________________
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભક્ત' | ગાથા ૦૬૫-૬૬
ટીકાર્ય :
દ્રવ્ય જ અપરિણત હોય=સજીવ હોય, અથવા સંબંધવાળા બેના દાનમાં એક દાતાનો ભાવ અપરિણત હોય, તે ભોજન અપરિણતદોષવાળું છે. સમક્ષમાં જ દાન છે, એથી અનિસૃષ્ટથી ભેદ છે, અર્થાત્ બે દાતાની હાજરીમાં જ આહાર વહોરાવેલો હોવા છતાં એક દાતાનો ભાવ અપરિણત છે,. એથી અનિસૃષ્ટદોષથી અપરિણતદોષમાં ભેદ છે. વસાદિ ગર્ધિત દ્રવ્યથી=ચરબી વગેરે નિંદા પામેલા દ્રવ્યથી, લેપાયેલ હોય, તે ભોજન લિપ્તદોષવાળું છે. વળી પરિશાતનાવાળું દેય=આપવા યોગ્ય ભોજન, છર્દિતદોષવાળું છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
૨૦૦
ભાવાર્થ :
વહોરવા યોગ્ય દ્રવ્ય સજીવ હોય, તો તે ભક્ત દ્રવ્યને આશ્રયીને અપરિણતદોષવાળું કહેવાય, અથવા બે દાતા સંબંધી ભોજનના દાનવિષયક એક દાતાનો ભાવ વહોરાવાનો હોય અને બીજા દાતાનો ભાવ વહોરાવવાનો ન હોય, તો તેવો આહાર દાતાના ભાવને આશ્રયીને અપરિણતદોષવાળો કહેવાય. વળી અનેકની માલિકીવાળું દ્રવ્ય અન્યની ગેરહાજરીમાં અને અન્યની સંમતિ વગર એક માલિક આપે તો અનિસૃષ્ટદોષ થાય; જ્યારે અનેકની માલિકીવાળું દ્રવ્ય એક માલિક અન્યની હાજરીમાં જ આપે, પરંતુ અન્ય માલિકનો આપવાનો પરિણામ ન હોય, તો અપરિણતદોષ થાય. આ પ્રકારનો અનિસૃષ્ટ અને અપરિણત એ બંને દોષોમાં ભેદ છે. II૭૬૫
અવતરણિકા :
ગાથા ૭૩૯થી અત્યારસુધી ગોચરીના ૪૨ દોષો બતાવ્યા. હવે તેનું નિગમન કરીને ગ્રંથકારશ્રી માંડલીના પાંચ દોષો બતાવતાં કહે છે –
ગાથા :
एवं बायालीसं गिहिसाहूभयसमुब्भवा दोसा । पंच पुण मंडलीए णेआ संजोअणाईआ ॥७६६॥
અન્વયાર્થ :
i=આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે, શિાિહૂમયસમુધ્મવા-ગૃહી અને સાધુ ઉભયથી સમુદ્ભવ એવા વાયાતીસં=બેતાલીશ ોસા-દોષો છે. સંનોઞળાફંગ પુળ પંચ-વળી સંયોજનાદિ પાંચ મંજ઼ી=માંડલીમાં (બેઠેલા સાધુના) નેઞા-જાણવા.
ગાથાર્થ :
પૂર્વમાં કહ્યું એ રીતે, ગૃહસ્થથી અને સાધુથી ઉત્પન્ન થયેલા બેંતાલીશ દોષો છે. વળી સંયોજનાદિ પાંચ દોષો માંડલીમાં બેઠેલા સાધુના જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org