________________
વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ભક્ત’ | ગાથા ૭૪૪-૭૪૫
૧૦૯
આ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને સામાન્યથી ઉપસંહાર કરે છે=ગ્રંથકારશ્રી મૂળ ગાથાના ચોથા પાદમાં ઉપસંહાર કરે છે – તે ઓશિક છે. તુ શબ્દ સ્વગત ભેદોના વિશેષણના અર્થવાળો છે=ઔશિકમાં રહેલા ઉદ્દિષ્ટાદિ ત્રણ ભેદોને વિશેષ બતાવવાના અર્થવાળો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
દેશિક દોષ ત્રણ પ્રકારનો છે- ઉદિષ્ટ, કૃત અને કર્મ. (૧) દુકાળ દૂર થાય ત્યારે દુકાળમાં અનુભવેલી મુશ્કેલીઓને કારણે લોકોને વિચાર આવે કે “સત્કાર્યો કરીશું તો આપણને ભાવિમાં સારાં ફળો મળશે.” તેથી જૈન, બૌદ્ધ વગેરે સાધુઓને દાન આપવાના ઉદ્દેશથી, મસાલા વગેરે દ્વારા કોઈ જાતનો સંસ્કાર કર્યા વિના આહાર જેવો હોય તેવા સ્વરૂપમાં મૂકી રાખવામાં આવે, તો તે આહાર ઉદિષ્ટદેશિક દોષવાળો કહેવાય.
(૨) જૈન, બૌદ્ધ વગેરે સાધુઓને આપવાના સંકલ્પથી પોતાના વિવાદાદિ કોઈક પ્રસંગમાં વધેલા ભાત વગેરે મસાલા વગેરથી મિશ્રિત કરીને રાખવામાં આવે, તો તે આહાર કૃતશિક દોષવાળો કહેવાય.
(૩) જૈન, બૌદ્ધ વગેરે સાધુઓને આપવાના આશયથી પોતાના વિવાહાદિ કોઈક પ્રસંગમાં વધેલા લાડવાના ચૂર્ણને ગોળ, ખાંડ વગેરેની ચાસણીમાં ભેળવીને ફરી લાડવારૂપે બનાવીને આપવામાં આવે, તો તે મોદકરૂપ આહાર કર્મઔદેશિક દોષવાળો કહેવાય.
આ પ્રકારના ત્રણ ભેદોને ચિત્તમાં સ્થાપીને સામાન્યથી દેશિકદોષનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે કે તે દેશિક છે, અર્થાત્ ઉપરમાં બતાવ્યા તે ઉદિષ્ટ, કૃત અને કર્મ : એ ત્રણેય ભદવાળો આહાર દેશિક દોષવાળો છે.
વળી, સામાન્યથી ઔદેશિકદોષ બતાવીને તેને જ વિશેષથી જણાવવા માટે મૂળ ગાથાના અંતે તુ શબ્દનો પ્રયોગ કરેલ છે. તેથી એ ફલિત થાય કે ઉપરમાં બતાવેલ સામાન્યથી દેશિકદોષ વિશેપથી ત્રણ પ્રકારનો છે. li૭૪૪
અવતરણિકા :
(૩-૪) પૂતિકર્મદોષ અને મિશ્રજાતદોષનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
कम्माघयवसमेअं संभाविज्जइ जयं तु तं पूई ।
पढमं चिअ गिहिसंजयमीसुवक्खडाई मीसं तु ॥७४५॥ અન્વયાર્થ :
નયં તુ વળી જે વયવસગં કર્મના અવયવોથી સમેત=આધાકર્મભક્તના અવયવોથી યુક્ત, સંમવિજ્ઞ સંભવાય છે બનાવાય છે, તેં પૂછું તે પૂતિ છે; પઢમં વિમ=પ્રથમ જ=રસોઈના પ્રારંભથી જ. દિસંનયમસુવqારૂં ગૃહી અને સંવતનું મિશ્ર ઉપસ્કૃતાદિ મીરં તુ વળી મિશ્ર =મિશ્રજાતદોપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org