________________
૨૦૨
વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૦૬૦-૦૬૮
ટીકાર્ય : - સંયોજના=મીલના, પિંડનું પ્રમાણ, ભોજનમાં જ રાગ અંગાર છે, દ્વેષ=ભોજનમાં દ્વેષ, ધૂમ છે, અને વેદના વગેરે કારણ છે. હવે સંયોજનાનું સ્વરૂપ દર્શાવે છે- ઉપકરણ, ભક્ત અને પાનના વિષયવાળી, બાહ્ય સહિત અત્યંતર એવી પ્રથમ છે=સંયોજના છે. ત્યાં-ત્રણ પ્રકારની સંયોજનામાં, સુંવાળા ચોલપટ્ટા વગેરેના લાભમાં=પ્રાપ્તિમાં, બહાર જ તેને ઉચિત=સુંવાળા ચોલપટ્ટાદિને યોગ્ય, કામળી આદિનું અન્વેષણ શોધવું, એ ઉપકરણબાહ્યસંયોજના છે. વળી વસતિમાં તેના પરિભોગમાં સુંવાળા ચોલપટ્ટાદિ સાથે તેને ઉચિત સુંવાળી કામળી આદિ વાપરવામાં, અત્યંતરસંયોજના થાય છે. આ રીતે=જે રીતે ઉપકરણના વિષયમાં બાહ્ય અને અત્યંતર સંયોજનાનું યોજન કર્યું એ રીતે, ભક્ત-પાનમાં પણ યોજવું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
(૧) ભિક્ષાદિનું અનુકૂળતા પ્રમાણે યોજન કરવું, તે સંયોજનાદોષ છે. (૨) પ્રમાણથી અતિરિક્ત પિંડનો પરિભોગ કરવો, તે પ્રમાણદોષ છે. (૩) અનુકૂળ ભોજનમાં જ રાગ કરવો, તે અંગારદોષ છે. (૪) પ્રતિકૂળ ભોજનમાં જ ઠેષ કરવો, તે ધૂમદોષ છે અને (૫) સુધાવેદનાદિ છે કારણ વિના આહાર કરવો, તે કારણદોષ છે.
તેમાં વસ્ત્રની ગવેષણા કરતાં કોમળ ચોલપટ્ટા વગેરેનો લાભ થાય ત્યારે સાધુ તે ચોલપટ્ટા વગેરેને ઉચિત એવી સારી કામળી આદિનું અન્વેષણ કરે, તો તે ઉપકરણવિષયક બાહ્યસંયોજના છે; અને ઉપાશ્રયમાં સાધુ જ્યારે તે સુંવાળો ચોલપટ્ટો પહેરે ત્યારે જ તે સારી કામળી ઓઢે, તો તે ઉપકરણવિષયક અત્યંતરસંયોજના છે.
વળી, ભિક્ષાની ગવેષણા કરતાં સારા આહારની પ્રાપ્તિ થઈ હોય ત્યારે સાધુ તે આહારને અનુકૂળ સ્વાદવાળા અન્ય આહારની ગવેષણા કરે અને તેની સાથે જ વહોરે, જેથી અનુકૂળ બે આહારનું સંયોજન થવાને કારણે વિશિષ્ટ સ્વાદની પ્રાપ્તિ થાય; તો તે ભક્તવિષયક બાહ્યસંયોજના છે; અને માંડલીમાં ભિક્ષા વાપરતી વખતે અનુકૂળ સ્વાદવાળા બે આહારનું સંયોજન કરીને વાપરે, તો તે ભક્તવિષયક અત્યંતરસંયોજના છે.
વળી, પાનક વહોરતી વખતે પણ સ્વાદને અનુરૂપ અન્ય દ્રવ્ય સાથે ભેળવીને વહોરે, તો તે પાનવિષયક બાહ્યસંયોજના છે; અને વાપરતી વખતે અનુકૂળ સ્વાદવાળી વસ્તુ સાથે પાનકનું સંયોજન કરીને વાપરે, તો તે પાનવિષયક અભ્યતરસંયોજના છે. ૭૬થી
અવતરણિકા :
માંડલીના પાંચ દોષોમાંથી સંયોજનાદોષનું સ્વરૂપ પૂર્વગાથામાં દર્શાવ્યું. હવે પ્રમાણાદિ ચાર દોષોનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
बत्तीसकवल माणं रागद्दोसेहिं धूमइंगालं । वेआवच्चाईआ कारणमविहिम्मि अइयारो ॥७६८॥ दारं ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org