________________
૧૧૨
વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ગુર' ગાથા ૬૯૦-૬૧ વળી, યોગ્ય શિષ્ય ગુણવાન ગુરુને પરતંત્ર થઈને તેમની આજ્ઞાનુસાર સંયમની ક્રિયા કરતો હોય, તો તેને જોઈને અન્ય જીવોને માર્ગદર્શન મળે છે; કેમ કે ગુરુને પરતંત્ર રહેવાથી શિષ્યમાં વર્તતો ગુરુકુલવાસ માર્ગરૂપ છે, તેવી બુદ્ધિ તે શિષ્યમાં વર્તતા માર્ગને જોઈને અન્ય યોગ્ય જીવોને પણ થાય છે. તેથી તે જ રીતે તેમને પણ માર્ગમાં પ્રવર્તવાનો પરિણામ થવાથી, ખરેખર મોક્ષમાર્ગ ગુરુકુલવાસરૂપ છે એવો યથાર્થ બોધ થાય છે.
વળી, દીક્ષા ગ્રહણ કરતી વખતે શિષ્ય “ફચ્છીમોડપુટ્ટિ" શબ્દોના ઉચ્ચાર દ્વારા ગુરુને પરતંત્ર થવાનું નિવેદન કર્યું હતું, તે નિવેદનનું ગુરુકુલવાસમાં ગુરુને પરતંત્ર રહેવાથી પાલન થાય છે. ll૯૯૦
ગાથા :
वेयावच्चं परमं बहुमाणो तह य गोअमाईसु ।
तित्थयराणाकरणं सुद्धो नाणाइलंभो अ ॥६९१॥ અન્વયાર્થ :
પર વેચાવવૅ પરમ વૈયાવચ્ચ તદ ય અને તે રીતે મારું વઘુમાણો ગૌતમાદિ ઉપર બહુમાન થાય છે, તિસ્થયરી TRUાં તીર્થંકરની આજ્ઞાનું કરણ સુદ્ધાં ન નાફિલ્તનો અને શુદ્ધ એવો જ્ઞાનાદિનો લાભ થાય છે.
ગાથાર્થ :
પરમ વૈયાવચ્ચ અને તે રીતે ગીતમાદિ ઉપર બહુમાન થાય છે, તીર્થકરની આજ્ઞાનું પાલન અને શુદ્ધ જ્ઞાનાદિનો લાભ થાય છે. ટીકા :
वैयावृत्त्यं परमं तत्सन्निधानात् तद्गामि, बहुमानः तथा च गौतमादिषु गुरुकुलनिवासिषु, तीर्थकराज्ञाकरणं, तेनास्योपदिष्टत्वात्, शुद्धो ज्ञानादिलाभश्च विधिसेवनेनेति गाथार्थः ॥६९१॥ * “જ્ઞાનાહિત્નામ''માં “' પદથી તપ અને સંયમનો સંગ્રહ છે. ટીકાર્ય :
તેના સંનિધાનથી ગુરુની પાસે રહેવાથી, તગામી=ગુરૂવિષયક, પરમ વૈયાવૃત્યુ થાય છે, અને તે રીતે ગુરુકુલમાં નિવાસ કરનારા ગૌતમાદિ ઉપર બહુમાન થાય છે, તીર્થકરની આજ્ઞાનું કરણ=પાલન, થાય છે; કેમ કે તેના વડે આનું ઉપદિષ્ટપણું છે અર્થાત્ તીર્થકર વડે ગુરુકુલમાં વસવાનો ઉપદેશ અપાયો છે, અને વિધિસેવનથી=વિધિપૂર્વક ગુરુકુલવાસ સેવવાથી, શુદ્ધ એવો જ્ઞાનાદિનો લાભ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગુણવાન ગુરુના સાંનિધ્યમાં રહેવાથી ગુરુ સંબધી શ્રેષ્ઠ વૈયાવચ્ચ થાય છે, જે મહાનિર્જરાનું કારણ છે, માટે જ પરમ વૈયાવચ્ચ કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org