________________
વતસ્થાપનાવસ્તુકયથા પાયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૭૬૯-૭૦૦૦
૨૦૫
ભાવાર્થ :
સંયમપાલનમાં ઉપકારક થાય તેવાં જ વસ્ત્રાદિ મુનિ ધારણ કરે, જેથી ઉપકરણના ઉત્કર્ષથી પોતાને રાગની ઉત્પત્તિ ન થાય અર્થાત્ ઇન્દ્રિયોને અનુકૂળ હોવાને કારણે અને સુશોભા થવાને કારણે રાગની વૃદ્ધિ ન થાય; અને રાગ ન થાય તેવા આશયથી સાધુ નગ્નતા કે અંગોપાંગ દેખાય એવાં જીર્ણ પણ વસ્ત્રાદિ ધારણ ન કરે કે જેથી લોકમાં નિંદા થાય.
વળી, સાધુ પ્રત્યુપેક્ષણાદિ વિધિપૂર્વક ઉપકરણો ધારણ કરે, જેથી સંયમને અનુકૂળ યતનાનું પાલન થવાથી પર્કાયના જીવોનું રક્ષણ થાય.
વળી, શાસ્ત્રમાં વસ્ત્ર-પાત્રાદિનું જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણથી યુક્ત જ વસ્ત્રાદિ ધારણ કરે, પરંતુ પ્રમાણથી ન્યૂન કે અધિક વસ્ત્રાદિ ધારણ ન કરે.
આ રીતે ઉપકરણનો શાસ્ત્રોક્ત રીતે પરિભોગ કરવાથી ગ્રહણ કરેલ સંયમની વૃદ્ધિ થાય છે; પરંતુ પ્રસ્તુત ગાથામાં બતાવેલ મર્યાદાથી વસ્ત્રાદિ ધારણ કરવામાં ન આવે, તો ગાથા ૬૭૮માં વ્રતપાલનના ઉપાયોમાં બતાવ્યા મુજબ ઉપકરણ પણ વ્રતપાલનનો ઉપાય બની શકે નહિ. I૭૬૯તા. અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સાધુએ વસ્ત્રાદિ ઉપકરણ વિધિપૂર્વક અને પ્રમાણયુક્ત ધારણ કરવાં જોઈએ. તેમાં વસ્ત્રાદિ ઉપકરણની પ્રત્યુપેક્ષણાદિ વિધિ પૂર્વમાં વર્ણવાઈ ગઈ છે, તેથી હવે વસ્ત્રાદિ ઉપકરણના પ્રમાણને બતાવે છે –
ગાથા :
दुविहं उवहिपमाणं गणणपमाणं पमाणमाणं च । जिणमाइआण गणणापमाणमेअं सुए भणिअं ॥७७०॥
અન્વયાર્થ :
૩દિપમાdi=ઉપધિનું પ્રમાણ વિહં બે પ્રકારે છે : MUપમાં ગણનાપ્રમાણ પામvi =અને પ્રમાણમાન. નિનામા જિનાદિનું જિનકલ્પિક વગેરે સાધુઓનું, પાપમાdi=ગણનાપ્રમાણ, મંત્ર આ=આગળમાં કહેવાશે એ, સુપ-શ્રુતમાં મforગં કહેવાયું છે. ગાથાર્થ :
ઉપધિનું પ્રમાણ બે પ્રકારે છેઃ સંખ્યાનું પ્રમાણ અને પ્રમાણનું માપ. જિનકલ્પિક વગેરેની ઉપધિની સંખ્યાનું પ્રમાણ આગળમાં કહેવાશે એ, ચુતમાં કહેવાયું છે. ટીકા : __ द्विविधमुपधिप्रमाणं, कथमित्याह-गणनाप्रमाणं मानप्रमाणं च-सङ्ख्यास्वरूपमानमित्यर्थः, जिनादीनां जिनकल्पिकप्रभृतीनां गणनाप्रमाणम् एतद्-वक्ष्यमाणलक्षणं श्रुते भणितमिति गाथार्थः
TI૭૭૦ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org