોતાના ઉદરના પ્રમાણ કરતાં અધિક પ્રાપ્ત થાય તો અન્ય સાધુઓ માટે લાવી શકાય;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org